Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડાંગરની ખેતી સમૃધ્ધિ કેડીએ

ગુજરાત રાજ્યમાં ડાંગરનો વાવેતર વિસ્તાર ૭.૫ થી ૮ લાખ હેક્ટર છે. ડાંગરની “ શ્રી ” પધ્ધતિ(SRI) – સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સીફીકેશન પધ્ધતિનો ઉદભવ આફ્રિકાના માડાગાસ્કરમાં ફાધર હેન્રી ડી લોલેને ૧૯૮૩ માં કર્યો હતો. પરંતુ ૧૯૯૦ બાદ ચીન, ઇન્ડોનેશીયા, ભારત, ફીલીપાઇન્સ, શ્રીલંકા જેવા ૨૫ દેશોમાં આ પધ્ધતિનો ખુબ પ્રચાર પ્રસાર થયો હતો. આ પધ્ધતિમાં ઉત્પાદન ઘટકોનો (ઇનપુટ) લઘુત્તમ ઉપયોગ કરી કુદરતી સ્ત્રોતને બગડતા અટકાવી તેનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય તેની ખુબ કાળજી લેવામા આવે છે.

KJ Staff
KJ Staff
Paddy Cultivation
Paddy Cultivation

ગુજરાત રાજ્યમાં ડાંગરનો વાવેતર વિસ્તાર ૭.૫ થી ૮ લાખ હેક્ટર છે. ડાંગરની “ શ્રી ” પધ્ધતિ(SRI) – સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સીફીકેશન પધ્ધતિનો ઉદભવ આફ્રિકાના માડાગાસ્કરમાં ફાધર હેન્રી ડી લોલેને ૧૯૮૩ માં કર્યો હતો. પરંતુ ૧૯૯૦ બાદ ચીન, ઇન્ડોનેશીયા, ભારત, ફીલીપાઇન્સ, શ્રીલંકા જેવા ૨૫ દેશોમાં આ  પધ્ધતિનો ખુબ પ્રચાર પ્રસાર થયો હતો. આ પધ્ધતિમાં ઉત્પાદન ઘટકોનો (ઇનપુટ) લઘુત્તમ ઉપયોગ કરી કુદરતી સ્ત્રોતને બગડતા અટકાવી તેનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય તેની ખુબ કાળજી લેવામા આવે છે. જમીનની ઉત્પાદકતા જળવાય તે માટે રાસાયણિક ખાતરનો મર્યાદિત ઉપયોગ અને તેના વિકલ્પ તરીકે સેન્દ્રિય અને જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. તદ્પરાંત , ક્યારીમાં પાણી ન ભરતા માત્ર ભેજ જાળવવામાં આવે છે જેથી મિથેન ગેસનુ ઉત્પાદન ઘટાડી ગ્લોબલ વોર્મીંગની અસર ઘટાડી શકાય, આ પધ્ધતિ દ્વારા કુદરતી સંશાધનોનુ સંરક્ષણની સાથે ઉત્પાદનમાં ૭ – ૨૦ ટકા જેટલો વધારો થાય છે.

ડાંગરની “ શ્રી ”  પધ્ધતિનાં મહત્વના મુદ્દાઓ

  • ૮ – ૧૨ દિવસનાં ધરૂને માટીના આવરણ સાથે ઉપાડીને મૂળને નુકસાન કર્યા વગર રોપણી કરવી
  • એક જ ધરૂની સાવચેતીપુર્વક છીછરી ઊંડાઇએ જ રોપણી
  • વધુ અંતરે રોપણી કરવી ( ૨૫ સે.મી. X ૨૫ સે.મી. ).
  • જમીનમાં ફક્ત ભેજ જાળવવો (પાણીનુ નિયમન કરવુ ).
  • નિંદામણ કરવા માટે જાપાનીઝ પેડીવીડર/કોનોવીડરનો ઉપયોગ કરવો.
  • સેન્દ્રિય ખાતરનો મહત્તમ ઉપયોગ

