તમને જણાવી દઈએ કે દાડમનું સ્થળાતંર ઈરાકથી ભારતમાં થયું છે. દાડમની ખેતી ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કણૉટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ તથા રાજસ્થાનમાં થાય છે. દાડમનો રસ, લેપ્રોસીના દર્દી માટે ઉપયોગી છે. અને તેની છાલ ઝાડા અને ઊલટી માટે દવા તરીકે વપરાય છે. ગુજરાતમાં દાડમની ખેતી ખાસ કરીને ભાવનગર, ધોળકા, સાબરકાંઠા તથા હાલ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર વધારે વિસ્તારમાં થઇ રહ્યું છે. આપણા દેશમાં દાડમનું વાવેતર લગભગ 1.07 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે, દાડમમાં વિટામીન સી, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ તત્ત્વો સારા પ્રમાણમાં રહેલા છે. દાડમનો ઉપયોગ ખાસ કરીને લોહીની વૃદ્ધિ કરવા માટે થાય છે.
ગુજરાતમાં દાડમનો પાક-
દક્ષિાણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારને બાદ કરતાં દાડમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સહેલાઈથી થઈ શકે છે.
દાડમની રોપણી-
દાડમની રોપણી માટે ગુટી કલમ કે કટકા કલમ કરીને જમીનને ખેડી કરબથી સમતલ કરવી. અને ત્યારબાદ 5 મીટર × 5 મીટરના અંતરે અથવા ધનિષ્ઠ ખેતી પધ્ધતિમાં વાવેતર માટે 4 મીટર × 2 મીટરના અંતરે રોપણી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે એક હેકટરમાં 1250 જેટલા છોડ આવે છે.
દાડમની ખેતી માટે કઈ જમીન અનુકૂળ-
દાડમનો પાક આમ તો સામાન્ય હલકીથી થોડી છીછરી જમીનમાં થઈ શકે છે. પરંતુ વિશેષ સારૂ અને ગુણવતાયુકત ઉત્પાદન લેવા માટે મધ્યમ કાપી અને ગોરાડુ જમીન વધારે માફક આવે છે. દાડમની જાતોમાં ધોળકા, ગણેશ, મૃદૃલા, આરકતા, જયોતિ, રૂબી, લગવા વગેરે જાતો ખૂબ જ પ્રખ્યાત છે.
રોપણી બાદ માવજત કેવી રીતે કરવી
દાડમની રોપણી કર્યા બાદ વરસાદ ન હોય તો પાણી આપવું તથા ખામણાં કરવાં કેળવણી અને છાંટણી કરવી પડે. અને જાત મુજબ ખાતર પણ માપસર નાંખવા ખૂબ જ જરૂરી છે. ખામણાં પધ્ધીતથી પિયત કરવું પડે. આ પાકને નિંદણમુકત રાખવા માટે નિંદણનાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું જોઈએ. આમ, માવજત કરવાથી દાડમના પાકમાં બારેમાસ વધારે અને ઓછા પ્રમાણમાં ફળ મળ્યા કરે છે.
આ પણ વાંચો : સરગવાની સીંગની ખેતી માટેની પદ્ધતિ
આ પણ વાંચો : ફેબ્રુઆરી મહિનામાં ઉગાવી શકાય તેવા 5 પાક, મળશે ખૂબ લાભ
Share your comments