Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Tamarind Cultivation : આંબલીની ખેતી કરવાની પદ્ધતિ

ખાટી આંબલી ભારતમાં સૂકા અને અર્ધ સૂકા પ્રદેશમાં જોવા મળતું વૃક્ષ છે. ખાટી આંબલીનુ વાવેતર મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં જોવા મળે છે. ખાટી આંબલીનો પાક સૂકા પ્રદેશના ખેડૂતો માટે પ્રતિ હેક્ટર ઓછા ખર્ચની સાથે ખૂબ જ સારું વળતર આપતો પાક છે.

Himanee Chauhan
Himanee Chauhan
Tamarind Cultivation
Tamarind Cultivation

આંબલી ભારતમાં સૂકા અને અર્ધ સૂકા પ્રદેશમાં જોવા મળતું વૃક્ષ છે. ખાટી આંબલીનુ વાવેતર મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં જોવા મળે છે. ખાટી આંબલીનો પાક સૂકા પ્રદેશના ખેડૂતો માટે પ્રતિ હેક્ટર ઓછા ખર્ચની સાથે ખૂબ જ સારું વળતર આપતો પાક છે.

ઉપયોગ

આંબલી તેના અપરિપક્વ અથવા પરિપક્વ ફળો માટે ઉગાડવામાં આવે છે. અપરિપક્વ ફળો ચટણી બનાવવામાં વપરાય છે. જ્યારે પાકાં ફળો દક્ષિણ ભારતીય શાકભાજી, રસમ વગેરેમાં ખટાશ ઉમેરવા માટે અગત્યના ઘટક તરીકે વપરાય છે.

પાકાં ફળોમાંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બને છે. આંબલીનો ખોરાકમાં નિયમિત ઉપયોગ મનુષ્યોમાં પથરીની બીમારીની શક્યતા ઘટાડે છે તેમજ આયુર્વેદમાં આમલીને પિત્તશામક તરીકે દર્શાવવામાં આવેલ છે. આમલી એક અગત્યના મસાલા તરીકે વાપરવામાં આવે છે. ફળના માવાને ખાંડ સાથે મેળવીને આંબલીનાં લાડુ બનાવવામાં આવે છે. બીજને શેકીને અથવા બાફીને ખાવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

હવામાન

અર્ધશુષ્ક, વિષુવવૃત્તિય અને સમશિતોષ્ણ દેશોમાં આંબલી ઉગાડી શકાય છે. ઉપરાંત વધારે વરસાદવાળા પ્રદેશોમાં પણ જો જમીનની નિતાર શક્તિ સારી હોય તો ઉગાડી શક્ય છે. આંબલીના ફળ ધુમ્મસ સાથે ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે ઠંડીમાં પાકતાં નથી, તેમને હૂંફાળું વાતાવરણ જ માફક આવે છે.

જમીન

ખાટી આંબલીના પાકને સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં ગોરાડુ, ક્ષારવાળી કોઈપણ પ્રકારની જમીન અનુકૂળ આવે છે ખાસ કરીને ગુજરાતમાં સૂકા વિસ્તાર જેવા કે બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ વિસ્તાર જ્યાં વરસાદ નહિવત અથવા અનિયમિત અને જૂજ પ્રમાણમાં પડે છે અને ત્યાંની જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઓછી છે ત્યાં પણ ખાટી આંબલીની ખેતી સફળતાપૂર્વક કરી શકાય છે.

સંવર્ધન

આંબલીના પાકમાં સામાન્ય રીતે બીજથી સંવર્ધન થાય છે. કલમ દ્વારા કલમી રોપા તૈયાર કરી શકાય છે. સૂકા પ્રદેશ માટે નૂતન કલમ પદ્ધતિ અપનાવવામાં આવે છે.

આ પદ્ધતિમાં એક વર્ષની ઉંમરના આંબલીના રોપા પર જ્યારે નવી ફૂટ ફૂટે ત્યારે પહેલાંથી તૈયાર કરેલ પસંદગીની જાતની ડાળીની કલમ દેશી છોડ પર કરવામાં આવે છે. આંબલીમાં ઉનાળાની ઋતુ દરમિયાન જ્યારે નવી ફૂટ જોવા મળે છે ત્યારે નૂતન કલમ કરવાથી સારી સફળતા મળે છે.

