કોબીજ અને ફૂલકોબીએ બ્રાસીકા વર્ગના શાકભાજી પાકોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. કોબીજ અને ફૂલકોબીનો સૂપ, અથાણું અને સલાડ બનાવવામાં તેમજ રાંધીને ખાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. ગુજરાતમાં આ પાકોની ખેતી મુખ્યત્વે મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, આણંદ, ખેડા,વડોદરા અને ભરૂચ જીલ્લાઓમાં થાય છે. પ્રાંતિજ વિસ્તાર કોબીજ તથા ફૂલકોબી માટે પ્રખ્યાત છે.
ઉપયોગીતા
કોબીજના પાનમાં સારા એવા પ્રમાણમાં વિટામિન અને ક્ષારો હોય છે. કોબીજના પ્રોટીનની ગુણવત્તા, જૌવિક કિંમત અને પાચ્યતા વટાણામાં રહેલા પ્રોટીન જેવી જ હોય છે. કોબીજ અને ફૂલકોબીમાં પ્રોટીન, વિટામીન એ અને સી તેમજ અન્ય ક્ષારો પુરતા પ્રમાણમાં જોવા મળે છે. કોબીજ અને ફૂલકોબીમાં બીટાકેરોટીન, એસ્કોર્બિન એસિડ, રાઇબોફ્લેવિન, નિયાસિન અને થાઈમીનનું પ્રમાણ પણ હોય છે. કોબીજમાં ચાંદા અને કેન્સરને નિયંત્રણમાં રાખવાના ગુણો રહેલા છે.
આબોહવા
આ શીતકટિબંઘ વિસ્તારના પાકો છે. જેથી તેના જીવાનકાળ હરમ્યાન ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવેકો છે. કોબીજ અને ફૂલકોબીમાં પાકની વાનસ્પતિક વૃદ્ધિ માટે 25 ડિગ્રી સે, તાપમાન અને ફૂલ આવવાના માટે 15 થી 18 ડિગ્રી સે તાપમાન વધુ માફક ગણવામાં આવે છે. ફૂલકોબીનો પાક ઉષ્ણતાપમાન અને પ્રકાશ અવધિની બાબતે ખૂબ જ સંવેધનશીલ ગણાએ છે. ફૂલકોબીના છોડ ઉપર જ્યારે દડા બેઠે છે તે વખતે ખૂબ નીચું અથવા ખૂબ ઊંચું તાપમાન રહે તો દડાની ગુણવત્તા ઉપર માઠી અસર જોવા મળે છે તેમ જ તૈયાર થયેલ દડામાં કેટલીક દેહધાર્મિક વિકૃતિઓ જોવા મળે છે. મોડા વાવેતર માટેની જાતોને ઊંચુ તાપમાન અને લાંબા દિવસ જરૂરી છે, જ્યારે મોડી વવાતી જાતોમાં દડા બેસવાના સમય નીચું તાપમાન અને ટૂંકા દિવસોની જરૂરિયાત રહે છે.
જમીન
આ પાકોની સારી વૃદ્ધિ અને ઉત્પાદન માટે સારા નીતારવાળી, ફળદ્રુપ અને સેન્દ્રિય તત્વોથી ભરપૂર એવી ગોરાડું અથવા મધ્યમ કાળી જમીન માફક આવે છે. જમીન સાધારણ અમ્લીયથી મધ્યમ આમ્લતા અંક (6 થી 7 પી.એચ) ધરાવતી હોય તો આ પાક વધારે સારી રીતે લઇ શકાય છે. જે જમીનમાં વાવેતર કરવું હોય તો તેને પ્રથમ ઊંડી ખેડી 2 થી 3 વાર કરબથી ખેડ કરી છેવટે સમારથી સમતલ કરવી.
સુધરાયેલી જાતો
કોબીજ અને ફૂલકોબી માટે જાતોની પસંદગી વાવેતરનો સમય તથા સ્થળ વહેલી, મધ્યમ અને મોડી વાવતી જાતો મુજબ કરવામાં આવે છે. વહેલા વાવેતર માટેની જાતોનું વાવેતર મોડું કરવામાં આવે તો, ફૂલકોબીના છોડ ઉપર દડા ખૂબ નાના બેસે છે. અને મોડા વાવેતર માટેની જાતોનું જો વહેલું વાવેતર કરવામાં આવે, તો છોડની વાનસ્પતિ વૃદ્ધિ થયા કરે છે અને દડા ખૂબ નાના બેસે છે.
