Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Purple Potato: ઓછા સમયમાં વધુ ઉપજ આપનાર બટાકાંની આ જાત છે ખેડૂતો માટે શ્રેષ્ઠ,સ્વાસ્થ્ય લાભના કારણે માર્કેટમાં વધી ડીમાંડ

બટાકાં એક એવો શાક છે જેના વગર દરેક શાક અપૂર્ણ છે. વગર બટાકાંને કોઈ પણ શાક રાંધવાનું અમે વિચારી પણ નથી શકતા, ફક્ત ભીંડાને છોડીને દરેક શાકમાં બટાકાં નાખીને જ તેને રાંધવામાં આવે છે. તેથી કરીને તેઓ બધાના મનગમતા શાક છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
જાંબુ જેવું દેખાતા બટાકાં
જાંબુ જેવું દેખાતા બટાકાં

બટાકાં એક એવો શાક છે જેના વગર દરેક શાક અપૂર્ણ છે. વગર બટાકાંને કોઈ પણ શાક રાંધવાનું અમે વિચારી પણ નથી શકતા, ફક્ત ભીંડાને છોડીને દરેક શાકમાં બટાકાં નાખીને જ તેને રાંધવામાં આવે છે. તેથી કરીને તેઓ બધાના મનગમતા શાક છે. પરંતુ શું તમે ક્યારે બ્લેકબેરી જેવા દેખાતા બટાકાં એટલે જાંબલી રંગના બટાકાં ક્યારે ખાધા છે કે પછી જોયું છે. જો નથી જોયું તો અમે તમને જણાવી દઈએ કે બજારમાં હવે જાંબલી રંગનું બટાકાં પણ આવી ગયા છે.

બટાકાંની આ જાતનું નામ કુફરી જામુનિયા છે. બટાકાંની આ જાત જાંબુ જેવી દેખાયે છે. તેથી કરીને તેનું નામ ફુકરી જામુનિયા પાડવામાં આવ્યું છે. ખેડૂત ભાઈયો જો તમે તમારી આવકમાં વધારો કરવા માંગો છો તો તમારે પણ બટાકાંની આ જાતનુ વાવેતર ચોક્કસ કરવું જોઈએ, કેમ કે જ્યારથી આ બટાકાં વિશે લોકોને ભાન થયું છે, ત્યારથી લોકો તેને ખરીદવા માટે ચોંટે મુકાયા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બટાકાંની આ જાત ફક્ત 90 દિવસમાં ઝડપથી તૈયાર થઈ જાય છે. તેને સિવાય તેની ઘણી વિવિઘતા પણ છે.

કુફરી જમુનીયાની વિશેષતા

જાંબુ જેવા દેખાતા બટાકાની આ જાત આઈસીએઆર સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા દ્વારા વિકસાવવામાં આવી છે. તે જ સમયે કુફરી જામુનિયા નામથી ઓળખાતી આ બટાકાંની જાતની ઉપજ ખેડૂતોએ ફક્ત 90 દિવસમાં મેળવી શકાય છે. ઉપરાંત તેની ઉપજની સંભાવના 320 થી 350 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. આ સિવાય આ વેરાયટીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

તેના વાવેતર માટે શું શું કરવું પડે?

બટાકાંના પ્રારંભિક પાકની વાવણી સ્પેટમ્બરના મધ્યથી શરૂ કરી શકાય છે. જો કે ઓક્ટોબર 25 સુધી ચાલશે. તે જ સમયે, સારી ઉપજ માટે, ખેડૂતોએ ડ્રેનેજ સાથે રેતાળ લોમ જમીન પસંદ કરવી જોઈએ. ત્યારબાદ ખેતરમાં બે થી ત્રણ વાર ઊંડી ખેડ કરીને જમીનનો ભૂકો કરવો જોઈએ. એક લાઇન અને બીજી 60 સેન્ટિમીટર વચ્ચેનું અંતર રાખો. તે જ સમયે, છોડ વચ્ચેનું અંતર 15 થી 20 સેન્ટિમીટર રાખવું જોઈએ. 1 એકરમાં 14 ક્વિન્ટલ શુદ્ધ બિયારણની જરૂર પડે છે. સારા ઉત્પાદન માટે ખેડૂતોએ વાવણી સમયે 70 કિલો નાઈટ્રોજન, 35 કિલો ફોસ્ફેટ અને 40 કિલો પોટાશનો ઉપયોગ કરવો જોઈએ.

કુફરી જામુનિયા બટાકાંના ફાયદા

જાંબલી રંગના આ બટાકામાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ તત્વો મોટી માત્રામાં જોવા મળે છે. આ એન્ટીઑકિસડન્ટ તત્વો વૃદ્ધત્વની પ્રક્રિયાને અટકાવે છે. આ બટાટા ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ રાહત મળે છે. આ બટેટા બ્લેકબેરી જેવું લાગે છે, પરંતુ જ્યારે ખાવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ બટેટા જેવો જ લાગે છે. તે જ સમયે, આ જાંબલી રંગના બટાકામાં એરોરૂટનું પ્રમાણ સામાન્ય બટાકાની તુલનામાં ખૂબ જ ઓછું છે, આ કારણોસર તેનો રંગ જાંબલી છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More