Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડાંગરના પાકમાં સપ્ટેમ્બરમાં ચોક્કસ દેખાયે છે આ રોગ,જાણો સારવાર કરવાની રીત

વિશ્વમાં ડાંગરની લગભગ 7000 જાતોનું વાવેતર કરવામાં આવે છે. જો આપણે ભારતની વાત કરીએ તો ભારતની કુળ વસ્તીમાંથી 40 ટકા લોકોનું મુખ્ય ખોરાક ચોખા છે.જેથી કરીને ભારતમાં ડાંગરની 5000 જાતોની વાવણી કરવામાં આવે છે. એટલે કે ભારતમાં વિશ્વની 80 ટકા જાતોનું વાવેતર કરવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ડાંગરના પાકમાં દેખાતા રોગની સારવાર
ડાંગરના પાકમાં દેખાતા રોગની સારવાર

વિશ્વમાં ડાંગરની લગભગ 7000 જાતોનું વાવેતર કરવામાં આવે છે. જો આપણે ભારતની વાત કરીએ તો ભારતની કુળ વસ્તીમાંથી 40 ટકા લોકોનું મુખ્ય ખોરાક ચોખા છે.જેથી કરીને ભારતમાં ડાંગરની 5000 જાતોની વાવણી કરવામાં આવે છે. એટલે કે ભારતમાં વિશ્વની 80 ટકા જાતોનું વાવેતર કરવામાં આવે છે. જો આપણે ભારતમાં ડાંગરની ખેતી વિશે વાત કરીએ તો ઉત્તરમાં પંજાબથી લઈને દક્ષિણમાં તમિલનાડુ સુધી અને પશ્ચિમમાં ગુજરાતના ખીણથી લઈને પૂર્વમાં બંગાળ અને ઉત્તર પૂર્વના રાજ્યો સુઘી ચોખાની જુદા જુદા જાતોનું વાવેતર કરવામાં આવે છે.સમયની સાથે ચોખાના વપરાશમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ કેટલાક રોગોના કારણે ડાંગરના પાક પર અસર પણ થઈ રહી છે. જેના કારણે ખેડૂતોને ઘણી વાર મોટો નુકશાન વેઠવું પડે છે, તેથી કરીને અમે તમારા માટે એક એવા રોગની માહિતી તેમ જ તેની સારવાર લઈને આવ્યા છે, જેની પાકને ચોંટડવાની સંભાવના સેપ્ટેમ્બરના મહિનામાં મોટા ભાગે જોવા મળે છે.

શું છે આ રોગ?

ડાંગરમાં દેખાતા આ રોગને ખાખરાનો રોગ કહેવામાં આવે છે, જેના કારણે ફક્ત પાકની ગુણવત્તા નથી બગતી પરંતું પાકનું ઉત્પાદનમાં પણ 40 ટકાથી વધુ ઘટાડો જોવા મળે છે.ખાખરાના રોગથી બચવા માટે ડાંગરની રોપણીના 25 દિવસની અંદર નિંદામણ અને ખેતરની દેખરેખ શરૂ કરવી જોઈએ, જેથી લક્ષણો સમયસર ઓળખી શકાય અને પગલા લેવામાં આવી શકાય. .

નિષ્ણાંતોના મતે ડાંગરની ખેતી ક્ષારયુક્ત અને કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં કરવામાં આવે તો ખાખરા રોગનું જોખમ વધી જાય છે.આ સમસ્યા માત્ર પાકના ઉત્પાદન અને ઉત્પાદકતાને અવરોધે છે પરંતુ ડાંગરના છોડના વિકાસ, ફૂલો, લણણી અને પરાગનયનને પણ અવરોધે છે.જ્યારે પાક ખાખરા રોગથી પ્રભાવિત થાય છે, ત્યારે ડાંગરના છોડના પાંદડા આછા ભૂરા અને લાલ થવા લાગે છે.આના કારણે માત્ર છોડની વૃદ્ધિ અટકતી નથી, પરંતુ ડાઘથી ભરેલા પાંદડા પણ કરમાઈ જાય છે.

ખાખરા રોગનું નિવારણ

નિષ્ણાતોના મતે ડાંગરની રોપણીના 25 દિવસમાં ખેતરમાં નિંદામણ અને દેખરેખ શરૂ કરી દેવી જોઈએ, જેથી તેના લક્ષણો સમયસર ઓળખી શકાય અને પગલાં લઈ શકાય.કૃષિ નિષ્ણાતો કહે છે કે આ રોગ ઝીંકની ઉણપથી થાય છે, પરંતુ તેના પર જંતુનાશક દવાઓ કે ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ નહીં.ખાખરા રોગથી અસરગ્રસ્ત ડાંગરના પાકમાં રોગ અટકાવવાની કામગીરી નિષ્ણાતની સલાહ મુજબ જ કરવી જોઈએ.

સારવાર માટે આ પગલા ભરો

0.5 ટકા ઝીંક સલ્ફેટ અને 0.2 ટકા ચૂનો 15 લિટર પાણીમાં ભેળવીને દર 10 દિવસે ત્રણ વખત પાક પર છાંટવો. જો ખેડૂતો ઈચ્છે તો ચૂનાને બદલે 2 ટકા યુરિયા પણ વાપરી શકે છે. તેના વહેલા નિદાન માટે, જમીનની તપાસ કરાવો અને જરૂર મુજબ બીજની માવજત કરો. ખેતરમાં ખેડાણ કરો અને ખાતરનો ઉપયોગ કરો. ડાંગરની રોપણી કરતા પહેલા ખેતરમાં ઊંડી ખેડાણ કરવી અને પ્રતિ હેક્ટર જમીનમાં 25 કિલો ઝીંક સલ્ફેટ ભેળવવું.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More