કોબીજની જાતો
જાતોના પ્રકાર |
રોપણી સમય |
સુધારેલી જાતો |
- |
ઓગસ્ટ અને સેપ્ટેમ્બર |
ગોલ્ડન એકર, અર્લી ડૂમ હેડ, કોપણ હેગન માર્કેટ અને પ્રાઈવેટ ઑફ ઇન્ડિયા |
મધ્યમ મોડી તૈયાર થતી જાતો(70 થી 80 દિવસ) |
ઓક્ટોબર અને નવેમ્બર |
ઓલ હેડ અર્લી અને વિસ્કોન્સીન ઓલગ્રીન |
મોડી તૈયાર થતી જાતો (90 થી 100 દિવસ) |
ડીસેમ્બર અને જાન્યુઆરી |
પુસા ડ્રમ હેડ, ટેનીસ બોલ હેડ |
ફૂલકોબીની જાતો
જાતોના પ્રકાર |
રોપણી સમય |
સુધારેલી જાતો |
વહેલી જાતો (60 થી 70 દિવસ ) |
જુલાઈ માસના બીજા પખવાડીયાથી ઓગસ્ટ સુધી |
અર્લી કુવારી, અર્લી માર્કેટ, પુસા અર્લી સિન્થેટીક, પુસા હાઈબ્રીડ-2, કાર્તિક ગૃપ, પુસા કાર્તિકી, પુસા દિપાલી |
મધ્યમ મોડી જાતો (70 થી 90 દિવસ) |
સપ્ટેમ્બર- ઓક્ટોબર |
ઈમ્પ્રુવ્ય અર્લી જાપાનીઝ, પુસા સિન્થેટીક, જાયન્ટ સ્નોબોલ |
મોડી જાતો (100 થી 120 દિવસ) |
નવેમ્બરના પ્રથમ અઠવાડિયા |
સ્નોબોલ 16, પુસા સ્નોબોલ- 1,2 |
નોંધ: એક હેક્ટર વિસ્તારમાં કોબીજ તથા ફૂલકોબીની ફેરરોપણી માટે 400 થી 500 ગ્રામ બીજની જરૂર પડે છે.
ધરું ઉછેર
સામાન્ય રીતે એક હેક્ટરના વાવેતર માટે 100 થી 150 ચો. મી વિસ્તારમાં ઘરૂવાડિયુ બનાવવું જરૂરી છે. ઘરૂવાડિયા માટે સારા નીતારવાળી ફળદ્રુપ પોચી અને ભરભરી જમીન પસંદ કરવાની રહેશે. તે પછી ઘરૂવાડિયામાં ગાદી ક્યારા બનાવવાથી પાણીનું નિયમન સારી રીતે કરી શકાય છે. ગાદી ક્યારાની લંબાઈ અનૂફૂળતા પ્રમાણે 3 થી 5 મીટર રાખવી અને પહોળાઈ 1 મીટર રાખવી, જ્યારે ઊંચાઈ 15 સે.મી. રાખવી. ગાદી ક્યારા ઉપર ખુરપીથી 10 સે.મી.ના અંતરે બીજ વાવવા, ચાસમાં ગાઢું બીજ વાવવાથી તંદરુસ્ત છોડ તૈયાર થતા નથી. ઉપરાંત આવા ગાઢા ઉગેલ છોડમાં ઘરૂંના મૃત્યુથી વધુ નુકસાન થાય છે. માટે બીજ હંમેશા આછુ વાવવું.બીજ વાવાતાં પહેલાં કોઈપણ કૂગનાશકનો પટ આપવો. બીજ વાવ્યા 5 છી ઝીણી મીટીથી ઢાંક્વા અને પ્રથમ પાણી ઝારાથી આપવું.નિયમિત પ્રમાણસર પાણી આપતાં રહેવું અને જરૂર મુજબ નીંદણ દૂર કરી ક્યારા ચોખ્ખા રાખવા. રોગ-જીવાતના ઉપદ્રવના ચિન્હો જણાય, કે તરત નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવો. ફેરરોપણી બપોર બાદ કરવાથી સખત તાપથી રોપને બચાવી શકાય છે. ફેરરોપણી કર્યા બાદ હળવું પિચત આપવું.
