Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડુંગળી અને શેરડીમાં ઓક્ટોબર માસમાં થવા વાળી ખેતી કાર્યોની વૈજ્ઞાનિક માહિતી

આજે અમે પોતાના ખેડૂત ભાઈઓને સમયસર શેરડી અને ડુંગળી પાકમાં કરવામાં આવતી ખેતકામના કાર્યોની માહિતી આપીશુ, જેમ કે ખેડૂત ભાઈઓ તમને ખબર છે કે પાકને વાવયા પછી તેમા જુદા-જુદા સમય પર જુદા-જુદા કાર્યો કરવામાં આવે છે. જેથી પાકની ગુણવત્તામાં વધારો થાય અન વધુ ઉતારો મળી શકે.

Amansinh Jadeja
Amansinh Jadeja

આજે અમે પોતાના ખેડૂત ભાઈઓને સમયસર શેરડી અને ડુંગળી પાકમાં કરવામાં આવતી ખેતકામના કાર્યોની માહિતી આપીશુ, જેમ કે ખેડૂત ભાઈઓ તમને ખબર છે કે પાકને વાવયા પછી તેમા જુદા-જુદા સમય પર જુદા-જુદા કાર્યો કરવામાં આવે છે. જેથી પાકની ગુણવત્તામાં વધારો થાય અન વધુ ઉતારો મળી શકે. 

આજે અમે પોતાના ખેડૂત ભાઈઓને સમયસર શેરડી અને ડુંગળી પાકમાં કરવામાં આવતી ખેતકામના કાર્યોની માહિતી આપીશુ, જેમ કે ખેડૂત ભાઈઓ તમને ખબર છે કે પાકને વાવયા પછી તેમા જુદા-જુદા સમય પર જુદા-જુદા કાર્યો કરવામાં આવે છે. જેથી પાકની ગુણવત્તામાં વધારો થાય અન વધુ ઉતારો મળી શકે. એવા જ બે પાક શેરડી અને ડુંગળીમાં ઓક્ટોબરમાં થવા વાળા ખેતકામની માહિતી નીચે વિસ્તારપૂર્વક લખેલી છે. જેમ કે તમને ખબર છે કે તે બન્ને પાક રવિ પાક છે એટલે આજે અમે તમને નીચે આપેલી માહિતીમાં બીજની પંસદગી વિશે પણ બતાવીશુ.

ડુંગળીના પાક થવા વાળી ખેતકાર્યોની માહિતી

  • રવિ ઋતુમાં લાલ ડુંગળી માટે પૂસા રેડ, જી.જે.આર.ઓ. –11 તેમજ સફેદ ડુંગળી માટે ગુજરાત સફેદ ડુંગળી-1, જી.જે.ડબ્લ્યુ.ઓ.-3 ઉપરાંત નાસિક-53, જુનાગઢ લોકલ (પીળીપતી)નું વાવેતર કરવું.
  • ડુંગળી કંદના ઉત્પાદન માટે હેકટર દીઠ 37.5 કિલોગ્રામ નાઈટ્રોજનને 37.5 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે 81 કિલો ડી.એ.પી. અને 50 કિલોગ્રામ યુરીયા અથવા 115 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર ફેર રોપણી કરતી વખતે પાયાના ખાતર તરીકે આપવું.
  • ડુંગળી બીજના ઉત્પાદન માટે પાકનું વાવેતર 15 ઓકટોબરથી 15 નવેમ્બર સુધીના સમયગાળામાં કરવું.
  • ડુંગળી બીજ ઉત્પાદન માટે હેકટર દીઠ 37.5 કિલોગ્રામ નાઈટ્રોજન, 75 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે 16.3 કિલોગ્રામ ડી.એ.પી. અને 18 કિલોગ્રામ યુરીયા, ડુંગળીના કંદ રોપણી વખતે પાયાના ખાતર તરીકે આપવું.

શેરડીના પાક માટે ખેતકાર્યોની માહિતી

  • રોગ-જીવાત મુક્ત 8 થી 10 માસના પાકમાંથી બીજની પસંદગી કરવી.
  • શેરડીના 2-3 આંખ વાળા ટુકડા પસંદ કરી એમીશાન અને મેલાથીયોનના દ્રાવણમાં 5 થી 10 મિનીટ બોળી રાખવા.
  • સૌરાષ્ટ્રની આબોહવાકીય વિસ્તારમાં શેરડીની જાત કો.એન.05071 (ગુજરાત શેરડી-5) તેમજ દક્ષીતઓણ ગુજરાત માટે શેરડી કો. એન.13072 નું વાવેતર કરવું.
  • શેરડીની રોપણી પહેલાં હેક્ટર દીઠ 37.5 કિલોગ્રામ નાઈટ્રોજન, 125 કિલોગ્રામ ફોસ્ફરસ અને 125 કિલોગ્રામ પોટાશ તત્વ એટલે કે 781 કિલોગ્રામ સુપર ફોસ્ફેટ, 81 કિલોગ્રામ યુરીયા અને 120 કિલોગ્રામ મયુરેટ ઓફ પોટાશ ખાતર ચાસમાં આપવું.
  • શેરડીમાં આંતરપાક તરીકે ચણા, લસણ અથવા ડુંગળીનું વાવેતર કરવું.
  • શેરડીમાં જૈવિક ખાતરો એસીટોબેકટર પીએસબી અને કે.એમ.બી.નું કલ્ચર 300 મિલીને 300 લીટર પાણીમાં મિશ્ર કરી 30 મિનીટ દ્રાવણમાં કટકાને પલાળી વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત -આણંદ કૃષિ યુનિવર્સિટી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More