ડાંગરની “ શ્રી ”  પધ્ધતિ(SRI) – સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સીફીકેશન

ડાંગરની “ શ્રી ” પધ્ધતિ(SRI) – સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સીફીકેશન પધ્ધતિમાં સારા નિતારવાળી, સમતલ જમીનની પસંદગી કરવી તથા તેનુ જમીનનુ પૃથ્થકરણ જરૂર કરાવવુ. એક હેક્ટર ખેતરની ડાંગર રોપણી માટે ભલામણ કરેલ જાતનું ૫ કિ.ગ્રા. (૧ એકર માટે ૨ કિ.ગ્રા.) ચોખ્ખુ ભરાવદાર બિયારણ જરૂરી છે.

ડાંગર જાતની પસંદગી

  • સારુ ઉત્પાદન મેળવવા માટે વિસ્તાર અનુરૂપ ભલામણ કરેલ પ્રચલીત જાતની પસંદગી કરવી
  • વધુ ફુટની ક્ષમતા ધરાવતી અને મધ્યમ મોડી થી મોડી પાકતી જાતની પસંદગી કરવી
  • “ શ્રી ” પધ્ધતિમાં નવી સુધારેક જાતો તેમજ સંકર જાતો વધુ પ્રતીભાવ આપતી જાણવા મળેલ છે.

બિજ માવજત - ૧ કિ.ગ્રા. બિજ દિઠ ૩ ગ્રામ કાર્બેનડેઝીમ ૨૫ એસ. ડી. અથવા થાયરમ અથવા એમીસીન – ૬ દવાનો બિજને પટ આપવો.

બિજને ફળગાવવું - બિજને મીઠાના પાણીમાં બોળી પોચ દુર કરવી. ત્યારબાદ આ બિજને ૧૨ કલાક સાદા પાણીમા બોળી રાખવા પછી પાણી નીતારી કંતાનમાં ૨૪ કલાક સુધી દબાવી બીજનુ અંકુરણ થાય ત્યારે વાવણી કરવી. બિજને વધુ સમય દબાવી ન રાખવુ.

ધરૂવાડીયું -

  • મુખ્ય ખેતરની નજીક અથવા ખેતરના ખુણામાં ૧ એકર માટે એક ગુંઠો વિસ્તાર પસંદ કરવો.
  • પ્રત્યેક એકરની રોપણી માટે ૧-૨ દિવસના ગાણે ધરૂ ઉછેરવુ.
  • ધરૂના મૂળ ૭-૮ સે.મી. સુધી ઉતરતા હોય ગાદી ક્યારાની ઉચાઇ ૮-૧૦ સે.મી. રાખવી.
  • સારુ કોહવાયેલુ છાણિયુ ખાતર/વર્મીકંમ્પોસ્ટ/માટીના જુદાજુદા સ્તર બનાવી ગાદી ક્યારા બનાવવા.
  • પ્રથમ સ્તર – ૧-૨ સે.મી. સારુ કોહવાયેલુ છાણિયુ ખાતર/વર્મીકંમ્પોસ્ટ
  • બીજુ સ્તર – ૨ સે.મી. માટી
  • ત્રીજુ સ્તર – ૩ સે.મી. સારુ કોહવાયેલુ છાણિયુ ખાતર/વર્મીકંમ્પોસ્ટ
  • ચોથું સ્તર – ૧-૨ સે.મી. માટી અથવા માટી અને છાણિયુ ખાતરને ૧ : ૧ ના. પ્રમાણમાં સારી રીતે મીશ્રણ કરી ગાદી ક્યારા બનાવવા ઉપયોગ કરવો.
  • ગાદી ક્યારાની ચારેબાજુ આધાર આપવા માટે લાકડાની પટ્ટી કે ડાંગરના પુડીયાનો ઉપયોગ કરવો તેમજ પાણીના નીતાર માટે ચારેબાજુ નીતારનીક બનાવવી.