રોપણીનું સમય
આ પાકોનો ધરૂ ઉછેર બાદ ફેરરોપણી ઓગષ્ટ માસનાં અંત ભાગથી સપ્ટેમ્બર માસનાં પ્રથમ અઠવાડિયાથી શરૂ કરી ડિસેમ્બર-જાન્યુઆરી માસ સુધીમાં સમયાંતરે કરી સારા બજારભાવ અને વર્ષમાં એકમ વિસ્તારમાં એક કરતા વધારે પાક લઈ શકાય છે.
રોપણીમાં અંતર
વહેલી તેમજ મધ્યમ મોડી અને મોડી જાતોની પસંદગી અનુસાર જમીનનાં પ્રત અને ફળદ્રુપતાને ધ્યાને લઈને વહેલી પાકતી જાતોમાં બે લાઈન અને બે છોડ વચ્ચે 30 થી 45 સે.મી. અંતરે ફેરરોપણી કરી શકાય અને મધ્યમ મોડી તેમજ મોડી રોપણી કરવામાં આવતા કોબીજ અને કોલીફલાવરની ફેરરોપણી બે લાઈન વચ્ચે 45 છી 60 સે.મી. ના અંતરે અને બે છોડ વચ્ચે 30 થી 45 સે.મી, અંતર રાખીને કરવામાં આવે છે. સાકડા અંતરે રોપણી કરવાથી દડાનું કદ નાનું રહેતુ હોય, પરંતુ એકમ વિસ્તારમાં વધુ છોડની સંખ્યા અને વધુ ઉત્પાદન મળે છે.
ખાતર વ્યવસ્થાપન
સેન્દ્રિય ખાતર 15 થી 20 ટન પ્રતિ હેક્ટરે જમીન તૈયાર કરતાં પહેલાં આપવું. રાસાયણિક ખાતરના રૂપમાં 100-100-50 ના.ફો.પો. કિ, ગ્રા./ હેક્ટર ફેરરોપણીના 30 દિવસ પછી ખાતર દરેક છોડ ફરતે રીંગ તૈયાર કરી આપવું અને રીંગણમાં ખાતર આપ્યા પછી માટીથી ખાતર ઢાંકી ત્યારબાદ હળવું પિચત આપવું.
પિચત વ્યવસ્થાપન
જમીનની પ્રત તેમજ ઋતુ પ્રમાણે શિયાળામાં 10 થી 12 દિવસના અંતરે તેમજ દડા તથા ફલાવરની વિકાસ અવસ્થાને ખાસ પિચત આપવાની જરૂરિયાત રહે છે.
અન્ય ખેતીકાર્યો
આંતરખેડ અને નીંદણ નિયંત્રણ: પાકો છીછરા મૂળવાળા હોવાથી કરબડીથી હળવો 2 થી 3 આંતરખેડ કરવી. શરૂઆતના સમયમાં પાકને નીંદણમુક્ત રાખવો હિતાવહ છે. રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે પેન્ડીમીથાલીન 1 લિટર 500 લિટર પાણીમાં ફેરરોપણીના ત્રણ દિવસ પહેલાં જમીન ઉપર છંટકાવ કરી શકાય છે અથવા 30 થી 40 દિવસે એક વખત હાથ નીંદાણમાં કરવું.
