Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખાતરમાં ‘ખાતર’થી રહો સાવધાન : આ છે શુદ્ધતા તપાસવાની અત્યંત સરળ પદ્ધતિઓ

KJ Staff
KJ Staff

કૃષિ ક્ષેત્રે ખાતરની ગુણવત્તાના અસરકારક અમલીકરણ માટે રાજય સરકારે ફર્ટિલાઇઝર ઇંસ્પેક્ટર દ્વારા તૈયાર કરાયેલા ખાતરના નમૂનાઓ ચકાસવા માટે ફર્ટિલાઇઝર કંટ્રોલ લૅબોરૅટરીઝની સ્થાપના કરી છે. જો કે કેટલાક ગુણાત્મક પરીક્ષણો કેન્દ્રીય ખાતર ગુણવત્તા નિયંત્રણ અને પ્રશિક્ષણ સંસ્થાન (સેંટ્રલ ફર્ટિલાઇઝર ક્વૉલિટી કંટ્રોલ એંડ ટ્રેનિંગ ઇંસ્ટીટ્યૂટ-CFQCTI), ફરીદાબાદ દ્વારા વિકસાવવામાં આવ્યા છે જે ખેડૂતોને આ બાબતની માહિતી મેળવવામાં મદદ કરે છે કે ખાતર અસલી છે કે ભેળસેળિયું છે ?

સીએફક્યૂસીટીઆઈ દ્વારા વિકસાવવામાં આવેલા આ પરીક્ષણો અત્યંત સરળ છે અને તે માત્ર એટલું જ સુચવે છે કે ઉત્પાદન વાસ્તવિક છે કે ભેળસેળયુકત છે ? પરંતુ આ પરીક્ષણો દ્વારા ખાતરમાં રહેલા પોષક તત્વોની માત્રા જાણી શકાશે નહીં અને તેના વડે કાયદાની અદાલતમાં અપરાધીને કાર્યવાહી તરફ દોરી શકાશે નહી. જોકે તે ખેડૂતને ડીલર્સ અથવા શંકાસ્પદ સામગ્રીથી સાવચેત રહેવાની ચેતવણી આપી શકે છે. દેશમાં ૧૯પ૭માં ફર્ટિલાઇઝર (કંટ્રોલ) ઑર્ડર પ્રથમ વખત અમલમાં આવ્યો હતો. સરકાર માને છે કે આ આદેશ દેશના તમામ ખેડૂતોને ગુણવત્તાયુકત ખાતર મેળવવાની ખાતરી આપે છે.

ખાતર યોગ્ય ગુણવત્તામાં ખેડૂતો સુધી પહોંચે, તે સુનિશ્ચિત કરવા માટે આવા એક ઉદ્યોગના ક્ષેત્રના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. ઉત્પાદનની ગુણવત્તા તપાસવા માટે રૅંડમ નમૂનાઓ લેવામાં આવે છે. આ નમૂનાઓ ખાતરની ગુણવત્તા તપાસ માટે રૅંડમ નમૂનાઓ લેવામાં આવે છે. આ નમૂનાઓ ખાતરની ગુણવત્તાની તપાસ કરવા નિયમિત ધોરણે વિવિધ સ્ટોરેજ પૉઇંટ/ વૅરહાઉસિસ તેમજ કંપનીના ડીલરો પાસેથી લેવામાં આવે છે. આવા નમૂનાઓની વિશ્લેષણાત્મક અહેવાલો નિયમિત ધોરણે સમીક્ષા કરવામાં આવે છે.

જયારે ખેડૂતો અથવા અન્ય વ્યકિતઓ પાસેથી ખાતરની ભેળસેળ વિશે ફરિયાદ પ્રાપ્ત થાય છે, ત્યારે યોગ્ય અધિકૃત અમલીકરણ એજંસી આરોપીઓ વિરુદ્ધ શોધ અને જપ્તીની કાનૂની પ્રક્રિયા દ્વારા નમૂનાઓ લે છે અને પંચનામાની યોગ્ય ચકાસણી પછી બે સાક્ષીની હાજરીમાં જપ્તીની પ્રક્રિયા હાથ ધરે છે. આવશ્યક કૉમોડિટીઝ એકટ અથવા ફર્ટિલાઇઝર કંટ્રોલ ઑર્ડર ૧૯૮પ અથવા વિશ્લેષણ માટે ફૉરેંસિક લૅબોરૅટરીઝમાં અધિકૃત પ્રયોગશાળાઓને સીલ કરેલ કવર અથવા કંટેનરમાં નમૂનાઓ મોકલવામાં આવે છે.

