ભારતમાં સોયાબીનનું ઉત્પાદન દર વર્ષે એવરેજ 90 થી 110લાખ ટન થાય છે. ચાલુ વર્ષે દેશમાં સોયાબીનનું ઉત્પાદન 104.55લાખ ટન થયું છે જે ગયા વર્ષે 93.06 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. ભારતમાં સૌથી વધુ સોયાબીનનું ઉત્પાદન મધ્યપ્રદેશ ત્યારબાદ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં થાય છે. પાંચમા ક્રમે હવે ગુજરાત આવી ગયું છે.
ગુજરાતમાં સોયાબીનનું વાવેતર તારીખ 9મી ઓગસ્ટ સુધીમાં 2,23,474 હેકટરમાં થયું છે જે ગયા વર્ષે આ સમયે 1,47,176 હેકટરમાં થયું હતું. આમ સોયાબીનના વાવેતર 50.82 ટકાનો વધારો થયો છે. આગળ જતા વાવેતરના આંકડા આવશે તેમા વઘુ વધારો પણ આવી શકે છે. ગુજરાતના ખેડૂતો સોયાબીનના વાવેતર તરફ વઘુને વધુ જઈ રહ્યા છે,ત્યારે સોયાબીનની બજાર વિશે પૂરેપૂરી માહિતી મેળવી જેથી સોયાબીન ભાવ ક્યારે સારા મળે? સોયાબીનની ખરીદી કોણ કરે? સોયાબીનના સારા ભાવ મેળવવા માટે ક્યાં સુધી રાહ જોવી? આ તમામ બાબતોની માહિતી મેળવી શકે છે.
પશુઆહારી માર્કેટથી થાય છે નક્કી
સોયાબીનમાં 71 ટકા ખોળ અને માત્ર 18થી 19 ટકા જ તેલ નીકળતુ હોઈ સોયાબીનની માર્કેટ હમેશ પશુઆહારની માર્કેટ પરથી નક્કી થતી હોય છે. સોયાબીનના ખોળના ભાવ અત્યારે આગાઉ ક્યારેય ન જોયા હોઈ તેટલા ઊંચા ચાલી રહ્યા છે.સોયાખોળનો ભાવ પ્રતિ ટન 10,000 રૂપિયાની ઉપર ચાલી રહ્યો છે કારણ કે સોયાબીનની ભારે અછત પ્રવર્તે છે અને સોયાબીન વાયદામાં સટોડિયાઓ ભેગા મળીને રાત-દિવસ ભાવ ઊંચકાવી રહ્યા હોઇ સોયાબીનના ભાવ સતત વધી રહ્યા છે.
ભારતમાં સોયાબીનનું ઉત્પાદન દર વર્ષે એવરેજ 90 થી 110લાખ ટન થાય છે. ચાલુ વર્ષે દેશમાં સોયાબીનનું ઉત્પાદન 104.55લાખ ટન થયું છે જે ગયા વર્ષે 93.06 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. ભારતમાં સૌથી વધુ સોયાબીનનું ઉત્પાદન મધ્યપ્રદેશ ત્યારબાદ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં થાય છે. પાંચમા ક્રમે હવે ગુજરાત આવી ગયું છે. મધ્યપ્રદેશ સોયાબીનનું સૌથી મોટું ઉત્પાદક હોઇ ઇંદોરની માર્કેટ સોયાબીનના ભાવ નક્કી કરવા માટેનું મુખ્ય કેન્દ્ર છે. મહારાષ્ટ્રમાં સાંગલી, કોલ્હાપુર વિગેરે સેન્ટરોના
સોયાબીનના ભાવ આખા દેશની બજાર નક્કી કરવામાં લેવાય છે. સોયાબીનના વાવેતરની સ્થિતિ દેશમાં 9મીં ઑગસ્ટ સુઘીમાં વિવિધ રાજ્યોમાં સોયાબીનના વાવેતરની સ્થિતિ આ પ્રમાણ છે.
મધ્યપ્રદેશમાં 52.20 લાખ હેકટરમાં વાવેતર થયું છે જે ગયા વર્ષે આ સમયે 57.09 લાખ હેકટરમાં થયું હતું. મહારાષ્ટ્રમાં સોયાબીનનું વાવેતર 44.74 લાખ હેકટરમાં જે ગયા વર્ષે આ સમયે 41.97 લાખ હેકટરમાં થયું હતું. રાજસ્થાનમાં 10.31 લાખ હેકટરમાં થયા છે જે ગયા વર્ષે 10.46 હેકટરમાં થયું હતું. કર્ણાટકમાં 3.82 હેકટરમાં જે ગયા વર્ષે 3.29 લાખ હેકટરમાં થયું હતું. આમ, સૌથી મોટા ઉત્પાદક મધ્યપ્રદેશમાં સોયાબીનનું વાવેતર ઘટયું છે તેના પછી રાજસ્થાનમાં પણ સોયાબીનનું વાવેતર ઘટયું છે તેની સામે મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં સોયાબીનનું વાવેતર વધ્યું છે.
સમગ્ર દેશમાં સોયાબીનનું વાવેતર
કુલ વાવેતર 116.33 લાખ હેકટરમાં થયું છે જે ગયા વર્ષે આ સમયે 118.75 લાખ હેકટરમાં થયું હતું.
વિશ્વમાં સોયાબીનનું ઉત્પાદન
વિશ્વમાં સોયાબીનનું સૌથી મોટું ઉત્પાદન બ્રાઝિલમાં થાય છે, બે વર્ષ પહેલા સૌથી મોટું ઉત્પાદન અમેરિકામાં થતું હતું પણ હવે બ્રાઝિલે પ્રથમ નંબર હાંસલ કર્યો છે. બ્રાઝિલમાં સોયાબીનનું ઉત્પાદન ચાલુ વર્ષે 1370 લાખ ટન એટલે કે ભારત કરતા 13 ગણું વધારે ઉત્પાદન થયુ છે. બીજા ક્રમે આવતા અમેરિકામાં ચાલુ વર્ષે 1180 લાખ ટન, ત્રીજા ક્રમે આવતાં ચાલુ વર્ષમાંઆર્જેન્ટિનામાં 460 લાખ ટન અને ચોથા ક્રમે આવતાં ચીનમાં 196 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે.
કયુ દેશમા ક્યારે પાકે છે પાક
બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં સોયાબીનનું વાવેતર ઓકટોબર-નવેમ્બરમાં થાય છે અને નવો પાક ફેબ્રુઆરી-માર્ચમાં બજારમાં આવે છે જ્યારે અમેરિકા-ચીનમાં એપ્રિલ-મેમાં વાવેતર થાય છે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં નવો પાક બજારમાં આવે છે. ભારતમાં આપણે સૌ જાણીએ છે કે જુન-જુલાઇમાં વાવેતર થાય છે અને ઓકટોબર- નવેમ્બરમાં નવો પાક બજારમાં આવે છે. આ પાંચ દેશો ઉપરાંત સોયાબીનનું મોટું ઉત્પાદન કરતા દેશમાં પેરૂગ્વે, ઉરૂગ્વે, રશિયા, યુક્રેન, દક્ષિણ આફ્રિકા વિગેરે દેશોનો સમાવેશ થાય છે.
Share your comments