મલ્ચીંગ (આચ્છાદન): આ પાકોમાં કાળા પ્લાસ્ટિકથી મલ્ચીંગ કરવાથી નીંદણનું નિયંત્રણ થાય છે અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
બલ્ન્ચિંગ: બ્લાન્ચિંગ ફૂલકોબીની અગત્યની માવજત છે, જેમાં દડાની ફરતેના પાંદડા એકત્ર કરી ટોયના ભાગે રબર રીંગ ચઢાવવામાં આવે છે. જેથી ફૂલકોબીના દડાને સૂર્યના તાપથી પીળા પડતા અટકાવી શકાય છે, તેમજ આકર્ષક દેખાવ જળવાઈ રહેતા બજારભાવ સારો મળે છે. જ્યારે ફૂલકોબીનો સંપૂર્ણ વિકાસ થયેલ માલૂમ પડે ત્યારેજ આ માવજત આપવામાં આવે છે, અને 4 થી 5 દિવસ સુધી હવાની અવરજવર રહે એ મુજબ પાંદડા રાખી મુકવાથી આ માવજતની સારી અસર માલૂમ પડેલ છે.
કાપણી
વહેલી પાકથી કોબીજની જાતોને 50 થી 60 દિવસ દડા પૂર્ણ વિકસિત થાય એટલે કે, દડો દબાવવાથી દાબે નહિ તેવા દડાને કાપણી કરી શકાય છે અને ફૂલકોબીની વહેલી પાકતી જાતોની કાપણી 60 થી 70 દિવસે કરી શકાય છે. મધ્યમ મોડીથી મોડી તૈયાર થતી જાતોમાં 110 થી 120 દિવસે ફલાવરના દડા કાપવા લાયત થાય છે.
ઉત્પાદન
કોબીજ અને ફૂલકોબીનું ઉત્પાદન રોપણીનો સમયગાળો તેમજ આબોહવાના પરિબળો ઉપર આધારિત હોય છે જો કે સારી માવજત આપવામાં આવે તો હેક્ટર સરેરાશ 20 થી 50 ટન ઉત્પાદન મળે છે.
પાકમાં દેખાતી મુખ્ય જીવાતોથી રક્ષણ
મોલો: લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ (પ ટકા અર્ક) અથવા લીંબોળીનું તેલ 30 મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક 20 મિ.લી (1 ઈસી) થી 40 મિ.લી (0.05 ઈસી) 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મોલોના નિયંત્રણ માટે થાયક્લોપ્રિડ 47 એસપી 5 મિ.લી અથવા પ્રોફેનોફોન 50 ઈસી 10 મિ. લી 10 લીટર પાણીમાં છોડ છિદ્રો પર પાનની નસો જ બાકી રહે છે અને છોડ ઝાંખરા જેવા દેખાયે છે. તેના પર નિયંત્રણ માટે ટામેટા આંતરપાક તરીકે કરવા. પિંજર પાક તરીકે રાયડાનું વાવેતર કરી શકાય. હેક્ટર દીટ 10 ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ (5 ટકા અર્ક) અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાઉડર 20 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ જીવાતના પરજીવી એપેન્ટેલીસ પ્લુટેલી કુદરતી રીતે નિયંત્રણ કરતા હોય છે. તેથી આવા પરજીવીની હાજરીમાં કીટનાશકનો છંટકાવ ટાળવો.
વધુ ઉપદ્રવ જણાય તો એમામેકિટન બેન્ઝોએટ 5 એસજી 5 ગ્રામ અથવા ફ્રીપ્રોનીલ 5 એસસી 20 મિ.લી અથવા કલોરપાયરીફોસ 20 ઈસી 20 મિ. લી 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
દડા કોરી ખાનાર ઈચળ (લીલી ઈચળ): તે કોબીજના દડાને કોરી ખાય છે. જ્યારે ફૂલકોબીના પાન અને ફૂલને નુકસાન પહોંચાડે છે, ત્યારે નુકસાન પામેલ દડા બજારમાં વેચવા યોગ્ય રહેતો નથી. તેથી પાકને બચાવવા માટે કોબીજની રોપણી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં કે પછી નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કરવી જોઈએ. રોપણી પછી એક અઠવાડિયે ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઢ 10 ની સંખ્યામાં ગોઠવવા. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીનો મીંજનો ભૂકો 500 ગ્રામ (5 ટકા અર્ક) અથવા બેસીલસ યુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાઉડર 20 ગ્રામ અથવા બ્યોવેરિયા બેસીયાના ફૂગનો પાઊડર 40 ગ્રામ અથવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો એમામેક્ટિન બેન્ઝોએટ 5 એસજી 5 ગ્રામ, ઈન્ડોક્ઝાકાર્બ 15.8 ઈ.સી 10 મિ.લી., પૈકી કોઈપણ એક કીટનાશકનો છંટકાવ કરવો.