રાસાયણિક ખાતર આ ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતું સૈાથી મોંઘુ ઇનપુટ છે. વધુ પડતા ખાતરના વપરાશ તથા મોંઘા ખાતરની લાલચમાં ઘણા લેભાગુ તત્વો દ્વારા નકલી અને ભેળસેળયુકત ખાતરોને બજારમાં લાવવાનો પ્રયાસ કરાય છે. તેની સીધી માઠી અસર ખેડૂતોને તેમજ પાક ઉત્પાદન પર થાય છે. સરકાર નકલી અને ભેળસેળયુકત ખાતરોની સમસ્યા દૂર કરવા માટે પ્રતિબધ્ધ છે, પરંતુ ખેડૂતો જે રીતે બિયારણની શુદ્ધતા, દૂધની શુદ્ધતા કોઠાસૂઝથી જાણી લે છે, તે જ રીતે ખાતરની શુદ્ધતાના ઉપાયો જાણવા ખૂબ જરૂરી છે.

મોટાભાગે ખેડૂતો રાસાયણિક ખાતરમાં યૂરિયા, ડીએપી, એસ.એસ.પી., એમ.ઓ.પી., ઝિંક સલ્ફેટ વગેરેનો ઉપયોગ કરે છે. રાસાયણિક ખાતરોની ખરીદી સમયે ખેડૂતો તથા વેપારીઓએ સરળ પદ્ધતિઓનું પાલન કરી સૈાપ્રથમ ખાતરોની શુદ્ધતાની ખાતરી કરવી જોઇએ. જો પ્રથમ કિસ્સામાં ખાતર નકલી મળી આવે, તો નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા જિલ્લા કૃષિ અધિકારીને આ અંગે જાણ કરવી જોઇએ.

ખાતરના ગ્રેડના રાષ્ટ્રીય ધોરણો :

બધા ખાતરના લેબલ્સમાં ત્રણ બોલ્ડ નંબરો આપેલા હોય છે.

પ્રથમ નંબર એ નાઇટ્રોજન (N)નું પ્રમાણ દર્શાવે છે.

બીજો નંબર ફૉસ્ફેટ (P2O5)નું પ્રમાણ દર્શાવે છે અને

ત્રીજો નંબર એ પોટાશ (K2O)ની માત્રા દર્શાવે છે.

આ ત્રણ નંબરો પ્રાથમિક પોષક તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આ લેબલો ખાતરના ગ્રેડ તરીકે ઓળખાય છે કે જે રાષ્ટ્રીય ધોરણો છે.

ઉદાહરણ : ખાતરની કોઈ એક થેલી પર 10-10-10 ગ્રેડ આપેલા હોય, તો તેમાં 10 ટકા નાઇટ્રોજન, 10 ટકા ફૉસ્ફોરસ અને 10 ટકા પોટેશિયમ તત્વો રહેલા છે.

નાઇટ્રોજન (એન) – ફૉસ્ફોરસ (પી)- પોટેશિયમ (કે), ફર્ટિલાઇઝર ગ્રેડ મિશ્રણ બનાવવા માટે બે અથવા વધુ પોષક સ્ત્રોતોને એક સાથે મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. તેથી જ તેઓને “મિશ્ર ખાતર” કહેવામાં આવે છે. મિશ્રણોમાં એકથી વધુ રંગના કણો હોય છે. ઉત્પાદકો ઘણા પ્રકારના છોડ માટે વિવિધ ગ્રેડનું ઉત્પાદન કરે છે.

તમે જે ખાતર ખરીદી રહ્યા છો, તેમાં પ્રાથમિક પોષક તત્વોમાં નાઇટ્રોજન સ્ત્રોત પૈકી એમોનિયમ નાઇટ્રેટ (33.5-0-0). યૂરીયા નાઇટ્રોજન (46-0-0), સોડિયમ નાઇટ્રેટ (16-0-0) અને પ્રવાહી નાઇટ્રોજન (30-0-0)નો સમાવેશ થાય છે. ફૉસ્ફોરસ 0-046-0 અને પોટાશ 0-0-60 અથવા 0-0-50 તરીકે ઉત્પાદન કરવામાં આવે છે.

ખાતરમાં ભેળસેળની ઝડપી ચકાસણી પદ્ધતિઓ :

ફર્ટિલાઇઝર યૂરિયાની ઝડપી ચકાસણી પદ્ધતિ :

શ્વેત, ચમકતા, આકારમાં ગોળ આકાર ધરાવે છે.

પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જવું અને ઓગળેલને સ્પર્શ કરતી વખતે ઠંડુ લાગવું.

ગરમ પ્લેટ પર રાખવામાં આવે, ત્યારે ઓગળવું.

ફર્ટિલાઇઝર (ડાઈ) ડીએપીની ઝડપી ચકાસણી પદ્ધતિ

હાર્ડ, ગ્રેન્યુલર, બ્રાઉન, કાળો રંગ અને સરળતાથી નખ દ્વારા તોડી શકાતું નથી.

જો ડીએપીના કેટલાક ગ્રેન્યુલો ચૂનાથી ગળી જાય છે, તો તે તીવ્ર ગંધ છોડે છે કે જે અસહ્ય છે.

જો તે ગરમ પ્લેટ પર ધીમે -ધીમે ગરમ કરવામાં આવે, તો દાણા ફૂલી જાય છે.

સુપર ફૉસ્ફેટની ઝડપી ચકાસણી પદ્ધતિ :

આ ખાતર કઠણ,  ભૂરા અથવા કાળા રંગનું છે કે જે નખ દ્વારા ચેક કરવું મુશ્કેલ છે. આ પાઉડર સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે. ડીએપી અને એપી ખાતરો સાથે આ દાણાદાર ખાતરની ભેળસેળ થવાની શક્યતા ઘણી વધારે છે.

ટેસ્ટઃ જો આ ખાતર ગરમ કરવામાં આવે, તો તેમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. આ રીતે તે સરળતાથી શોધી શકાય છે.

મ્યૂરેટ ઑફ પોટાશ (એમઓપી)ની ઝડપી ચકાસણી પદ્ધતિ :
સફેદ કણો જેવા મીઠા અને લાલ મરચાનું મિશ્રણ

જો ભેજવાળું હોય, તો તે એક-બીજાને ચોંટી જાય છે.

જો પાણીમાં ભેળવવામાં આવે, તો લાલ રંગ પાણીની ઉપલી સપાટી પર તરતુ રહે છે.

રાસાયણિક ખાતરોને ઓળખવાની સરળ પદ્ધતિઓ :
(1) ખાતરનું સ્વરૂપ બાહ્ય દેખાવથી જોઈને

(2)ખાતરને ઘસવું (હાથથી મસળીને)
(3) બળવુ (બર્નિંગ)
(4) ગંધ
(5) દ્રાવ્યતા
(6) સ્વાદ

 ખાતરનું સ્વરૂપ બાહ્ય દેખાવથી જોઇએ :

સૌપ્રથમ જ્યારે ખાતર ખરીદી કરતી વખતે બૅગ ફાટેલ છે કે નહીં, ડબલ બૅગ પૅકીંગ, પૅકેજિંગ પર ટ્રેડમાર્ક, ઉત્પાદન લાયસંસ નંબર, નોંધણી નંબર, કુલ પોષકતત્વોનું પ્રમાણ, ઉત્પાદનનો મહીનો અને વર્ષ તથા ઉત્પાદનનું નામ તથા સરનામું જાણવુ ખૂબ જ જરૂરી છે. ત્યાર બાદ ખાતરના દાણાની સાઇઝ એક સરખી છે કે નહીં ? કોઈ મોટા ગઠ્ઠો કે પાવડર સ્વરૂપમાં છે કે કેમ ? એ તપાસવું જોઇએ. જો રાસાયણિક ખાતરનું સ્વરૂપ દાણાદાર, પાવડર વગેરે સ્વરૂપમાં હોય, તો તે સ્વરૂપ એક સરખુ હોવું જોઇએ.

ઘસવુ (હાથથી મસળીને):-
હાથથી ખાતરને ઘસવાથી જો ચિકાસવાળુ જણાય, તો તે ખાતર ઉત્તમ છે, તેમ કહી શકાય તથા ખાતરનાં કણ સ્ફટિકમય પ્રકારનાં દેખાય, તો ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર ગણી શકાય.
નિમ્ન કક્ષાના ખાતરમાં કાળો ઝાંખો કલર જોવા મળે છે તથા તેમાં કોઈ સ્ફટિક જોવા મળતું નથી.