આ પણ વાંચો : Moong Cultivation : આ રીતે કરો મગની ખેતી મળશે બમ્પર ઉત્પાદન

રોપણી

આંબલીનું વૃક્ષ ખૂબ જ વિશાળ કદ ધારણ કરે છે તેથી તે 10 અથવા 12 મીટરના અંતરે  તેના છોડ રોપવામાં આવે છે. આ માટે ઉનાળાની ઋતુ દરમિયાન 1મીટર ઊંડા ખાડા તૈયાર કરવામાં આવે છે. આ ખાડામાં ચોમાસાની શરૂઆતમાં માટીમાં 50 કિલો સારૂ કોહવાયેલું છાણીયું ખાતર ભરવામાં આવે છે. જૂન-જુલાઈ માસ દરમિયાન સારો વરસાદ થતાં આંબલીના છોડની રોપણી કરવામાં આવે છે.

આંબલી ધીમે વૃદ્ધિ પામતું વૃક્ષ છે, તેને 10 મીટર જગ્યા ઢાંકતા લગભગ 15 વર્ષ જેટલો સમય લાગે છે. આવા સંજોગોમાં ચોમાસા દરમિયાન લીલો પડવાશ અથવા યોગ્ય શાકભાજીના પાકો શરૂઆતનાં વર્ષોમાં ખર્ચનું વળતર મેળવવા લઈ શકાય છે. આંતર પાકની પસંદગી જે તે પ્રદેશના હવામાન પર આધારિત હોય છે.

ખાતર

આંબલી કઠોળ વર્ગનો પાક હોવાથી તેને નાઈટ્રોજનયુક્ત ખાતરની જરૂરિયાત હોતી નથી, પરંતુ છોડના થડ આસપાસ ખરતાં પાંદડા હોવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. અને છોડને ખૂબ જ ફાયદો થાય છે. છોડની રોપણી વખતે ખાડા દીઠ 200 ગ્રામ ડી.એ.પી. આપવું ફાયદાકારક હોય છે.

પિયત

આંબલીના છોડને સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં શરૂઆતનાં વર્ષોમાં પિયત આપવું જરૂરી છે. છોડની ઉંમર બે વર્ષ ઉપર થયા બાદ ઉનાળા દરમિયાન પાકને પિયત આપવાની કાળજી લેવી જરૂરી છે.

ફળ આવવાની પ્રક્રિયા

આંબલીમાં ફૂલો આવવાની પ્રક્રિયા મે-જૂન મહિના દરમિયાન થાય છે અને ફળો ફેબ્રુઆરી-માર્ચ મહિના દરમિયાન ઉતરે છે. બીજમાંથી તૈયાર કરેલ વૃક્ષ 13-14 વર્ષની ઉંમરે ફળ આવવાનું શરૂ કરે છે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ ઝાડનું કદ અને ઉંમર વધે છે તેમ તેમ તેની ઉત્પાદક્તા વધે છે અને 65 વર્ષ કરતાં વધારે વર્ષો સુધી સતત ઉત્પાદન આપે છે.

આ પણ વાંચો : લવન્ડરની ખેતી કરવા માટે સરકારે બનાવી નવી યોજના, થશે લાખોની કમાણી

ઉત્પાદન

પૂર્ણ વિકસીત વૃક્ષ વાર્ષિક 200-250 કિલો આંબલીના પાકનું ઉત્પાદન આપે છે.

માવજત

આંબલીની વીણી પછી ફળોને તડકામાં સૂકવવામાં આવે છે અને તેની બહારનું કઠણ કવચ દૂર કરવામાં આવે છે ત્યારબાદ આ ફળ બજારમાં મૂકવામાં આવે છે.

રોગ

આંબલીના વૃક્ષને કેટલીક જાતના સડાની અસર જોવા મળે છે, જેવા કે સેપ રોટ, બદામી સેપ સેટ, વ્હાઇટ રોટ વગેરે, ઘણીજાતના કીટકો જેવા કે, બીટલ, ઈયળ વગેરે છોડના વિવિધ અંગો અને ફળને નુકસાન કરે છે.

આ પણ વાંચો : Watermelon : સૌને પ્રિય એવા તરબૂચની ખેતી કરો 3થી 4 મહિનામાં મળશે સારો પાક

આ પણ વાંચો : ભીંડાની ખેતી માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ જુઓ, થશે સારૂ ઉત્પાદન

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More