Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કપાસના પાકમાં આવતી ગુલાબી રંગની ઈયળ પર આ રીતે મેળવો નિયંત્રણ

કપાસના પાકમાં અવનવા કપાસના પાકમાં રોગ આવતા હોય છે. કપાસમના પાકમાં એક ગુલાબી રંગની ઈયળો પડતી હોય છે જે કપાસના પાકને બરબાદ કરી દેતી હોય છે તો આજે અમે તમને આ રોગ પર નિયંત્રણ કેવી રીતે લાવી શકાય તે અંગે જાણકારી આપીશુ

Sukhadev Thakor
Sukhadev Thakor
Pink Caterpillars
Pink Caterpillars

રાસાયણિક નિયંત્રણ:

જ્યારે આપણે જંતુનાશક દવાનો છટકાવ કરવો હોય ત્યારે ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮-૧૦ ફૂદા દેખાય તો નીચે આપેલી જંતુનાશક દવાઓ નો છટકાવ કરવો.

ક્વીનાલફોસ ૨૫ ઈ.સી. ૨૦ મિ.લી/૧૦ લીટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૦ મિ.લી/૧૦ લિટર અથવા ઇન્ડોઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લી/૧૦ લીટર અથવા ફ્લૂબેંડીએમાઈડ ૪૮ એસ.સી. ૩ મિ.લી/૧૦ લીટર અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મિ.લી/ ૧૦લીટર અથવા એમામેકટિન બેંઝૉએટ ૫ એસ.જી. ૩ ગ્રામ/૧૦ લીટર પ્રમાણે છટકાવ કરવો અને દરેક છટકાવે દવા બદલતી રેહવી.

યાંત્રિક પદ્ધતિથી નિયંત્રણ

• ગુલાબી ઇયળની મોજણી કરવા માટે ખેતરમાં ૫ ફેરોમેન ટ્રેપ/હેકટરે મૂકવા અને સ્માયતરે લ્યુર બદલવી.

• રાત્રિના સમયે પ્રકાશ પિંજરના ઉપયોગથી ગુલાબી ઇયળના ફુદાઓ એકત્રિત કરીને નાશ કરવો.

• છોડ ઉપર નુકશાન પામેલા તથા ખરી પડેલા ફલોને વીણીને નાશ કરવો.

Cotton plant
Cotton plant

કર્ષણ પદ્ધતિથી નિયંત્રણ:

• કપાસનો પાક પૂરો થયા બાદ ખેતરમાં ઉંડી ખેડ કરવી જેથી સુષુપ્ત અવસ્થામાં રહેલા ઇયળોઅને કોશેટાઓ સૂર્યના તાપથી કે પરભક્ષીઓ દ્વારા નાશ થાય.

• આ જીવાત ખેતર ના શેઢાપાળા પર જોવા મળતા હોલિહોક, જંગલી ભીંડા, કાસકી પર નભતા હોવાથી તેને શેઢાપાળા પરથી દૂર કરવા.

• પાક પૂરો થયા બાદ સાઠીઓનો નાશ કરવો.

• જીનીગ ફેકટરીની કામગીરી પુર્ણ થયા બાદ વધેલા કચરાને બાળીને નાશ કરવો કારણ કે તેમાં છુપાયેલ ઇયળો અને કોશેટાનો નાશ થઈ જાય.

• બળઘા પાક અથવા પાછલો વધારાનો ફાલ લેવાની રીતને ટાળવી જોઇયે.

કેમ વધે છે કપાસના પાકમાં ગુલાબી ઈચલ, જાણો નિષ્ણાતોની રાય

Cotton Crop
Cotton Crop

વૈજ્ઞાનિક પદ્ધતિથી નિયંત્રણ

• જ્યારે કપાસના પાકમાં ફૂલ ભમરી આવતા હોય છે ત્યારે આ ગુલાબી ઈયળો ઈંડા મૂકવાની શરૂઆત કરતી હોય છે આ સમયે બીવેરિયા બાસીયાના ૯૦-૧૦૦ ગ્રામ/ પંપનો છટકાવ કરી દેવો જોઈએ

• જે ખેડૂતો કપાસના પાકની સજીવ ખેતી કરી રહ્યા છે તે ખેડૂતો એ આ ગુલાબી ઇયળના અસરકારક નિયંત્રણ માટે સાવજ એમડીપી ટેક્નોલોજીની ૪૦૦ ગ્રામ પેસ્ટ/ હેક્ટર મુજબ (એક સરખા ૧૦૦૦ ટપકાને બે ડાળીની વચ્ચેની જગ્યા પર), પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ જણાય ફૂલ અવસ્થા હોય ત્યારે અને પછી બે માવજત , પ્રથમ માવજાતના ૩૦ દિવસના અંતરે આપવાની.

Pink caterpillars
Pink caterpillars

નોંધ -

આ દવાનો ઉપયોગ કરતા પહેલા આપ સલાહકારની સલાહ જરૂર લો આ અંગેની વધુ માહિતી જાણવા માટે ગૌતમભાઈ સોલંકી, (M.Sc.Agri, Gold Medalist)

જયેશ મારૂ (સામાજિક કાર્યકર)કોસ્ટલ સેલિનિટી પ્રિવેનશન સેલ,તળાજા મો: - 7778822766નો સંપર્ક કરી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More