Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સાગવાનની ખેતી : સોનુ ગણાતા આ લાકડાની ખૂબ જ છે માંગ, થશે પૈસાનો વરસાદ

પડતર જમીનમાં અથવા ખેતરની શેઢે સાગની વાવણી તમને જ નહીં પરંતુ તમારી આવનારી પેઢીને પણ અધધ અમીર બનાવી શકે છે, સાગની ખેતી Sagwan Farming ને કલમ કરીને ઉગાડવામાં આવે છે. . તો આજે અમે તમને સાગવાનની ખેતી અને તેનાથી થતી તમાણી વિશે સંપૂર્ણ માહિતી આપીશું. વાંચો આ સંપૂર્ણ લેખ

Himanee Chauhan
Himanee Chauhan
Sagwan Cultivation
Sagwan Cultivation

પડતર જમીનમાં અથવા ખેતરની શેઢે સાગની વાવણી તમને જ નહીં પરંતુ તમારી આવનારી પેઢીને પણ અધધ અમીર બનાવી શકે છે, સાગની ખેતી Sagwan Farming ને કલમ કરીને ઉગાડવામાં આવે છે.તો આજે અમે તમને સાગવાનની ખેતી અને તેનાથી થતી તમાણી વિશે સંપૂર્ણ માહિતી આપીશું. વાંચો આ સંપૂર્ણ લેખ

સાગનું લાકડું સારા પોલીશની ક્ષમતા ધરાવતું, સોનેરી રંગનુ હોવાને કારણે તેને લાકડાનું સોનુ પણ કહેવામાં આવે છે. તેની કિંમત પણ ખૂબ જ ઊંચી હોય છે. એવા ઘણા પાક અને છોડ છે, જેની ખેતી કરીને ખેડૂતો આર્થિક રીતે મજબૂત બની શકે છે. સાગ Sagwan Farming આ વૃક્ષોમાંથી એક છે. બજારમાં સાગના લાકડાની ખૂબ માંગ છે. આ જ કારણ છે કે ખેડૂતોને તેનો સારો ભાવ મળે છે. 

ગુજરાતમાં ડાંગ, સુરત, વલસાડ, પંચમહાલ, વડોદરા, ભરૂત, નર્મદા, નવસારી અને જૂનાગઢ જિલ્લામાં સાગની સફળ ખેતી થઈ રહી છે, ત્યારે હવે ગુજરાતના અન્ય જિલ્લાના ખેડૂતો પણ 15થી 20 વૃક્ષો ઉગાડીને લાખોની કમાણી કરી શકે છે. 

સાગની ખેતીથી કરોડોનો નફો થઈ શકે

ભારતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે, પરંતુ પાક ફેલ જતા ખોટ જવાને કારણે મોટાભાગના ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. ઓછી વાર્ષિક આવકને કારણે આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી. જો કે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આવા ઘણા પાક અને છોડ છે, જેની ખેતી કરીને ખેડૂતો આર્થિક રીતે મજબૂત બની શકે છે. સાગ આ વૃક્ષોમાંથી એક છે. બજારમાં સાગના લાકડાની ખૂબ માંગ છે. આ જ કારણ છે કે ખેડૂતોને તેનો સારો ભાવ મળે છે. નિષ્ણાતોના મતે જો ખેડૂતો આ વૃક્ષને પોતાના ખેતરમાં વાવે તો થોડા વર્ષોમાં તેમનો નફો કરોડોમાં પહોંચી શકે છે. સાગના ઝાડનું લાકડું ખૂબ જ મજબૂત હોય છે. તેમાંથી બનાવેલું ફર્નિચર વર્ષો સુધી ચાલે છે. ઉધઈને પણ આ લાકડું ખાવાનું પસંદ નથી. તેથી જ ઘરની બારી, વહાણ, બોટ, દરવાજા વગેરેમાં સાગના લાકડાનો ઉપયોગ થાય છે.

સાગનું વાવેતર ક્યારે કરી શકાય

તમે ભારતમાં ગમે ત્યાં સાગની ખેતી કરી શકો છો. તેને રોપવા માટે શ્રેષ્ઠ મહિના સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે. જો કે તે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે ઉગાડી શકાય છે. નિષ્ણાતોના મતે સાગના છોડ વાવવા માટે 6.50થી 7.50 વચ્ચેની જમીનની pH મૂલ્ય વધુ સારી માનવામાં આવે છે. જો તમે આ જમીનમાં સાગની ખેતી કરશો, તો તમારા વૃક્ષો વધુ સારા અને વહેલા ઉગશે.

કેટલા સમયમાં મળશે નફો

જો તમે સાગની ખેતી કરીને તરત જ કરોડપતિ બનવાની આશા રાખતા હોવ તો આવું બિલકુલ નથી. સાગમાંથી નફો મેળવવાની પ્રક્રિયા લાંબી છે. સાગના ઝાડની શરૂઆતના ત્રણથી ચાર વર્ષ સુધી સારી રીતે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો તમે શરૂઆતના સમયમાં તેનું ધ્યાન રાખશો તો આવનારા સમયમાં તમને જે નફો મળશે તે ખૂબ જ વધી જશે.

વૃક્ષ કેટલા વર્ષમાં થાય છે તૈયાર

એક વખત સાગનું વૃક્ષ વાવ્યા પછી તમારે ઓછામાં ઓછા 10-12 વર્ષ રાહ જોવી પડશે. આવી સ્થિતિમાં સાગની આસપાસ, તમે એવા પાકનું વાવેતર કરી શકો છો જે ઓછા સમયમાં સારો નફો આપે છે. આ સાથે, સાગની ખેતીનો ખર્ચ તો નીકળશે જ, પરંતુ તમારો નફો પણ વધશે.

કરોડો રૂપિયાનો નફો

નિષ્ણાતોના મતે જો કોઈ ખેડૂત એક એકરમાં સાગના 500 વૃક્ષો વાવે તો 10-12 વર્ષ પછી તે તેને લગભગ એક કરોડ રૂપિયામાં વેચી શકો છે. જો આપણે એક ઝાડની કિંમતની વાત કરીએ તો તે બજારમાં સરળતાથી 30-40 હજાર રૂપિયામાં વેચાય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વૃક્ષની કિંમત પણ વધતી જાય છે. ઘણા એકરમાં વૃક્ષો વાવીને તમે કરોડો રૂપિયાનો નફો કમાઈ શકો છો.

આ પણ વાંચો : હેલ્થ ટિપ્સ : સૂકી ખારેક ખાવાથી શરીર રહેશે નિરોગી

આ પણ વાંચો : Coconut Farming: 80 વર્ષ સુધી ફળ આપે છે નાળિયેરનું ઝાડ, ખેડૂતોને થશે લાખોમાં કમાણી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More