ઘણીવાર જીરૂનો પાક જીવાતરોગને કારણે નિષ્ફળ જતા હોય છે. વિકાસલક્ષી પાક હોવાથી દવાના અવશેષોની હાજરી નિકાસ ક્ષમતા ઘટાડે છે. જેથી નિકાસમાં વધારા માટે દવાના અવશેષનું મુક્ત કે નહિવત અવશેષવાળું ઉત્પાદન મેળવવા માટે જીવાત અને રોગોનું અસરકારક અને વૈજ્ઞાનિક રીતે નિયંત્રણ કરવું ખૂબ જ આવશ્યક છે.
જીરૂના પાકમાં આવતી જીવાતો
- હાલની પરિસ્થિતી પ્રમાણે મસાલાનાં પાકમાં જીવાતના ઉપદ્રવથી ૫ થી ટકા સુધી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
- જીરૂમા મુખ્યત્વેમોલોમશી, થ્રીપ્સ અને લાલ કથીરી જેવી જીવાતો જોવા મળે છે.
- આ જીવાતો છોડના કોઈપણ ભાગમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે.
- ચૂસિયા પ્રકારની જીવાતો (મોલો, થ્રિપ્સ, તડતડીયાં, રાતી કથીરી, ચૂસિયા બગ, સફેદમાખી).
- વાવણી સમયસર કરવી. મોડી કરવાથી જીવાતનો ઉપદ્રવ વધે છે.
નિયંત્રણ
- ખેતરની ચોખ્ખાઈ રાખવી.
- પીળા ચીકણા પીંજરનો ઉપયોગ કરવો.
- મોલાના દુશ્મન કીટકો કુદરતી રીતે મોલાને નિયંત્રણમાં રાખતા હોય છે. આથી જયારે આ ઉપયોગી પરભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે ઝેરી દવાઓના છંટકાવ ટાળવો જોઈએ અને વનસ્પતિજન્ય દવાઓ જેવી કે નીમ ઓઈલ પ% અથવા લીમડાના મીંજના દ્રાવણ પ%નો છંટકાવ કરવો જોઈએ.
- પરભક્ષી કથીરી, ક્રાયસોપા, લેડીબર્ડ બીટલ અને સીરફીડ માખીએ રાતી કથીરીનું કુદરતી રીતે નિયંત્રણ કરતા હોય છે. મોલોના નિયંત્રણ માટે ડાયમિથોએટ ૦.૦૩% અથવા ઈમીડાકલોપ્રીડ ૦.૦૦૬% દવાનો અસરકારક પુરવાર થયેલ છે.
- જીરૂમાં થ્રીપ્સના નિયંત્રણ માટે થાયામેથોકઝામ ૭૦ ડબલ્યુએસ દવા ૪.ર ગ્રામ/ કિ.ગ્રા. બીજ અથવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રામ/ કિ.ગ્રા. બીજને પટ આપી વાવણી કરવી અને મિથાઈલ-ઓ-ડીમેટોન ૦.૦૫% અથવા ટ્રાયજોફોસ ૦.૦૫% અથવા એસીફેટ ૦.૦૫% પૈકી કોઈપણ એક દવાના ૧૫ દિવસનાં અંતરે બે છંટકાવ કરવા.
- લાલ કથીરીના નિયંત્રણ માટે ડાયઝોફોલ (૧૫મિ. લિ./૧૦ લી)નો છંટકાવ કરવો.
- કાપણીથી ૧૦ થી ૧૫ દિવસ પહેલાં વધુ સમય માટે અસર ધરાવતી જંતુનાશક દવાઓ ન છાંટવી.
માહિતી સ્ત્રોત - મુકેશ ટાંક કૃષિ નિષ્ણાત કિસાન કોલ સેન્ટર અમદાવાદ
Share your comments