Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Potato Farm Diseases: બટાકાના પાકને રોગથી બચાવવા માટે કરો આ કામ

ખેડૂત મિત્રો ગ્લોબલ વાર્મિન્ગના કારણે વાતાવરણમાં પાકની પરિસ્થિતિના અનુરૂપ વાતાવરણમાં પલટો નથી થઈ રહ્યું છે. જેના કારણે ખેતરમાં ઉગાડવામાં આવેલા બટાકાના પાકમાં ફૂગ રોગની શક્યતા વધી ગઈ છે. તેથી પાકને બચાવવા માટે તેને જીવાતોથી બચાવવાનું ખૂબ જ જરૂરી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દેખાઈ રહ્યં છે બટાકાના પાકમાં રોગ (સૌજન્ય: એગ્રી ફાર્મિંગ
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દેખાઈ રહ્યં છે બટાકાના પાકમાં રોગ (સૌજન્ય: એગ્રી ફાર્મિંગ

ગુજરાતમાં શિયાળુ પાકનુ વાવેતર પૂર્ણ થવાના આરે છે. શિયાળુ પાકના અનતર્ગત ગુજરાતમાં બાજરી, ઘઉં, શાકભાજી જેવા પાકો ઉગાડવામાં આવે છે, આ વચ્ચે ગત વર્ષની સરખામણીએ બટાકા પાકમાં મોટા પાચે જીવાતો દેખાઈ રહ્યા છે, જેના કારણે બટાકાના પાકનું બગાડ થઈ રહ્યો છે. તેથી નુકસાનને ટાળવા અને બટાકાના પાકને સુરક્ષિત રાખવા માટે કૃષિ જાગરણ ગુજરાતી લઈને આવ્યું છે તેનું ઉકેલ. જે આપણે કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાત કરીને મેળવ્યું છે. ચાલો જાણીએ કે બટાકાના પાકને જીવાત અને રોગથી બચાવવા માટે કયા પગલા લેવું જોઈએ.

બટાકાના પાકમાં જોવા મળે છે બે પ્રકારના ફૂગ રોગ

ખેડૂત મિત્રો ગ્લોબલ વાર્મિન્ગના કારણે વાતાવરણમાં પાકની પરિસ્થિતિના અનુરૂપ વાતાવરણમાં પલટો નથી થઈ રહ્યું છે. જેના કારણે ખેતરમાં ઉગાડવામાં આવેલા બટાકાના પાકમાં ફૂગ રોગની શક્યતા વધી ગઈ છે. તેથી પાકને બચાવવા માટે તેને જીવાતોથી બચાવવાનું ખૂબ જ જરૂરી છે. જો આપણે રોગની વાત કરીએ તો બટાકાના પાકમાં બે પ્રકારના ફૂગ રોગ જોવા મળે છે.આ રોગ Phytophthora Infestans નામથી ઓળખાયે છે. જ્યારે તાપમાન 10 થી 19 ડિગ્રી પહોંચી જાય છે. ત્યારે બટાકામાં ફૂગ રોગ લાગી જાય છે. ખેતીના ભાષામાં આ રોગને અફાત પણ કહવામાં આવે છે. જો ફૂગ લાગ્યા પછી વરસાદ થઈ જાય છે તો આ રોગ ઝડપથી ફેલાયે છે અને પાકને બરબાદ કરી નાખે છે.

પાંદડા થઈ જાય છે પીળા

બટાકાના પાક માટે હાનિકારક બીજો રોગ Alternaria solanae નામથી ઓળખાયે છે. સામાન્ય રીતે, નીચલા પાંદડા પર ગોળાકાર ફોલ્લીઓ આવી જાય છે, જેની અંદર એક રિંગ બને છે અને પાંદડા પીળા થઈ જાય છે અને ત્યાર પછી સુકાઈ જાય છે. જો ખેડૂત ભાઇયો તમને તમારા બટાકાના પાકમાં આવું કઈંક દેખાયે છે તો તરત જ ઝીનેલ 75 ટકા દ્રવ્ય પાવડર 2 કિલો પ્રતિ હેક્ટરના દરે અથવા મેન્કોંઝેંબ 75 ટકા દ્રવ્ય પાવડરને બે કિલો પ્રતિ હેક્ટરના દરે અથવા કોપર ઓક્સીક્લોરાઈડના 50 ટકા દ્રવ્ય પાવડરનો છંટકાવ કરવો.

પાણીમાં ભેળવીને કરો દવાનું છંટકાવ

જો તમારા પાકનાં પાન સુકાઈ જાય છે સાથે જ સુખા ભાગને 2 આંગળીઓ વચ્ચે ઘસવાથી કર્કશ આવાજ આવે છે. તો તેના નિવારણ માટે તમારે 10-15 દિવસના અંતરે મેન્કોઝેબ 57 ટકા G.Ch. પાણીમાં ભેળવી અને પ્રતિ હેક્ટર 2 કિલોના દરે છંટકાવ કરવું જોઈએ. ચેપગ્રસ્ત પાક પર મેન્કોઝેબ અને મેટાલેક્સિલ અથવા કાર્બેન્ડાઝીમ અને મેન્કોઝેબ સંયુક્ત ઉત્પાદન 2.5 ગ્રામ પ્રતિ લિટર અથવા 25 કિલો પ્રતિ હેક્ટર પાણીમાં ભેળવીને તેનું પણ છંટકાવ કરી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More