Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બટાકાના પાકમાં દેખાતું આ વાયરસ કરી દે છે 90 ટકા પાકને બરબાદ

ગુજરાત અને દેશભરમાં રોકડિયા પાક તરીકે બટાટાની ખેતી મોટા પાંચે થાય છે. જો કે હવે રવિ પાકની લણણી ચાલી રહી છે. તેથી હવે રોકડિયા પાક બટાકાંની ખેતી કરનાર ખેડૂતોએ પણ તેની ખોદકામ શરૂ કરી દેશે. કેમ કે ફેબ્રુઆરી મહીના અંત સુધીમાં શિયાળો પૂર્ણતા વિદાય લઈ લે છે. જણાવી દઈએ કે બટાકાને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે

Amansinh Jadeja
Amansinh Jadeja
બટાકાના પાકમાં દેખાતા રોગ-જીવાત
બટાકાના પાકમાં દેખાતા રોગ-જીવાત

ગુજરાત અને દેશભરમાં રોકડિયા પાક તરીકે બટાટાની ખેતી મોટા પાંચે થાય છે. જો કે હવે રવિ પાકની લણણી ચાલી રહી છે. તેથી હવે રોકડિયા પાક બટાકાંની ખેતી કરનાર ખેડૂતોએ પણ તેની ખોદકામ શરૂ કરી દેશે. કેમ કે ફેબ્રુઆરી મહીના અંત સુધીમાં શિયાળો પૂર્ણતા વિદાય લઈ લે છે. જણાવી દઈએ કે બટાકાને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે. એટલે તેની ખેતીના વિશેમાં વાત કરવી જરૂરી થઈ જાય છે. વાત જાણો એમ છે કે શાકભાજીઓના રાજા ગણાતા બટાકાં ઘણા રોગો અને વાયરસથી પ્રભાવિત થાય છે. જેના કારણે આખો પાક બરબાદ થઈ જાય છે અને ખેડૂતોને મોટા પાચે નુકસાન વેઠવું પડે છે.

રિબોન્યૂક્લીક એસીડ

એગ્રીકલ્ચરના આગેવાનો મુજબ બટાકામાં જોવા મળતા મોટાભાગના વાયરસ રિબોન્યુક્લીક એસિડથી બનેલા હોય છે. તેઓ બટાકાના પાંદડા, દાંડીઓ અને કંદને ચેપ લગાડે છે. છોડમાં આ વાયરસના ચેપને કારણે પાકની ઉપજમાં 90 ટકા સુધીનો ઘટાડો થાય છે. કેમ કે તે એક છોડથી બીજા છોડમાં ઝડપથી ફેલાયે છે. આમાં સૌથી ખતરનાક વાયરસ PVX અને PVA છે. જ્યારે તે છોડ પર લાગે છે, ત્યારે પાંદડાની લહેરાતી કિનારીઓ પર ફોલ્લીઓ દેખાય છે. આના કારણે છોડનો વિકાસ અટકી જાય છે અને છોડ વામણા રહે છે.

પોટેટો લીફ કર્લ વાયરસ

આ એક નવો વાયરસ છે જો કે સફેદ માખી દ્વારા ફેલાયે છે. તેના કારણે છોડના ઉપરના પાંદડા વાંકા વળી જાય છે. તેના સાથે જ બટાકાના પાકમાં જોવા મળતા બીજા એક વાયરસ છે પોટેટો વાયરસ એક્સ. આ વાયરસ બટાકાના પાકમાં કોઈપણ સાધન કે મશીનના ઉપયોગથી ફેલાયે છે. તેની હાજરીના કારણે, પાક પર એફિડ જીવાતનું જોખમ વધે છે. જેના કારણે બટાકાના 90 ટકા પાક બરબાદ થઈ જાય છે.

વાયરસથી બચાવા માટે રાખવી જોઈએ કાળજી

બટાકાના પાકને વાયરસથી બચાવવા માટે તમારે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તેમ જ તમારે કેટલાક ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.તેના માટે સૌથી પહેલા વાવણી કરતા વખતે પાકને સફેદ માખી અને એફિડ જીવાતથી બચાવવો જોઈએ. વાવણી પહેલા બીજને ઇમિડાક્લોપ્રિડ 4 મિલી પ્રતિ 10 લિટર પાણીના દ્રાવણમાં તેની સારવાર કરો. બટાકાની વાવણી કર્યા પછી, તેમાં માટી ઉમેરતી વખતે, 10 ગ્રામ ફોરેટ છોડની નજીક 15 કિલો પ્રતિ હેક્ટરના દરે નાખવું જોઈએ.

ઉપરાંત, જ્યારે છોડ ઉગે છે અને લગભગ 1 મહિનાનો થાય છે, ત્યારે તેમને 10 લિટર પાણી દીઠ 3 મિલી ઇમિડાક્લોપ્રિડના દ્રાવણ સાથે છંટકાવ કરો.થાઈમેથાક્સમનું સોલ્યુશન બનાવો અને 50 દિવસના ઉભા પાક પર તેનો છંટકાવ કરો. લણણીના ઓછામાં ઓછા 70 દિવસ પછી, રોગગ્રસ્ત અને મેળ ન ખાતા છોડને જડમૂળથી ફેંકી દેવા જોઈએ.

Related Topics

Potatao Virus Crop Cultivation

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More