Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બદામની ખેતીથી થઈ શકે છે લાખોની કમાણી

બદામની ખેતી શરૂ કરતા પહેલા અનેક સવાલો મનમાં થાય છે કે શું બદામની ખેતી નફાકારક છે? બદામનું ઝાડ કેવી રીતે ઉગે છે ? અને બદામના બીજ કેવી રીતે રોપવા? આ બધા પ્રશ્નો તમારા મનમાં આવે છે, જેનો જવાબ અમે આજના આ લેખમાં આપવાના છીએ. હા, આજે અમે તમને બદામની ખેતી કેવી રીતે કરવી તે જણાવીશુ.

Himanee Chauhan
Himanee Chauhan
Almond Farming
Almond Farming

શું બદામની ખેતી નફાકારક છે? બદામનું ઝાડ કેવી રીતે ઉગે છે ? અને બદામના બીજ કેવી રીતે રોપવા? આ બધા પ્રશ્નો તમારા મનમાં આવે છે, જેનો જવાબ અમે આજના આ લેખમાં આપવાના છીએ. હા, આજે અમે તમને બદામની ખેતી કેવી રીતે કરવી તે જણાવીશુ.

બદામની ખેતી (Almond Cultivation)

બદામની ખેતી માટે કેવી માટી જોઈશે  ?

બદામની ખેતી લોમી, ઊંડી અને સારી રીતે નિકાલવાળી જમીન માટે શ્રેષ્ઠ ગણાય છે, બદામના ઝાડ ભારે અથવા ખરાબ નિકાલવાળી જમીનમાં સારી રીતે ઉગી શકતા નથી. બદામ જમીનની વિશાળ જગ્યામાં ઉગે છે.

બદામની ખેતી માટે જરૂરી આબોહવા (Climate Required For Almond Cultivation)

બદામની ખેતી માટે એવી આબોહવાની જરૂર છે, જેમાં ગરમીનું તાપમાન 30થી 35 ડિગ્રીની વચ્ચે હોય.

બદામની રોપણી આ રીતે કરવી (How To Plant Almonds)

બદામના છોડને ચોરસ પદ્ધતિમાં 6 મીટર x 6 મીટર અને 5 મીટર x 3.5 મીટરના અંતરે વાવવા જોઈએ.

વાવેતર કરતા પહેલાં સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિના દરમિયાન 3 ફૂટ x 3 ફૂટ x 3 ફૂટના ખાડા ખોદવા જોઈએ.

બદામના છોડને ખાડાની મધ્યમાં ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધી વાવવા જોઈએ.

વાંસનો ઉપયોગ બદામના ઝાડને પવનથી બચાવવા અને સીધા ઉગાડવા માટે કરવો જોઈએ.

બદામના ઝાડનું ખાતર અને બીયારણ (Almond Tree Manure And Fertilizer) બદામનું ઝાડ ભારે ફીડર છે, તેથી તેના સારી માત્રામાં ખાતર અને બીયારણોની જરૂર હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન એટલે કે ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન 20થી 25 કિલો ગ્રામ ખાતર બદામના ઝાડ પર નાખવુ શ્રેષ્ઠ છે. ત્યાર બાદ યુરિયાને 2થી 3 ભાગોમાં વહેંચીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પ્રથમ ડોઝ DAP અને MOP ખીલે તે પહેલા નાખો. અને યૂરિયાનો બીજો ડોઝ ઝાડ પર ફળ આવવાના લગભગ ત્રણ અઠવાડિયા પછી અને યૂરિયાનો ત્રીજો ડોઝ મે-જૂનમાં નાખવો જોઈએ.

બદામના ઝાડ માટે પાણીની જરૂરિયાત (Water Requirement For Almond Tree)

બદામના બગીચા પાણીના અભાવ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે, ફળોના વિકાસ માટે ફેબ્રુઆરી – માર્ચથી એપ્રિલ-જૂન સુધી તેની ગુણવત્તા અને ઉચ્ચ ઉપજ મેળવવા માટે પાણી આપવુ જોઈએ. તમને જણાવી દઈએ કે બદામની ખેતીમાં ટપક સિંચાઈની પદ્ધતિ ઘણી અસરકારક હોય છે.

બદામની ખેતીમાં લણણી (How to Harvest in Almond Cultivation)

સૌથી પહેલા ખાતરી કરી લો કે ઝાડ લણણી માટે શુષ્ક છે, અને વરસાદ બદામની ગુણવત્તાને બગાડી શકે છે.  લાકડીઓ અથવા હાથ વડે ડાળીઓને પછાડીને કાપવામાં આવે છે. અને બદામની ચામડી હાથથી દૂર કરવામાં આવે છે. બદામની લણણી કર્યા પછી તરત જ ફળોને છોલવા જરૂરી છે. નહીં તો ફંગસના ચેપથી તે ઝડપથી બગડવા લાગે છે. ત્યાર બાદ બદામને તડકામાં સૂકવવામાં આવે છે.

આ પણ વાંચો : સરગવાની સીંગની ખેતી માટેની પદ્ધતિ

આ પણ વાંચો : તમારાં પાક અને તેના મૂલ્યવર્ધક નિપજની જાળવણી કેવી રીતે કરશો ?

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More