ખેડૂતો દ્વારા ઋતુના પ્રમાણે જુદા-જુદા પાકોના વાવેતર કરવામાં આવે છે. ખેડૂતોને કોઈ પણ પાકની વાવણીથી પહેલા જમીનની ભેજથી લઈને બિયારણની પસંદગી અને માવજત વગેરા કરવી હોય છે. ખેડૂતો જે પાકનુ વાવેતર કરે છે તેમા સમયના સાથે જુદા-જુદા પ્રકારના ખેતકાર્યો કરવાના રહે છે. આજે અમે આમારા ખેડૂત ભાઈઓને નેવમ્બર માસમાં જીરૂ, દિવેલા અને તુવેરમાં કરવામાં આવતા ખેતકાર્યોની વૈજ્ઞાનિક માહિતી આપીશુ,
ખેડૂતો દ્વારા ઋતુના પ્રમાણે જુદા-જુદા પાકોના વાવેતર કરવામાં આવે છે. ખેડૂતોને કોઈ પણ પાકની વાવણીથી પહેલા જમીનની ભેજથી લઈને બિયારણની પસંદગી અને માવજત વગેરા કરવી હોય છે. ખેડૂતો જે પાકનુ વાવેતર કરે છે તેમા સમયના સાથે જુદા-જુદા પ્રકારના ખેતકાર્યો કરવાના રહે છે. આજે અમે આમારા ખેડૂત ભાઈઓને નેવમ્બર માસમાં જીરૂ, દિવેલા અને તુવેરમાં કરવામાં આવતા ખેતકાર્યોની વૈજ્ઞાનિક માહિતી આપીશુ.
જીરૂ
- જીરૂનું વાવેતર નવેમ્બરના પહેલા અઠવાડિયામાં કરવું.
- જીરૂમાં ટપક પદ્ધતિ અપનાવો તેમજ 30-15-24 ના.- ફો.-પો./હે. આપો.
- વાવતેર માટે ગુજરાત જીરૂ-2, 3 અને 4 અથવા એમ.સી. – 43 જાતો પૈકી એક જાતની વાવણી કરવી.
- બીજનો દર 12 થી 16 કિ.ગ્રા./હે. રાખવો અને વાવેતર વખતે 43 કિ.ગ્રા. ડી.એ.પી. અને 20 કિ.ગ્રા. યુરીયા આપવું.
- બીજને 8 કલાક પાણીમાં પલાળી છાયામાં સુકવી 1 કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ થાયરામનો પટ આપવો.
- જીરુમાં થ્રીપ્સના નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના 60 ગ્રામ જીવાત દેખાય ત્યારે છંટકાવ કરવો.
આ પણ વાંચો, શ્રીલંકામાં નેનો યુરિયાની અછત, ભારત સપ્લાય કર્યુ 100 ટન યુરિયા
દિવેલા
- ઉપદ્રવ શરુઆતમાં ઓછો હોય ત્યારે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (5 ટકા અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા 20 મિ.લિ. (1 ઇસી) થી 40 મિ.લિ. (0.15 ઇસી) અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- રસ ચૂસતી જીવાતો જેવી કે તડતડીયાં અને થ્રિપ્સ તેમજ પાનકોરિયાના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ જેવી કે ડાયમિથોએટ 30 ઈસી 1 મિ.લિ. અથવા એસીફેટ 75 ડબ્લયુપી 7 ગ્રામ અથવા પ્રોફેનોફોસ + સાયપરમેથ્રિન 44 ઇસી 10 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- દિવેલામાં આંતર પાક તરીકે ચણા લઈ શકાય.
તુવેર
- લીલી ઈયળ તથા શીંગ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે કવિનાલફોસ ૨૦ મિ.લી. અથવા સ્પીનોસાડ 2 મિ.લી. અથવા થાયોડીકાર્બ 10 ગ્રામ અથવા ફ્લુબેન્ડીયામાઇડ 2 મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 1.5 મિ.લી. અથવા ઈમામેકટીન બેન્ઝોએટ 2 ગ્રામ. 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
- બિનપિયત પાકમાં કવિનાલફોસ 1.5 ટકા ભૂકી રૂપ દવા હેકટરે 25 કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.
Share your comments