Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઉનાળુ મગની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

મગએ સૌથી અગત્યનો કઠોળ વર્ગનો પાક છે. રાજયમાં મગનું વાવેતર ૧.૫ થી ૨.૦ લાખ હેકટરમાં થાય છે અને સરેરાશ ઉત્પાદન ૫૦૦ થી ૭૦૦ કીલો/હેકટરે જેટલુ છે. વર્ષ ૨૦૧૫-૧૬ ઉનાળુ મગનું વાવતેર દક્ષીણ ગુજરાત, ઉતર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર માં કુલ ૩૩,૬૦૦ (૭૭ %) હેકટરમાં વાવેતર કરવામાં આવેલુ હતું. મગ એકલા પાક કે આંતરપાક તરીકે ખૂબ અનુકૂળ કઠોળ પાક છે. ટુંકાગાળામાં પાકતો હોવાથી ઘનિષ્ટ પાક પદ્ધતિમાં તેનું ખૂબ જ મહત્વ રહેલું છે. પુરતા પ્રમાણમાં પિયતની વ્યવસ્થા હોય ત્યાં બહુલક્ષીયપાક પદ્ધતિમાં મગના પાકને અગ્રિમતા આપવામાં આવે છે.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

મગએ સૌથી અગત્યનો કઠોળ વર્ગનો પાક છે. રાજયમાં મગનું વાવેતર ૧.૫ થી ૨.૦ લાખ હેકટરમાં થાય છે અને સરેરાશ ઉત્પાદન ૫૦૦ થી ૭૦૦ કીલો/હેકટરે જેટલુ છે. વર્ષ ૨૦૧૫-૧૬ ઉનાળુ મગનું વાવતેર દક્ષીણ ગુજરાત, ઉતર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર માં કુલ ૩૩,૬૦૦ (૭૭ %) હેકટરમાં વાવેતર કરવામાં આવેલુ હતું. મગ એકલા પાક કે આંતરપાક તરીકે ખૂબ અનુકૂળ કઠોળ પાક છે. ટુંકાગાળામાં પાકતો હોવાથી ઘનિષ્ટ પાક પદ્ધતિમાં તેનું ખૂબ જ મહત્વ રહેલું છે. પુરતા પ્રમાણમાં પિયતની વ્યવસ્થા હોય ત્યાં બહુલક્ષીયપાક પદ્ધતિમાં મગના પાકને અગ્રિમતા આપવામાં આવે છે.

ઉનાળુ મગની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
ઉનાળુ મગની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

ઉનાળુ મગ માં વધુ ઉત્પાદન લેવા માટે યાદ રાખવાના થતા ચાવીરૂપ મુદાઓ

·         જમીનની તૈયારી 

·         વાવણી સમય

·         વાવણી અંતર

·         બીજ દર અને જાત

·         બીજ માવજત

·         જૈવિક ખાતર

·         રાસાયણિક ખાતર

·         નિંદામણ અને આંતર ખેડ

·         પિયત

·         પાક સંરક્ષણ

·         કાપણી

·         ઉત્પાદન

જમીનની તૈયારી 

ગોરાડું જમીન,મધ્યમ કાળી તેમજ જે જમીનમાં સેન્દ્રિય તત્વ વધારે હોય તેવી જમીન મગના પાક માટે પસંદ કરવી. રેતાળ અને પી.એચ. આંક વધારે હોય તેવી અને જે જમીનમાં ગંઠવા ક્રુમિ (નેરેટોડસ) નો રોગ હોય તે જમીનમાં ઉનાળુ મગનો પાક સારો થતો નથી. ચોમાસુ પાકની કાપણી કરી લીધાબાદ જમીનમાં હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલ છાણિયું ખાતર નાંખવાથી જમીનની ફળદ્રૂપતા અને ભેજ સંગ્રહણ શકિતમાં વધારો થાય છે.

વાવણી સમય

૨૫ – ફેબ્રુઆરીથી ૨૫ માર્ચ સુધીના સમયગાળા દરમ્યાન વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મળે છે.

વાવણી અંતર

બે ચાસ વચ્ચે ૩૦ સે.મી અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખવું (૧૦ દિવસે પારવણી કરવી અને ખાલા પૂરવા)

બીજ દર અને  જાત

એક હેકટર જમીનમાં વાવણીયાથી વાવેતર કરવા માટે ૧૫ થી ૨૦ કિલોગ્રામ બીજ પ્રતિ હેકટર અને પૂંખીને વાવણી કરવા માટે ૨૦ થી ૨૫ કિલોગ્રામ પ્રતિ હેકટર બીજની વાવણી કરવી. ઉનાળુ ૠતુમાં મગનાં વાવેતરમાં ખાસ કરીને ગુજરાત મગ-૩ અને ગુજરાત મગ-૪ ની ભલામણ કરેલ છે.

બીજ માવજત 

ફૂગનાશક દવા થાયરમ/બાવીસ્ટીનનો ૧.૫ થી ૩ ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજને પટ આપવ.

