Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન,પરંતુ આ રોગ કરી રહ્યો છે પરેશાન

ખેડૂતો દ્વારા આ વખતે જુવારની ખેતી મોટા ભાગે કરવામાં આવી છે, જેના કારણે જુવારનું બમ્પર ઉત્પાદન થવાની ધારણ છે, પરંતુ ગુજરતા સહિત ઘણા રાજ્યોમાં ખેડૂતોને જુવારના પાક ગ્રે મોલ્ડ રોગના પ્રકોપથી પ્રભાવિત થયા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ખેડૂતો દ્વારા આ વખતે જુવારની ખેતી મોટા ભાગે કરવામાં આવી છે, જેના કારણે જુવારનું બમ્પર ઉત્પાદન થવાની ધારણ છે, પરંતુ ગુજરતા સહિત ઘણા રાજ્યોમાં ખેડૂતોને જુવારના પાક ગ્રે મોલ્ડ રોગના પ્રકોપથી પ્રભાવિત થયા છે. આ રોગના કારણ  અનાજ બગડે છે અને ઉપજમાં ઘટાડો થાય છે તેમજ ગુણવત્તામાં પણ ઘટાડો જોવા મળે છે. તેથી કરીને નિષ્ણાતો દ્વારા આ રોગથી પાકને બચાવવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

ધાન્ય પાકોનું મોટા પાચે વાવેતર

આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોએ જુવાર, બાજરી, રાગી, નાની બાજરી અને મકાઈ જેવા ધાન્ય પાકોનું મોટાપાયે વાવેતર કર્યું છે, જેના કારણે 6 લાખ હેક્ટર વિસ્તારમાં વધુ વાવણી થઈ છે. ગત વખતે 186.07 લાખ હેક્ટરમાં અનાજ પાકનું વાવેતર થયું હતું જ્યારે આ વખતે 192.55 લાખ હેક્ટર વિસ્તારમાં અનાજ પાકનું વાવેતર થયું છે.

ધાન્ય પાકોમાં જુવારના વિસ્તારમાં આશરે 2 લાખ હેક્ટરનો વધારો થયો છે, જેના કારણે ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે. ખરીફ સિઝનમાં 16.13 લાખ હેક્ટરમાં જુવારનું વાવેતર થયું છે, જે ગયા વર્ષના 14.29 લાખ હેક્ટર વિસ્તાર કરતાં વધુ છે. જ્યારે કેન્દ્રએ જુવારના MSPમાં પણ વધારો કર્યો છે. જુવારની હાઇબ્રિડ વિવિધતા માટે એમએસપી 3371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જ્યારે માલદાંડી જાતના જુવારનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 3421 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

ગ્રે મોલ્ડ રોગની ઓળખ

આ બધાની વચ્ચે ઘણા રાજ્યોમાં જુવારના પાકમાં ગ્રે મોલ્ડ રોગ જોવા મળ્યો છે. કૃષિ વિભાગના વિસ્તરણ અને તાલીમ બ્યુરોએ ખેડૂતોને જણાવ્યું છે કે આ ગ્રે મોલ્ડ રોગ જુવારની હાઇબ્રિડ અને વહેલી પાકતી જાતોમાં જોવા મળે છે. પ્રારંભિક સમયગાળામાં, આ રોગ સફેદ રંગની ફૂગના બુટ્ટીઓ પર દેખાય છે. આ કારણે જુવારના કાનમાં બનેલા દાણા કદરૂપી બની જાય છે અને તેનો રંગ આછો ગુલાબી કે કાળો થઈ જાય છે. ફૂગના કારણે આ અનાજ હળવા અને બરડ બની જાય છે અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ જાય છે.

જુવારમાં ગ્રે મોલ્ડ ટાળવા માટે આ દવાનો છંટકાવ કરો

કૃષિ વિભાગના વિસ્તરણ અને તાલીમ બ્યુરોના જણાવ્યા મુજબ, જુવારના પાકને ગ્રે મોલ્ડ રોગથી બચાવવા માટે, ખેડૂતોએ 700 થી 800 લિટર પાણીમાં ઓગાળીને 2 કિલો પ્રતિ હેક્ટરના દરે મેન્કોઝેબ 75% WP નો છંટકાવ કરવો જોઈએ.

સ્ટેમ બોરર કેટરપિલર સામે રક્ષણ કરવાની રીત

ગ્રે મોલ્ડ રોગ ઉપરાંત, ખેડૂતોને તેમના પાકને સ્ટેમ બોરર કેટરપિલરથી બચાવવા માટે પણ સલાહ આપવામાં આવી છે. આ જંતુની પુખ્ત માદા માખી પાંદડાની નીચેની સપાટી પર 10 થી 80 ગુચ્છોમાં ઇંડા મૂકે છે, જેમાંથી જંતુઓ 4 થી 5 દિવસમાં બહાર આવે છે અને પાંદડા અને દાંડીમાં જગ્યા બનાવે છે, જેના કારણે દાંડીમાં છિદ્રો બને છે. અને પાંદડાં અને છોડ મરી જાય છે. તેથી કરીને ખેડૂતોને એક હેક્ટર માટે લગભગ 8 થી 10 કિલોગ્રામ જંતુનાશકનો ઉપયોગ કરવું જોઈએ.

આ પણ વાંચો:તમે પણ તો નથી ખરીદી રહ્યા ને નકલી ડીએપી, જો દેખાયે આ લક્ષણો તો સમજી જજો નકલી છે ખાતર

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More