પાકમાં દેખાતા રોગો તેમજ તેની સારવાર
જીવાણુઓથી થતો કાળો કોહવારો: આ રોગ બીજજન્ય જીવાણુથી થાય છે. ઘરૂ અવસ્થાને અને ખેતરમાં ફેરરોપણી બાદ પણ આ રોગ આવતો હોય છે. આ રોગના લક્ષણોમાં બીજમાંથી ઉગતા છોડના શરૂઆતના પાન પીળા પડી કાળા થઈ જાય છે. મુખ્ય લક્ષણોમાં પાનની ધાર ઉપર અંગ્રેજીના વી અક્ષરના આકારે પાક સુકાતા જોવા મળે છે. તેમજ નસો કાળી પડી મુખ્ય નસ તરફ સૂકાતું જાય છે. ધીમે ધીમે સમગ્ર છોડમાં ફેલાઈ તેઓ છોડના નાશ કરે છે.
નિયંત્રણ: તેના પર નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયકિલન (1 ગ્રામ/10 લિટર) ના દ્રાવણમાં 30 મિનિટ ડુબાડી બીજનું વાવેતર કરવું. રોગની શરૂઆત થાય ત્યારે સ્ટ્રેપ્ટોસાયકિલન 1 ગ્રામ +કોપર ઓક્સિકલોરાઈડ 50 વેપા 20 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ 15 દિવસના અંતરે કરવો.
પાનનાં ટપકાં: ફૂગથી થતા આ રોગમાં પાન ઉપર શરૂઆતમાં નાના પાણી પોયા ડાઘ પડે છે. આવા ડાધ મધ્યમાં સફેદ અને ધારથી કથ્થાઈ રંગના હોય છે. આ રોગને કારણે છોડની તેમજ પાનની વૃદ્ધિ અટકે છે. તેના પર નિયંત્રણ માટે કાર્બોન્ડાઝીમ 50 વેપા 5 ગ્રામ અથવા કોપર ઓક્ઝિકલોરાઈડ 50 વેપા 20 ગ્રામ અથવા મેન્કોઝેબ 15 વેપા 27 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી 15 દિવસના અંતરે બે છંટકાવ કરવા.
દેહઘાર્મિક વિકૃતિઓ
પટ્ટી/ચાબુક જેવા પાંદડા- સુક્ષ્મતત્વ મોલીબ્ડેનમનો ખામીને લીઘે થાય છે.
કથ્થાઈ ડાઘા- સુક્ષ્મતત્વ બોરોનની ખામીને લીધે થાય છે.
બટન કોલીફલાવર- વધુ પડતો નાઈટ્રોજનનો ઉપયોગ, ઘરૂં ખૂબ મોટું થયા બાદ વાવેતર, આબોહવામાં ફેરફાર કારણે થાય છે.
રુછાંદર કોલીફલાવર- આબોહવામાં ફેરફાર અને મોડી કાપણી અને મુખ્યત્વે કારણભૂત હય છે.
બ્લાઇન્ડ કોલીફ્લાવર- અગ્રકલિકાને થયેલ નુકસાનના લીધે થાય છે.
ટીપ બર્ન- પૂરતા પોષકતત્વોનો અભાવના કારણે થાય છે.
બોલ્ટીન્ગ- તાપમાનમાં ફેરફાર અને પિચતની અનિયમિતતા કારણભૂત છે.
સૌજન્ય:
શ્રી. સી. જે. જોષી, ડૉ પી.સી. જોષી અને ડૉ હિરેન એસ. પટેલ
બાગાયત વિભાગ, ચી.પ. કૃષિ મહાવિદ્યાલય, સદાંકૃચું, સરદારકૃષિ નગર- 375506
Share your comments