Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શિયાળા પાકની વાવણીને લઈને કૃષિ મંત્રાલયએ ગુજરાતના ખેડૂતો માટે બહાર પાડી એડવાઈઝરી

ખરીફ પાકોની લણણી પછી હવે શિયાળા પાક એટલે કે રવિ સિઝનના પાકોની વાવણી શરૂ થઈ ગઈ છે. રવિ સિઝનમાં મોટા ભાગે શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, જેમાં મૂળા, ધાણ, વટાણા, ગાજર અને બ્રોકલી મોટી ભૂમિકા ભજવે છે. તેના સાથે જ શિયાળામાં ખેડૂતો દ્વારા કઠોળ પાક તેમજ ઘઉનું પણ વાવેતર કરવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ખરીફ પાકોની લણણી પછી હવે શિયાળા પાક એટલે કે રવિ સિઝનના પાકોની વાવણી શરૂ થઈ ગઈ છે. રવિ સિઝનમાં મોટા ભાગે શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, જેમાં મૂળા, ધાણ, વટાણા, ગાજર અને બ્રોકલી મોટી ભૂમિકા ભજવે છે. તેના સાથે જ શિયાળામાં ખેડૂતો દ્વારા કઠોળ પાક તેમજ ઘઉનું પણ વાવેતર કરવામાં આવે છે. ટામેટા જેવી શાકભાજીની ખેતી માટે સરસ સમય ગણાતો રવિ સિઝનમાં ખેડૂતોને વધુ ઉપજ મેળવા માટે નિષ્ણાતોએ યોગ્ય રીતે ખેતર તૈયાર કરવાની સલાહ આપી છે. દરમિયાન, ખરીફ સિઝનના પાકેલા મકાઈ, કપાસ, અડદ, મગ અને સોયાબીનના પાકની તરત જ કાપણી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેથી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં પાકને થતા નુકસાનને ટાળી શકાય. 

જંતુ રોગથી બચાવવાની સલાહ

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના નિષ્ણાતો દ્વારા રવિ સિઝનમાં ઉગાડવામાં આવતા પાકને જોતા તેઓને જંતુ રોગથી બચાવવાની પણ સલાહ આપવામાં આવી છે. જ્યાં એક બાજુ હવામાન ધીમે ધીમે ઠંડીમાં ફેરવાઈ રહ્યું છે, તો બીજી તરફ ખેતી સંબઘિત કામ પણ બદલાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતોને રવિ સિઝનમાં પાકની વાવણી કરતી વખતે, બિયારણની સુધારેલી જાતો પસંદ કરવાની સલાહ આપવામાં આવી છે. વાવણી પહેલાં બીજની સારવાર કરવી એ વધુ સારી પદ્ધતિ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ખેડૂતોને જૂના પાકની લણણી કર્યા પછી ખાલી પડેલા ખેતરોને યોગ્ય રીતે સાફ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. ત્યાર બાદ ખેડાણ કરીને ખેતરને યોગ્ય રીતે તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

શાકભાજીની ખેતી કરવાની સલાહ

ખેડૂતોને શાકભાજીના પાકની વાવણી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો મેથી, ધાણા અને મૂળાની વાવણી કરી શકે છે. રાજ્યના ખેડૂતો વટાણાની પણ પ્રારંભિક જાતો વાવી શકે છે. બીજી તરફ, દિલ્હીની આસપાસના વિસ્તારોમાં સરસવ, ગાજર અને વટાણાની વાવણી માટે આ યોગ્ય સમય છે. કોબીજ,  બ્રોકોલી અને ટામેટા પણ ગુજરાતના ખેડૂતોએ વાવી શકે છે.

ગુજરાતના ખેડૂતો મૂળા-ટામેટા અને ધાણા વાવો 

ગુજરાતની વાત કરીએ તો કમોસમી વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં મગફળી અને બીજા પાકનું પાણીમાં ગરકાવ થયુ છે. તેથી કરીને સૌથી પહેલા ખેડૂતોને ખેતરને સારી રીતે સૂકવવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાર પછી સરસવ, મૂળા અને પાલકની વાવણી ખેડૂતો માટે ફાયદાકારક ગણવામાં આવી છે. ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે આ સમય ધાણાની વાવણી માટે સાનુકૂળ છે. 

મકાઈની લણણી અને લીલા ચારાની વાવણીનો સમય 

ઉત્તર ભારતના ખેડૂતોને ભાબર અને તરૈન પ્રદેશોમાં તૈયાર મકાઈની લણણી ઝડપી બનાવવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે જો ત્યાં વિલંબ થાય છે, તો હવામાન પરિસ્થિતિઓને કારણે પાકને નુકસાન થઈ શકે છે. ઉત્તર ભારતના ખેડૂતોએ અડદ, મગ અને સોયાબીનના પાક તૈયાર હોય ત્યારે લણણીમાં વિલંબ કરવો જોઈએ નહીં. ઉત્તરાખંડના ખેડૂતો આ દિવસોમાં સરસવની વાવણી કરી શકે છે, સાથે સાથે વહેલા પાંદડાવાળા શાકભાજીની વાવણી પણ ચાલુ રાખી શકે છે. ખેડૂતો માટે ઘઉં, લીલો ચારો બરસીમ અને જવ વાવવાનો આ યોગ્ય સમય છે. એમ કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:ઓક્ટોબરમાં વાવો આ ત્રણ પાક, અઢળક ઉત્પાદન સાથે જમીનની ફળદ્રુપતા પણ જાળવી રાખશે

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More