Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કપાસની ઓર્ગેનિક ખેતી કરીને મેળવો મબલખ ઉત્પાદન

ભારતના રેશાવાળા પાકોમાં કપાસનું આગવું સ્થાન છે અને તેને રોકડિયો પાક કહેવાય છે, મહત્વની વાત છે કે કપાસના રેશામાંથી કાપડ બનાવવામાં આવે છે. આપણે સામાન્ય ભાષામાં કપાસના રેશાને રૂ કહીએ છીએ. અને રૂમાંથી કપાસીયા અલગ કરી તેનું તેલ મેળવ્યા બાદ જે બચે તેને ખોળ કહેવાય છે અને આ ખોળ દુધાળા પશુઓને ખવડાવામાં આવે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Organic Cotton Farming
Organic Cotton Farming

કપાસના રેશામાંથી કાપડ બનાવવામાં આવે છે. આપણે સામાન્ય ભાષામાં કપાસના રેશાને રૂ કહીએ છીએ. અને રૂમાંથી કપાસીયા અલગ કરી તેનું તેલ મેળવ્યા બાદ જે બચે તેને ખોળ કહેવાય છે અને આ ખોળ દુધાળા પશુઓને ખવડાવામાં આવે છે.

મહત્વની વાત છે કે લોકોને રાસાયણિક ખેતીની ખરાબ અસરોની જાણ થઈ ગઈ છે અને તેઓ સજીવ રીતે ઉત્પાદિત ઉત્પાદનો અપનાવી રહ્યા છે. ભારતમાં દેશી, નરમ અને બીટી કપાસની જૈવિક ખેતીનું મહત્વ સતત વધી રહ્યું છે. કપાસની ઓર્ગેનિક ખેતી તેનું રૂ, ખોળ અને તેલ ધરાવતા ઉત્પાદનોનું મહત્વ વધારે છે. લાંબા રેસાવાળા કપાસને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેની લંબાઈ 5 સેમી, મધ્યમ રેશા કપાસ જે 3.5 થી 5 સેમી લંબાઈ હોય અને ટૂંકા રેશા જે 3.5 સેમી હોય છે.

હવામાન અને જમીન Organic Farming

કપાસના છોડ માટે 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 30 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાનની જરૂર છે, ચાંપવા બેસતા સમયે સ્પષ્ટ હવામાન, મજબૂત અને તેજસ્વી સૂર્યપ્રકાશ હોવો જોઈએ. આનાથી રૂને ચમક મળે છે અને ડોડવા સંપૂર્ણ રીતે ખીલે છે. કપાસની જૈવિક ખેતી માટે ઓછામાં ઓછો 60 સેમી વરસાદ જરૂરી છે.

કપાસની સજીવ ખેતી માટે, જમીનમાં પાણી ધારણ અને ડ્રેનેજ ક્ષમતા હોવી જોઈએ, જે વિસ્તારોમાં ઓછો વરસાદ હોય ત્યાં પડતર જમીનમાં કપાસની ખેતી કરવામાં આવે છે. જમીનનું pH મૂલ્ય 5.5 થી 6.0 હોવું જોઈએ. આ ઉપરાંત 8.5 pH મૂલ્ય સુધીની જમીનમાં પણ કપાસની ખેતી કરી શકાય છે.

વાવણીનો સમય અને પદ્ધતિ

કપાસનું વાવેતર વર્ષમાં બે વખત થાય છે, વરસાદ પહેલા સૂકા ખેતરમાં અને વરસાદ પછી વાવણી કરવી જોઈએ. વરસાદ પહેલા થતાં વાવેતરને ઓરવી વાવેતર કહેવામાં આવે છે. તેમાં ચોમાસાના 7-8 દિવસ પહેલા સૂકા ખેતરમાં વાવણી કરવામાં આવે છે. અથવા સિંચાઈના પાણીથી પહેલા ઓરવણું કરવામાં આવે છે ત્યાર બાદ કપાસનું વાવેતર થાય છે.

બીજની માત્રા વાવણી તેની વિવિધતા પર આધાર રાખે છે. સંકર કપાસનું 450-500 ગ્રામ બિયારણ એક એકર જમીન માટે પૂરતું છે. દેશી કપાસની વાવણી માટે 5-6 કિલો બિયારણની જરૂર પડે છે.

