Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આવી ઉત્તમ સંગ્રહ વ્યવસ્થા કરી લસણને બચાવી શકો છો રોગોથી

લસણ કંદ સ્વરૂપના પાકો પૈકી એક ખાસ પાક છે. તેની ફક્ત ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ તેની વિપુલ માંગ છે. લસણનો ઉપયોગ શાકભાજી અને મસાલા સ્વરૂપમાં વિશેષ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ ફળ દેશ માટે વિદેશી હુંડિયામણની કમાણી માટે પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે.

KJ Staff
KJ Staff

લસણ કંદ સ્વરૂપના પાકો પૈકી એક ખાસ પાક છે. તેની ફક્ત ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ તેની વિપુલ માંગ છે. લસણનો ઉપયોગ શાકભાજી અને મસાલા સ્વરૂપમાં વિશેષ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ ફળ દેશ માટે વિદેશી હુંડિયામણની કમાણી માટે પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે. તેનાથી ભારતીય અર્થતંત્ર (Indian Economy)ને ઉત્તેજન મળે છે. ભારતમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં લસણનું ઉત્પાદન મોટાપાયે કરવામાં આવે છે. આ પાક મોટાભાગે સિંચાઈની વ્યવસ્થા હોય, ત્યાં વિશેષ રીતે કરવામાં આવે છે. લસણમાંથી નિર્માણ પામેલી પેસ્ટ, પાઉડર, ફ્લૅક્સ, લસણ તેલ, લસણનું અથાણું વગેરે ઉત્પાદનો બજારમાં ખૂબ જ લોકપ્રિય હોય છે. કાપણીના સમયે લસણનું બજાર મૂલ્ય ઘણુ ઓછું હોય છે અને સંગ્રહ કરવાની યોગ્ય વ્યવસ્થાના અભાવને લીધે ખેડૂતો પોતાના ઉત્પાદનો ખૂબ જ સસ્તી કિંમતે વેચવા માટે મજબૂર બને છે. આવા સંજોગોમાં ખેડૂતો સસ્તી અને સારી સંગ્રહ વ્યવસ્થા માટેનું માળખુ ઊભું કરે, તે આવશ્યક છે. અમે ખેડૂતોની આ મૂંઝવણને દૂર કરી તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી શકે, તે માટે અહીં કેટલાક સૂચનો રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો તે જોઇએ.

લસણના મૂળને પાંદડા સાથે હવાની સારી અવર-જવર ધરાવતી જગ્યા પર સંગ્રહ કરી શકાય છે. જોકે આ વિધિનો પ્રયોગ વ્યાપક પ્રમાણમાં કરવું શક્ય નથી અને આ માટે વધારે જગ્યાની જરૂર પડે છે. લસણના મૂળ જલ્દીથી, ઉચ્ચ ભેજની સ્થિતિમાં સડો તથા ફૂગનો ભોગ બનીને ખરાબ થઈ શકે છે.

કાપણી બાદ લસણમાં થતા રોગો અને તેના નિયંત્રણની શુ સ્થિતિ છે ?

લસણના સંગ્રહ અને વિતરણના સમયમાં બ્લ્યૂ મોલ્ડ રોટ, બલ્બની ક્ષતિ, એસ્પરજિલસ રોટ, ફ્યૂસેરિયમ રોટ, ડ્રાય રોટ અને ગ્રે મોલ્ડ રોટ રોગ લાગે છે. તેમાં સૌથી વધારે મૂળ બ્લ્યૂ મોલ્ડ રોટ રોગને લીધે લસણ ખરાબ થઈ જાય છે. તેમાં લસણમાં ઘા તથા ચકામા બની જાય છે. ત્યાર બાદની અવસ્થામાં તેમા સ્પંજી અને પેનિસિલિયમ ફૂગનો પાઉડર ભરાઈ જાય છે. શુષ્ક રોટ રોગથી અસર પામેલા અંકુરણ પણ થઈ શકતા નથી. આ પ્રકારના રોગો દેખાય, ત્યારે ખેડૂતો અથવા વ્યાપારીઓએ અનેક પ્રકારની સાવચેતીઓ રાખવી જરૂરી છે. આ પ્રકારના રોગોના ફેલાવાને અટકાવવા માટે જિનેબ, બોરડેક્સ મિક્સ્ચર અને નબમ નામની દવાનો છંટકાવ કરવો જોઇએ. આ ઉપરાંત માંકડની સમસ્યાને અટકાવવા માટે મિથાઇલ બ્રોમાઇડનો ગૅસ 32 ગ્રામ પ્રતિ મીટર દરથી ઉપયોગ કરી શકાય છે.

ઓછા ખર્ચે સંગ્રહ માટેનું માળખુ

 ઓરડામાં લસણના મૂળ રાખવાના સંજોગોમાં 43-50 ટકા સુધી નુકસાન થઈ શકે છે. તે એક છાપરાવાળી વાંસની લસણ સંગ્રહની સંચરના છે કે જેને કેવીકે બારા કહે છે. તેને રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવી છે. સિમેંટના તળિયા સાથે વાંસથી તે તૈયાર કરવામાં આવે છેકે જે 15 ફુટ પહોળાઈ અને 30 ફુટ લાંબાઈ તેમ જ 12 ફુટ ઊંચાઈ સાથે ચોક્કસ આકાર ધરાવે છે. તેમાં 10 ટન લસણ રાખવાની ક્ષમતા છે. લસણની આ સંગ્રહ વ્યવસ્થા આશરે એક લાખ રૂપિયામાં તૈયાર થાય છે.

સ્ટોરેજ માળખાની વિશેષતા

 આ સ્ટોરેજ માળખામાં લસણને સમગ્ર છોડના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે તથા તેની લાંબી આવરદા માટે વાયુમાર્ગને વિકસિત કરવામાં આવે છે. યોગ્ય વાયુ-સંચારને લીધે લસણની ઉપજ ક્ષમતા વધે છે. લસણના ઢગલાની ઊંચાઈ વધવા સાથે લસણના મૂળ ખરાબ થવાની સંભાવના વધી જાય છે. માટે 3 ફુટ ઊંચાઈ રાખવા પર મૂળનો વજન ઓછો થાય છે. સાથે સમગ્ર લસણના છોડના સંગ્રહમાં સડો ઓછો થાય છે. માટે લસણના લાંબા સમય સુધી સંગ્રહ પાછળ યોગ્ય વાયુ-સંચાર અને 3 ફુટ ઊંચાઈ સુધી લસણનું વિભાજન કરવું યોગ્ય માનવામાં આવે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More