Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

અંજીરની વૈજ્ઞાનિક પધ્ધતીથી ખેતી ખેડૂતભાઈઓને સમૃદ્ધ બનાવી શકે છે

અંજીર એ સામાન્ય રીતે સૌથી જુનો અને જાણીતો ફળ પાક છે. તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. પૌરાણિક સમયથી અંજીરના ઝાડ અને તેના ફળનો ઉપયોગ વિવિધ રીતે ખોરાક અને દવા તરીકે થતો આવ્યો છે, ભારતમાં અંજીરનું વાવેતર લગભગ ૪00 હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે. જેમાથી ૩00 હેક્ટરનો વિસ્તાર મહારાષ્ટ્ર્માં છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

અંજીર એ સામાન્ય રીતે સૌથી જુનો અને જાણીતો ફળ પાક છે. તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. પૌરાણિક સમયથી અંજીરના ઝાડ અને તેના ફળનો ઉપયોગ વિવિધ રીતે ખોરાક અને દવા તરીકે થતો આવ્યો છે, ભારતમાં અંજીરનું વાવેતર લગભગ ૪00 હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે. જેમાથી ૩00 હેક્ટરનો વિસ્તાર મહારાષ્ટ્ર્માં છે.

અંજીર એ સામાન્ય રીતે સૌથી જુનો અને જાણીતો ફળ પાક છે. તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. પૌરાણિક સમયથી અંજીરના ઝાડ અને તેના ફળનો ઉપયોગ વિવિધ રીતે ખોરાક અને દવા તરીકે થતો આવ્યો છે, ભારતમાં અંજીરનું વાવેતર લગભગ ૪00 હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે. જેમાથી ૩00 હેક્ટરનો વિસ્તાર મહારાષ્ટ્ર્માં છે. જ્યારે થોડોક વિસ્તાર કર્ણાટક, પંજાબ, બિહાર અને ઉત્તર ભારતમાં છે. ગુજરાતમાં જુનાગઢ, ખેડા અને વડોદરાના છુટાછવાયા વિસ્તારોમાં અંજીરનુ વાવેતર થાય છે.

અંજીરનો સમાવેશ ક્ષુપ પ્રકારની વનસ્પતિમાં થાય છે. તે ૬ થી ૮ મીટર જેટલી ઉંચાઇ ધારણ કરે છે. તેનુ થડ સફેદ રંગની છાલ ધરાવે છે. તેના પાન સુગંધિત તથા ૧૫-૨૫ સેમી લાંબા અને ૧0-૨0 સેમી પહોળા હોય છે. તેનુ ફળ સંયુક્ત પ્રકારનુ તથા ૩-૫ સેમી લાંબુ અને લીલા રંગનુ હોય છે. ફળ પાકતી વખતે જાંબલી અથવા ભુરા રંગનુ બને છે.

ઉપયોગ

અંજીરના ફળનો ઉપયોગ મુખ્ય્તવે ફ્રેશ અને સુકવ્યા પછી ખાવામાં થાય છે. તેના ફળમાંથી કેન્ડી,ચટની અને જામ બનાવવામાં આવે છે. ચામડી ને લગતા રોગોના ઉપચાર માટે તેનો ઉપયોગ થાય છે. તેના પાનનો ઉપયોગ જઠર અને આંતરડાને લગતા રોગોની સારવાર માટે પણ થાય છે.

આબોહવા

અંજીર એ સમશિતોષ્ણ આબોહવાનો ફળપાક છે. તે શીયાળામાં 0°C થી પણ નીચુ તાપમાન સહન કરી શકે છે. પરંતુ નાની વયના છોડને તે દરમિયાન વધારે નુકશાન થાય છે. અંજીરના પાકને ૧૫-૨૧ °C જેટલુ તાપમાન સૌથી વધારે માફક આવે છે. આબોહવા ફળના ગુણધર્મો જેવા કે, આકાર, સાઇઝ અને ક્વોલીટી ઉપર સૌથી વધારે અસર કરે છે.

અંજીરની ખેતી કરવાની વૈજ્ઞાનિક રીત, આવક થઈ જશે બમણી

જમીન

અંજીરને માટીવાળી અને કાંપની જમીન વધારે માફક આવે છે. વધારાના પાણીની યોગ્ય નિકાલ વ્યવસ્થા તથા જમીનમાં પુરતો ભેજ અંજીરની ખેતી માટે ફાયદાકારક છે. વધારે ક્ષારવાળી જમીન પાકને નુકશાન પહોચાડે છે.