બળવું (બર્નિંગ પદ્ધતિ):-

ઉચ્ચ કક્ષાના ખાતર જોવા માટે ચપટી ખાતરને અગ્નિ દ્વારા બાળતા જો તેમાં એકદમ ઘટ પીળાશ પડતી જ્યોત જોવા મળે અને એમોનિયાની સુગંધ આવે, તો તેમાં નાઇટ્રોજન અને પોટેશિયમ પૂરતા પ્રમાણમાં છે, એવું કહી શકાય છે.

સુગંધઃ

સામાન્ય રીતે ખાતરમાં કોઈ પણ પ્રકારની ગંધ જોવા મળતી નથી. જો ખાતરમાં ગંધ આવે તો તેમાં કોઈ ભેળસેળ હોય, તેવું કહી શકાય.

(5) દ્રાવ્યતાઃ-

યૂરિયા અને પોટેશિયમ જેવા ખાતરને પાણીમાં ઓગાળતા સંપૂર્ણ દ્રવ્ય થઈ જાય, તો સમજવું કે તે ખાતર સારું છે, પરંતુ ખાતરને ઓગાળતા જો કોઈ અવશેષ જોવા મળે, તો ભેળસેળયુક્ત ખાતર ગણી શકાય. જેમ કે ડીએપી જેવા દાણાદાર ખાતરોમાં રેતી પર કોટિંગ કરી ભેળસેળ કરવામાં આવતી હોય છે કે જે પાણીમાં ઓગાળતા નીચે રેતી માલૂમ પડે, તો તે ખાતર ભેળસેળયુક્ત કહી શકાય.

(6) સ્વાદઃ-

પોટેશિયમ ક્લોરાઇડ અથવા પોટેશિયમ સલ્ફેટ જેવા ખાતરો ક્ષારયુક્ત હોય છે. તેનો જીભ પર સ્વાદ જોતા ખારાશ અનુભવાય છે. જો ખાતરમાં ખારાશ ન હોય, તો ખાતર અપ્રામાણિક છે, તેમ કહી શકાય છે.

મુખ્ય ખાતરોની ઓળખવાની વિવિધ પદ્ધતિઓઃ-

યૂરિયાઃ-

- આ ખાતર સફેદ, ચમકતું, દાણાદાર અને એક સરખા આકારમાં ગોળ હોય છે.
- પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે, જ્યારે દ્રાવણમાં હાથ લગાડતા ઠંડક અનુભવાય છે.

 ડાયએમોનિયમ ફૉસ્ફેટ (DAP):-

આ ખાતર કઠણ, દાણાદાર, બ્રાઉન અથવા કાળા રંગનું હોય છે અને તેને સરળતાથી નખ દ્વારા તોડી શકાતુ નથી.

આ ખાતરને ચૂના સાથે રગદોળવાથી તે તીવ્ર ગંધ છોડે છે કે જે અસહ્ય હોય છે.

આ ખાતરને પ્લેટ પર ગરમ કરવાથી દાણા ફૂલી જાય છે.

સિંગલ સુપર ફૉસ્ફેટ (SSP):-

- આ ખાતરના ગુણધર્મો પણ ડીએપી ખાતર જેવા જ હોય છે.

- આ ખાતર પાઉડર સ્વરૂપમાં પણ જોવા મળે છે. ડીએપી તથા એનપી જેવા ખાતર સાથે ભેળસેળ થવાની શક્યતા જોવા મળે છે.

-આ ખાતરને ગરમ કરવાથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. (ફૂલતુ નથી)

મ્યૂરેટ ઑફ પોટાશ (MOP):-

આ ખાતરમાં સફેદ તથા લાલ કલરનાં ચળકતા સ્ફટિક જોવા મળે છે.

વધુ પડતો ભેજ મળે તો ખાતરનો ગઠ્ઠો જોવા મળે છે.

પાણીમાં ઓગળી જાય છે અને લાલાશ પડતો કલર પાણીની ઉપરની સપાટીએ જોવા મળે છે.

જસતોઃ-

ઝિંક સલ્ફેટમાં મોટાભાગે મૅગ્નેશિયમ સલ્ફેટની ભેળસેળ કરવામાં આવે છે. એક સરખા દેખાવને લીધે નરી આંખે અલગ પાડવું ખૂબ જ મુશ્કેલ છે.

10 ટકા સોડિયમ હાઇડ્રૉક્સાઇડને 1 ટકા ઝિંક સલ્ફેટનાં દ્રાવણ સાથે મિક્સ કરવામાં આવે, તો ઘટ્ટ અને ગાઢ પ્રવાહી બને છે. આવી પ્રક્રિયા મૅગ્નેશિયમ સલ્ફેટ ખાતર સાથે બનતી નથી.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More