ખેડૂતભાઈના અનુભવ મુજબ, પૂંઠા ઉપર ગ્રીસ લગાવી છોડના થડ પર લગાવવાથી મીલીબગ ઝાડના થડ ઉપર ચડી શકતી નથી. મીલીબગ એવી જીવાત છે, જેની ઉપર સફેદ રંગનું આવરણ હોય છે. સામાન્ય દવાઓ આ આવરણના લીધે અસરકારક રહેતી નથી.
કપાસની ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મુશકિલ કામ હોય છે કપાસમાં મેળવવમાં આવતી કાતિલ મીલીબગને ખતમ કરવું. મીલી બગના કારણે ખેડૂતો મુઝાવણમાં રહે છે કે, આને કેવી રીતે દૂર કરવામાં આવે. પરંતુ હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સોનગઢના એક ખેડૂત ભાઈએ તેનો સારવાર શોધી કાઢ્યો છે. સોનગઢના ખેડૂતભાઈ યોગરાજભાઈ બહાદુર સિંહ ગોહિલે કપાસની કાતિલ મીલી બગને ખતમ કરતી નવી પદ્ધતિ વિસાવીને ઈતિહાસ રચિ દીધા છે.
મીલીબગના કારણે કપાસને થઈ રહ્યા છે નુકસાન
પોતાની નવી પદ્ધિતિ વિશે કૃષિ જાગરણ ગુજરાતી સાથે યોગરાજભાઈએ વાત કરી. તેમને કીધુ કે, ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં મીલીબગના ઉપદ્રવથી કપાસના પાકને મોટા પાચે નુકસાન થઈ રહ્યુ છે. મીલીબગ કપાસ ના પાકના સાથે-સાથે બાગાયત અને શાકભાજીના પાકોને પણ નુકસાન પહુચાડે છે. ખાસ કરીને વાડની નજીક તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.
યોગરાજભાઈ પોતાની વાતમાં મીલીબગને મોકલતા આગળ કહે છે કે, આવી સમસ્યાના ઉકેલ માટે મેં પૂંઠા ઉપર ગ્રીસ લગાવી જામફળીના થડ ઉપર આ પુંઠું લગાવી ઝાડને મીલીબગથી મુકત કર્યુ છે.
યોગરાજભાઈનો અનુભવ
ખેડૂતભાઈના અનુભવ મુજબ, પૂંઠા ઉપર ગ્રીસ લગાવી છોડના થડ પર લગાવવાથી મીલીબગ ઝાડના થડ ઉપર ચડી શકતી નથી. મીલીબગ એવી જીવાત છે, જેની ઉપર સફેદ રંગનું આવરણ હોય છે. સામાન્ય દવાઓ આ આવરણના લીધે અસરકારક રહેતી નથી. તેવા સમયે જૈવિક નુસખાઓ જ કારગત નીવડતા હોય છે. કપાસને મીલી બગ અબજો રૂપિયાનું નુકસાન કરે છે.
આ પદ્ધતિ મીલીબગને અટકાવે છે
યુવા ખેડૂત યોગરાજભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી પૂંઠા ઉપર ગ્રીસ લગાવી જામફળના ઝાડ ઉપર ચડતી મીલીબગને અટકાવે છે અને પૂંઠા નીચે રહેલ મીલીબગને બપોરના સમયે વનસ્પતિજન્ય દવા અને ચૂનાનું નીતર્યું દ્રાવણ છાંટી દૂર કરે છે. જે તમે પણ પોતાની કપાસ, શાકભાજી અને બાગયાત પાકમા મીલીબગથી મુંઝાવણમાં છો તો તમે પણ આ પદ્ધતિ અપનાવીને પોતાની ચિંતાને દૂર કરી શકો છો. વધુ માહિતી માટે તમે યોગરાજભાઈ હારે વાત પણ કરી શકો છો, એમનો નંબર છે (9426262695)
Share your comments