Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ વેલેન્ટાઈન્સ ડે પર પ્રેમનું પ્રતિક ગુલાબ આપવું મોંઘુ પડી જશે, જાણો કારણ

બદલાતા હવામાનને કારણે ગુલાબના ફૂલો પર જીવાતોનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ગુલાબના (rose) ઉત્પાદનમાં ભારે ઘટાડો થવાની આગાહી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. તેમજ તેના કારણે ગુલાબના ભાવ આસમાનને આંબી જાય તેવી પણ શક્યતા છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja

આ વેલેન્ટાઇન્સ ડે પર પ્રેમી પંખીડાઓ માટે પ્રેમના પ્રતિક સમું ગુલાબ ખરીદવું ખિસ્સાને ભારે પડી શકે છે. ગુલાબના ભાવ આસમાનને આંબવાની શક્યતા છે. જેના કારણે લગ્નસરામાં ડેકોરેશન માટે વપરાતા ગુલાબના ભાવમાં પણ ધરખમ ઉછાળો આવવાની શક્યતા છે. 

બદલાતા હવામાનને કારણે ગુલાબના ફૂલો પર જીવાતોનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ગુલાબના (rose) ઉત્પાદનમાં ભારે ઘટાડો થવાની આગાહી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.એક તરફ જ્યાં બાગાયતી પાકનો નાશ થઈ રહ્યો છે તો બીજી તરફ ફૂલના બગીચાઓ પણ બરબાદ થઈ રહ્યા છે. હિંગોલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે ગુલાબના ફૂલો પર જીવાતોનો પ્રકોપ વધી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આના કારણે ઉત્પાદનમાં ભારે ઘટાડો થઈ શકે છે. આબોહવા પરિવર્તનના કારણે ગુલાબની કળીઓ વિવિધ રોગોથી પ્રભાવિત થઈ રહી છે.

આ પણ વાંચો: કિસાન દિવસ તરીકે ઉજવાય છે દેશના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મદિન, વડાપ્રધાનથી વધુ ખેડૂતના નેતા હતા ચરણસિંહ

રાજ્યમાં ક્યારેક અતિશય ઠંડી પડે છે તો ક્યારેક વાદળછાયું વાતાવરણ હોય છે તો ક્યારેક કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેનાથી ખેડૂતો ખૂબ જ ડરી ગયા છે. થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદને કારણે પાકને ઘણું નુકસાન થયું છે. તે જ સમયે, ગુલાબના ઉત્પાદનને અસર થઈ રહી છે. હવામાન પરિવર્તનના કારણે ફળો અને ફૂલોને વધુ નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે.

આબોહવા પરિવર્તનની અસર

વાદળછાયા આકાશને કારણે હિંગોલી જિલ્લાના ગુલાબ ખેડૂતો ચિંતિત છે. કારણ કે ગુલાબ ઘણા રોગોથી પ્રભાવિત થાય છે. ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. બીજી તરફ ભેજવાળા વાતાવરણને કારણે ગુલાબના ઉત્પાદનમાં એકાએક ચાર ગણો ઘટાડો નોંધાયો છે. જેના કારણે બજારમાં ગુલાબના ફૂલોની આવક ઘટી છે. જેની અસર બજાર ભાવ પર પડી રહી છે. ગુલાબના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ખેડૂતોને ભારે નુકશાન

હિંગોલી જિલ્લાના રહેવાસી ખેડૂત પાંડુરંગ રાઉતે ચાર વર્ષ પહેલા પોતાના ખેતરમાં બે એકર ખેતીની જમીનમાં ગુલાબના છોડ વાવ્યા હતા. જેમ જેમ ગુલાબના વૃક્ષો વધતા ગયા તેમ તેમ તેમને ગુલાબના ફૂલોની સારી ઉપજ પણ મળી રહી હતી. પરંતુ છેલ્લા આઠ દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે આ ગુલાબની ખેતીને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ગુલાબ પર કાર્પા રોગ, જંતુઓનો હુમલો થયો છે, જેના કારણે ગુલાબના આગામી ફૂલોમાં ઉપજમાં ઘણો ઘટાડો થશે. જેના કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ઉત્પાદનમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે.ખેડૂતો સરકાર પાસે મદદની વિનંતી કરી રહ્યા છે.

ફળો પર પણ માઠી અસર

રાજ્યમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ક્યારેક ઠંડી તો ક્યારેક કમોસમી વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પણ થયો છે. જેના કારણે રાજ્યના ખેડૂતોના પાકને ભારે અસર થઈ છે. માત્ર ફૂલો જ નહીં ફળો પર પણ ભારે અસર જોવા મળી રહી છે.બદલાતા હવામાનને કારણે સંતરા અને કેરી પર જીવાતોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More