જાતો

કાબુલ, બ્રાઉન તુર્કી, તુર્કીસ વાઇટ વગેરે જેવી જાતો મુખ્યત્વે ભારતમાં વાવવામાં આવે છે.

સંવર્ધન

અંજીરનું સંવર્ધન બીજ અને કટકાથી કરવામાં આવે છે.

બીજ

ફળમાંથી બીજ કાઢી, સાફ કરીને સુકવી , કોથળી અથવા કુંડામાં ખાતર અને માટીમા મિક્ષ રોપણી કરવામાં આવે છે.

કટકાથી સંવર્ધન

આ માટે કોકોપીટ, સેંદ્રીય ખાતર અને માટીને મિક્ષ કરીને થેલીમા ભરવામા આવે છે. અંજીરના ૧૫-૨0 સેમી ના કટકા કરવા અને તેની નીચેના ભાગે ત્રાંસો કાપ મુકી તથા આઇ.બી.એ. ૧000 પી.પી.એમ. અને ફુગનાશક ની માવજત આપી તૈયાર કરેલ મીડિયામાં રોપવા. એકંદરે કટકાથી સંવર્ધન કરવુ વધુ હિતાવહ છે.

રોપણીનુ અંતર અને પધ્ધતિ

સૌપ્રથમ ચોમાસામા ૮-૮ મીટરના અંતરે ૬0 સેમી x ૬0 સેમી x ૬0 સેમી ના ખાડા કરવા. તેમાં માટી, છાણીયુ ખાતર અને ૧00 ગ્રામ સુપર ફોસ્ફેટ પુરવું. તેમા બીજ્થી અથવા કટકાથી તૈયાર કરેલા રોપાની વાવણી કરવી.

પિયત

ફુલ અને ફળ આવવાના સમયે દર ૪-૫ દિવસે પાણીની જરુરિયાત હોય છે. ઉનાળાના સમયમા પાકને પાણીની વધારે જરુરિયાત હોય છે. છોડની પાણીની જરુરિયાત પર મુખ્યત્વે જમીનનો પ્રકાર, ભેજગ્રહણશક્તિ, છોડની ઉમર જેવા પરિબળો અસર કરે છે.

ખાતર વ્યવસ્થા

અંજીરના દરેક પુખ્ત ક્ષુપને ૫00:૪00:૪00 ગ્રામ નાઇટ્રોજન:ફોસ્ફરસ:પોટાશ આપવાની ભલામણ કરવામાં આવેલી છે.

રોગ

અંજીરમાં સામાન્ય રીતે થડનો સડો, પાન ઉપર ભુખરા ડાઘ જેવા રોગો સમાન્ય રીતે જોવા મળે છે. જે ફુગનાશક દવાના છંટકાવથી નિયંત્રિત કરી શકાય છે.

જીવાત

અંજીરમાં થડને કોરી ખાનારી ઇયળ અને ફળમાખી સૌથી વધારે નુકશાન પહોચાડે છે. આ ઉપરાંત પક્ષીઓ પણ કેટલીક વાર ફળને નુકશાન પહોચાડે છે.

ફળ ઉતારવા

અંજીરમા ફળ ઉતારવાની શરુઆત માર્ચથી થઇ જાય છે. પરંતુ બધા જ ફળો એક સાથે પાકતા નથી તેથી ફળ ઉતારવાની પ્રક્રિયા મે થી જુન સુધી ચાલે છે. ફળ પાકતી વખતે જાંબલી અથવા ભુરા રંગનુ બને છે.

ઉત્પાદન

અંજીરના ના એક ક્ષુપ પરથી ૧૫0-૨૫0 જેટલા ફળ એક સિઝનમાં ઉતરે છે. જે બજારમા ૧00 થી ૨00 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

મુલ્ય વર્ધન

 સામાન્ય રીતે અંજીરના ફળ સીધા ખાવાના ઉપયોગમા જ લેવામા આવે છે. આ ઉપરાંત, તેના ફળમાંથી કેન્ડી અને જામ બનાવવામાં આવે છે.

સ્ત્રોત

રાષ્ટ્રીય બાગાયત નિગમ (આંકડાકીય માહિતી) (2019)

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More