રાસાયણિક નિયંત્રણ:
જ્યારે આપણે જંતુનાશક દવાનો છટકાવ કરવો હોય ત્યારે ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮-૧૦ ફૂદા દેખાય તો નીચે આપેલી જંતુનાશક દવાઓ નો છટકાવ કરવો.
ક્વીનાલફોસ ૨૫ ઈ.સી. ૨૦ મિ.લી/૧૦ લીટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૦ મિ.લી/૧૦ લિટર અથવા ઇન્ડોઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લી/૧૦ લીટર અથવા ફ્લૂબેંડીએમાઈડ ૪૮ એસ.સી. ૩ મિ.લી/૧૦ લીટર અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મિ.લી/ ૧૦લીટર અથવા એમામેકટિન બેંઝૉએટ ૫ એસ.જી. ૩ ગ્રામ/૧૦ લીટર પ્રમાણે છટકાવ કરવો અને દરેક છટકાવે દવા બદલતી રેહવી.
યાંત્રિક પદ્ધતિથી નિયંત્રણ
• ગુલાબી ઇયળની મોજણી કરવા માટે ખેતરમાં ૫ ફેરોમેન ટ્રેપ/હેકટરે મૂકવા અને સ્માયતરે લ્યુર બદલવી.
• રાત્રિના સમયે પ્રકાશ પિંજરના ઉપયોગથી ગુલાબી ઇયળના ફુદાઓ એકત્રિત કરીને નાશ કરવો.
• છોડ ઉપર નુકશાન પામેલા તથા ખરી પડેલા ફલોને વીણીને નાશ કરવો.
કર્ષણ પદ્ધતિથી નિયંત્રણ:
• કપાસનો પાક પૂરો થયા બાદ ખેતરમાં ઉંડી ખેડ કરવી જેથી સુષુપ્ત અવસ્થામાં રહેલા ઇયળોઅને કોશેટાઓ સૂર્યના તાપથી કે પરભક્ષીઓ દ્વારા નાશ થાય.
• આ જીવાત ખેતર ના શેઢાપાળા પર જોવા મળતા હોલિહોક, જંગલી ભીંડા, કાસકી પર નભતા હોવાથી તેને શેઢાપાળા પરથી દૂર કરવા.
• પાક પૂરો થયા બાદ સાઠીઓનો નાશ કરવો.
• જીનીગ ફેકટરીની કામગીરી પુર્ણ થયા બાદ વધેલા કચરાને બાળીને નાશ કરવો કારણ કે તેમાં છુપાયેલ ઇયળો અને કોશેટાનો નાશ થઈ જાય.
• બળઘા પાક અથવા પાછલો વધારાનો ફાલ લેવાની રીતને ટાળવી જોઇયે.
કેમ વધે છે કપાસના પાકમાં ગુલાબી ઈચલ, જાણો નિષ્ણાતોની રાય
વૈજ્ઞાનિક પદ્ધતિથી નિયંત્રણ
• જ્યારે કપાસના પાકમાં ફૂલ ભમરી આવતા હોય છે ત્યારે આ ગુલાબી ઈયળો ઈંડા મૂકવાની શરૂઆત કરતી હોય છે આ સમયે બીવેરિયા બાસીયાના ૯૦-૧૦૦ ગ્રામ/ પંપનો છટકાવ કરી દેવો જોઈએ
• જે ખેડૂતો કપાસના પાકની સજીવ ખેતી કરી રહ્યા છે તે ખેડૂતો એ આ ગુલાબી ઇયળના અસરકારક નિયંત્રણ માટે સાવજ એમડીપી ટેક્નોલોજીની ૪૦૦ ગ્રામ પેસ્ટ/ હેક્ટર મુજબ (એક સરખા ૧૦૦૦ ટપકાને બે ડાળીની વચ્ચેની જગ્યા પર), પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ જણાય ફૂલ અવસ્થા હોય ત્યારે અને પછી બે માવજત , પ્રથમ માવજાતના ૩૦ દિવસના અંતરે આપવાની.
નોંધ -
આ દવાનો ઉપયોગ કરતા પહેલા આપ સલાહકારની સલાહ જરૂર લો આ અંગેની વધુ માહિતી જાણવા માટે ગૌતમભાઈ સોલંકી, (M.Sc.Agri, Gold Medalist)
જયેશ મારૂ (સામાજિક કાર્યકર)કોસ્ટલ સેલિનિટી પ્રિવેનશન સેલ,તળાજા મો: - 7778822766નો સંપર્ક કરી શકો છો.
Share your comments