આ પણ વાંચો : કુદરતી રેસા આપતુ વૃક્ષ સીબા પેન્ટેન્ડ્રા (કપોક, સફેદ શીમળો)

જૈવિક ખાતરો

કપાસની જૈવિક ખેતી માટે, વાવણીના 15 દિવસ પહેલા ખેતરમાં 30 થી 40 ટન ગાયનું છાણ અથવા 25થી 30 ટન પ્રતિ હેક્ટર વર્મી કમ્પોસ્ટ નાખવુ જોઈએ. ઉપરાંત, 500 કિલો ઘંજીવામૃત છાંટ્યા પછી, ખેતરમાં સારી રીતે ખેડાણ કરો અને પાટ ચલાવીને ખેતરને સમતળ કરો. જૈવિક ખાતરોમાં રાઈઝોબિયમ, પીએસબી, પોટાશ અને ઝીંક દ્રાવ્ય બેક્ટેરીયલ કલ્ચરનો ઉપયોગ વાવણી પહેલા બીજની માવજત કરતી વખતે કરવો જોઈએ.

જમીનની માવજત

કપાસની જૈવિક ખેતી માટે જમીનની માવજત ખૂબ જ જરૂરી છે, જમીનની માવજત માટે 2.5 થી 3 કિગ્રા પ્રતિ હેક્ટર ટ્રાઈકોડર્મા વિરીડી 150 થી 200 કિગ્રા વર્મી કમ્પોસ્ટ અથવા ગાયના છાણ સાથે ભેળવી અને તેને જાડા પોલિથીન સીટથી ઢાંકીને 10-12 દિવસ માટે છાંયડામાં રાખવો જોઈએ. 3થી 4 દિવસ પછી તેને ફરીથી મિક્સ કરીને ઢાંકી દો, ત્યારબાદ વાવણી પહેલાં  છેલ્લા ખેડાણ સમયે, તેને ખેતરમાં સમાનરૂપે ફેલાવી દો.

આ પણ વાંચો : રીંગણના પાકના મુખ્ય રોગોની ઓળખ અને નિવારણ માટેના યોગ્ય પગલાં

બીજજન્ય રોગોને રોકો

બીજજન્ય રોગોને રોકવા માટે ટ્રાઇકોડર્મા બીજની સારવાર કરો, આનાથી ફૂગના કારણે થતા રોગોથી છુટકારો મળશે જેમ કે મૂળ સડો, સડો, ભીનાશ પડવી, સળગી જવું વગેરે જેવી સમસ્યાઓ નહીં થાય.  

ઉલ્લેખનીય છે કે કપાસના ઓર્ગેનિક પાકમાં સલ્ફર ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ માટે, ફૂલો આવે તે પહેલાં, સેન્દ્રિય દ્રાવ્ય સલ્ફરનું 2 ટકા દ્રાવણ પાક પર છાંટવામાં આવે છે. અને 7 દિવસના અંતરે તેમાં 2 વાર છંટકાવ કરો. આ રીતે, તમે પ્રવાહી જૈવિક ખાતરનો ઉપયોગ કરીને કપાસની જૈવિક ખેતી કરી શકો છો.

ઓર્ગેનિક કપાસની ઉપજ સતત વધી

વર્ષ 2020-21માં 8,10,934 મેટ્રિક ટન ઓર્ગેનિક કપાસનું ઉત્પાદન થયું હતુ, જ્યારે તેની સરખામણીમાં 2019-20 દરમિયાન 3,35,712 મેટ્રિક ટન ઓર્ગેનિક કપાસ અને 2018-19માં 3,12,876 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. આ દર્શાવે છે કે ઓર્ગેનિક કપાસની ઉપજ સતત વધી રહી છે.

આ પણ વાંચો : લવન્ડરની ખેતી કરવા માટે સરકારે બનાવી નવી યોજના, થશે લાખોની કમાણી

આ પણ વાંચો : રોજ સવારે ખાલી પેટ કરો ફણગાવેલા મગનું સેવન

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More