જૈવિકા ખાતર(રાઈઝોબિયમ)

વધુ ઉત્પાદન મેળવવા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી બીજને રાઈઝોબિયમ કલ્ચરની માવજત આપવી. ( ૨૦૦ થી ૨૫૦ ગ્રામ જી.એમ.બી.એસ.-૧ પ્રતિ ૮ થી ૧૦ કિલો બીજ પ્રમાણે પટ આપવો.)

રાસાયણીક ખાતર

મગના પાકને ૨૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૪૦  કિલોગ્રામ ફોસ્ફરસ ચાસમાં ઓરીને આપવું. સલ્ફરની ઊણપ હોય તેવી જમીનમાં ૨૦ કિલોગ્રામ સલ્ફર આપવું.

નિંદણ નિયંત્રણ અને આંતર ખેડ

મગ ટૂંકા ગાળાનો પાક હોવાથી નિંદણ મુકત રાખવાથી સારું ઉત્પાદન મળે છે. છોડની વ્રુધ્દ્રિ અને વિકાસ માટે પાકને પ્રથમ ૩૦ દિવસ સુધી બિલકુલ નિંદણ મુકત રાખવું જરૂરી છે. પાક અવસ્થા દરમ્યાન બે નિંદામણ અને બે આંતર ખેડ કરવાની ભલામણ છે. અથવા મગની વાવણી બાદ અને પાક ઊગતા પહેલાં ૧.૫ કિલો પેન્ડીમીથાલીન પ્રતિ હેકટર ૫૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાની ભલામણ છે.

પિયત

ઉનાળુ વાવેતરમાં પ્રથમ પિયત ૨૦ દિવસે અને ત્યારબાદ જમીનની પ્રત મુજબ ૪ થી ૫ પિયત ૧૦ થી ૧૨ દિવસનાં અંતરે આપવા. ફુલ તથા શીંગોમાં દાણા ભરાવવાની અવસ્થાએ પાણીની ખેંચ પડવા દેવી નહી.

પાક સંરક્ષણ : 

જીવાત :

આ પાકમાં ફૂલ અવસ્થાની શરૂઆતનાં સમયે ચુસિયા પ્રકારની જીવાતો જેવીકે મોલોમશી, સફેદ માખી કે લીલા તડતડિયાનો ઉપદ્રવ જોવા મળે છે. આ માટે ડાઇમીથોએટ ૦.૦૩% અથવા ફોસ્ફામીડોન અથવા મિથાઈલ ઓ ડીમેટોન ૦.૦૪% પ્રમાણે પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો. ફોઝેલોન ૩૫ ઇ.સી. ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં મેળવી ૫૦ ટકા ફુલ અવસ્થાએ  છંટકાવ કરવો. ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરી નરફુદાંનો નાશ કરી વસ્તી ઘટાડી શકાય છે.

રોગ

મગ સહિત મોટાભાગના પાકમાં પચરંગીયો રોગ જોવા મળે છે જે વિષાણુથી થતો રોગ છે. જેને સફેદ માખી ફેલાવતી હોવાથી તેના નિયંત્રણ ડાયમિથોયેટ ૧૦ મી.લી., ટ્રાયઝોફોસ ૨૦ મી.લી., મિથાઇલ ઓ ડિમેટોન ૧૦ મી.લી. પૈકી કોઇપણ એક કીટનાશક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને જરૂરીયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી સફેદમાખીનું અસરકારક નિયંત્રણ જોવા મળે છે. આ ઉપરાંત ઘણીવાર ભૂકી છારો રોગ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ૦.૧૫% વેટેબલ ગંધક અથવા હેકઝાકોનાઝોલ ૦.૦૦૫ ટકા દ્રાવણને રોગની શરૂઆતથી ત્રણ છંટકાવ દર ૧૫ દિવસના અંતરે કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.

કાપણી

મગના પાકમાં છોડ પર મોટાભાગની શીંગો પાકીને અર્ધ સુકાયેલ જણાય ત્યારે સવારના સમયે એક્થી બે વીણી કરવી. છેલ્લી વીણીની જરૂર ના હોય તો પાકની કાપણી કરી શીંગોને ખેતરમાં જ પાથરા કરીને સૂકાવા દેવી. ત્યારબાદ બળદથી અથવા થ્રેસરથી દાણા છૂટા પાડવા. દાણા સાફ કરી ગ્રેડિંગ કરી જંતુરહિત કોથળા અથવા કોઠીઓમાં ભરવા. 

ઉત્પાદન

ઉનાળુ મગનું સરેરાશ ઉત્પાદન ૮૦૦થી ૧૦૦૦ કીલોગ્રામ/હેકટર જેટલું થાય છે.

આ પણ વાંચો: રવિ સિઝનમાં વરિયાળીની ખેતી કરી ખેડૂતો સારો નફો મેળવી શકે છે

Related Topics

#Mug #farming #Krishi jagran

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More