ફણગાવેલ બીજને પુંકવા

  • એક હે. વિસ્તાર માટે ૫ કિ.ગ્રા. ( ૧ એકર માટે ૨ કિ.ગ્રા. ) બીજને ફણગાવીને તેના ૧૦ સરખા ભાગ કરી (૧૦ x ૧ મી.) નાં ગાદી ક્યારામાં નાખવા.
  • સારો ઉગાવો મેળવવા ફણગાવેલ બીજને સાંજના સમયે કાળજીપૂર્વક એક સરખા ગાદી ક્યારા પર પાથરવા પછી ૧૦ કી.ગ્રા સારુ કોહવાયેલુ છાણિયા ખાતરથી ઢાંકવુ તેમજ પક્ષીઓ અને ગરમીથી ૨ થી ૩ દીવસ રક્ષણ આપવા જે તે જાતના ડાંગરના પુડીયાથી આવરણ કરવુ અને ઝારાથી દરરોજ બે થી ત્રણ વાર પાણી છાંટવુ.

મુખ્ય ખેતર તૈયાર કરવુ

  • મુખ્ય ખેતર તૈયાર કરવાની પધ્ધતી પરંપરાગત પધ્ધતી જેવી જ છે, પરંતુ આ પધ્ધતીમાં ખેતરને લેવલ કરવામાં ખાસ કાળજી રાખવી.
  • ખેડ પહેલા ૧૦ ટન સારુ કોહવાયેલુ છાણિયુ ખાતર નાખી રોટાવેટરથી જમીનમાં પુરેપુરુ ભેળવવું. ત્યારબાદ ઘાવલ કરી સમાર મારી ક્યારી સમતલ બનાવી નાના ક્યારા બનાવવા.
  • રોપણીના શરૂઆતના સમયમાં પાણી ન ભરાય તેની ખાસ કાળજી રાખવી.
  • ભલામણ મુજબ ૨૫ x ૨૫ સે.મી. અંતરે રોપણી કરવા ૨૫ સે.મી.ની ઝીંસલથી અથવા કૂશળ મજૂરો પાસે દોરીથી ૨૫ સે.મી. રોપણી કરવી જેથી પ્રતી ચો.મી. દીઠ ૧૬ છોડ(ધરૂ) ની સંખ્યા જળવાય રહે.

“ શ્રી ”  પધ્ધતિથી રોપણી

  • ખેતરને સંપૂર્ણ તૈયાર કર્યા બાદ રોપણી કરવી તેમજ રોપણી સમયે પાણી ભરાયેલુ ન રેહવુ જોઇએ.
  • ૮ – ૧૨ દિવસના બે પાનવાળા ધરૂની રોપણી કરવી.
  • પાતળી લોખંડની પ્લેટ(પતરું) ની મદદથી ધરૂને બેડ નીચે હળવેથી મૂળને નુકશાન ન થાય તે રીતે ઘુસાડી માટી સાથે ઉપાડવું.
  • ૨૫ x ૨૫ સે.મી. અંતરે માત્ર એક જ ધરૂની રોપણી કરવી
  • ધરૂ ધરૂવાડીયામાંથી ઉપાડ્યા બાદ એક કલાકની અંદર રોપણી થઇ જાય તેની કાળજી રાખવી.

પિયત વ્યવસ્થાપન

  • જમીનમાં ભેજ જળવાય તેટલું જ પાણી આપવું, જમીનમાં તીરાડ પડે ત્યારે હળવુ પિયત આપવુ.
  • જાપાનિઝ પેડીવીડર/કોનોવીડર ફેરવતી વખતે ખેતરમાં પાણી હોવું જરૂરી છે, જેથી નિંદામણ જમીનમાં દબાવવામાં સરળતા રહે.
  • પાણી ભરાય ન રહે તેની ખાસ કાળજી રાખવી
  • ૫૦ ટકા ફુલ આવે તે પછી દાણા પાકટ થાય ત્યાં સુધી ૨-૩ સે.મી. પાણી ભરેલુ રાખવુ.
  • કાપણીના ૧૫ દિવસ પહેલા ખેતરમાંથી સંપૂર્ણ પાણી કાઢી નાખવું.

ખાતર વ્યવસ્થાપન

  • હેક્ટર દીઠ ૧૦-૧૨ ટન સારુ કોહવાયેલુ છાણિયુ ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું.(આ પધ્ધતિમાં સંપૂર્ણ રીતે સેન્દ્રીય સ્વરૂપમાં ખાતર આપવાનું હોય તેમ છતા પુરતા પ્રમાણમાં સેન્દ્રીય ખાતર ઉપલબ્ધ ન થાય તો નીચે પ્રમાણે ખાતર આપી શકાય.
  • એકર દીઠ ૨ ટન સારુ કોહવાયેલુ છાણિયુ ખાતર/કંમ્પોસ્ટ ખાતર/૨૫૦ કિ.ગ્રા. દિવેલી ખોળ/૭૦૦ કિ.ગ્રા. વર્મીકંમ્પોસ્ટ એક સરખુ જમીનમાં પુંકીને ભેળવવુ.
  • પાયામાં એકર દીઠ ૧૩ કિ.ગ્રા. યુરીયા અને ૧૧ કિ.ગ્રા. ડી.એ.પી. આપવુ. નાઇટ્રોજનયુક્ત ખાતરનો બીજો હપ્તો એકર દીઠ ૧૮ કિ.ગ્રા. યુરીયા ફુટ અવસ્થાએ આપવુ. નાઇટ્રોજનયુક્ત ખાતરનો ત્રીજો હપ્તો એકર દીઠ ૨૦ કિ.ગ્રા. એમો. સલ્ફેટના સ્વરૂપમાં જીવ પડવાની અવસ્થાએ આપવું.
  • ઝીંક તત્વની ઉણપ હોય તો એકરે ૧૦ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટ અને લોહ તત્વની ઉણપ હોય તો એકરે ૨૦ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ આપવું.
  • જૈવિક ખાતરનો ઉપયોગ રોપણીના ૩ – ૪ દિવસમાં એઝોટોબેક્ટર અને પી.એસ.બી. ૪૦૦ મિ.લી./એકરના પ્રમાનમાં સારા કોહવાયેલ છાણિયા ખાતર સાથે ભેળવી એકસરખુ આપવું.

નિંદણ વ્યવસ્થાપ 

  • આ પધ્ધતિમાં ખેતરને ભીનુ સુકુ રાખવાનું તેમજ પહોળા ગાળે રોપણી કરવાની હોવાથી નિંદણનો ઉપદ્રવવધુ જોવા મળે છે જેથી નિંદણનુ સમયસર અને અસરકારક નિયંત્રણ કરવુ ખુબ જરૂરી છે.
  • નિંદણનુ નિયંત્રણ જાપાનિઝ પેડીવીડર/કોનોવીડરનો ઉપયોગ કરવો.
  • રોપણીના ૧૦ દિવસ બાદ ૧૦ દિવસના અંતરે ચાર નિંદણ કરવા. વધુ મોટા છોડને હાથથી દુર કરવા. વીડરો ફેરવવામા સરળતા રહે એ માટે આગલા દિવસે હળવુ પિયત આપવું.

“ શ્રી ”  પધ્ધતિના ફાયદા

  • ૪૦ થી ૫૦ ટકા પાણીની બચત
  • ૭૫ ટકા સુધી મોંઘા બિયારણની બચત
  • રાષાયણીક ખાતરોનો તથા જંતુનાશક/ફુગનાશક દવાનો ઉપયોગ નહિવત કરવાનો હોવાથી જમીન તંદુરસ્તીની સાથે વધુ ઉત્પાદન અને ખેતી ખર્ચમા ઘટાડો.
  • રોગ-જીવાતનો ઉપદ્વવ ઓછો
  • સેન્દ્રીય ખેતીને લીધે તંદુરસ્ત અને સ્વાદિષ્ટ ચોખા મેળવી શકાય છે

Related Topics

Paddy Farming

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More