Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શેરડીની જગ્યા વાવો સ્ટીવિયાના, બાજારમાં વધી રહી છે માંગણી

ખેડૂતો સ્ટીવિયાનાને નર્સરીમાં રોપા અને ટપક પદ્ધતિથી તેનો વાવેતર કરી શકાય છે, તેના પાંદડામાં મીઠાશ હોય છે, અટેલે તેને હવે સાકર અને ખાંડની જગ્યા પ્રયોગ કરવામાં આવે છે. તેના અંદર સમાયેલા મીઠાશને સ્ટીવીયોસાઈડ અને ગ્લુકોસાઈડ તકીકે પણ ઓળખાવામાં આવે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
સ્ટીવિયાના
સ્ટીવિયાના

ખેડૂતો સ્ટીવિયાનાને નર્સરીમાં રોપા અને ટપક પદ્ધતિથી તેનો વાવેતર કરી શકાય છે, તેના પાંદડામાં મીઠાશ હોય છે, અટેલે તેને હવે સાકર અને ખાંડની જગ્યા પ્રયોગ કરવામાં આવે છે. તેના અંદર સમાયેલા મીઠાશને સ્ટીવીયોસાઈડ અને ગ્લુકોસાઈડ તકીકે પણ ઓળખાવામાં આવે છે.

શેરડીના બીટથી મીઠાશ, સાકર, ખાંડ બનાવવમાં આવે છે, પરંતુ હવે રહણેણીકરણી બદલાઈ ગઈ હોવાથી ખાંડથી ડાયાબિટીશ થઈ જવાનો ભય રહે છે. શર્કરામાં મધુર ગુણ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમના માટે સ્ટીવિયા વનસ્પતિનો ઉપયોગ વધ્યો છે. સ્વીવિયાની સારી માંગ છે. તેથી ગુજરાતમાં ઘણાં ખેડૂતો તેની ખેતી કરીને સારું વળતર મેળવી રહ્યાં છે.

સ્ટીવિયાના પાંદડામાં હોય છે મીઠાસ

ખેડૂતો સ્ટીવિયાનાને નર્સરીમાં રોપા અને ટપક પદ્ધતિથી તેનો વાવેતર કરી શકાય છે, તેના પાંદડામાં મીઠાશ હોય છે, અટેલે તેને હવે સાકર અને ખાંડની જગ્યા પ્રયોગ કરવામાં આવે છે. તેના અંદર સમાયેલા મીઠાશને સ્ટીવીયોસાઈડ અને ગ્લુકોસાઈડ તકીકે પણ ઓળખાવામાં આવે છે. સ્ટીવિયામાં 6 વધુ તત્વો એવા છે, જે ઇન્સ્યુલિનને સંતુલિત કરવાની ક્ષમતા ધરાવે છે. સ્ટીવિયાની મીઠાશ ખાંડ કરતા બે ગણી અને સુક્રોઝ કરતાં ત્રણસો ગણી વધારે છે.

વાતાવરણ

સ્ટીવિયાન મધ્યમ ભેજનું ઉષ્ણકટિબંધીય છોડ છે, જે 11 થી 41 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં ઉગાડી શકાય છે. 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તેની સારી વૃદ્ધિ માટે યોગ્ય જણાયું છે. તેનું અંકુરણ યોગ્ય અને ગરમ સ્થિતિમાં સારું છે. વધું પ્રકાશ અને ગરમ તાપમાન ગુજરાતમાં છે જે સ્ટીવિયાના પાંદડાઓના ઉચ્ચ ઉત્પાદનમાં મદદ કરે છે.

જમીન, પાણીમાં ફાયદો

એક એકર સ્ટીવિયા 30 એકર શેરડી (ખાંડના ઉત્પાદનની સરખામણીમાં) બરાબર છે, શેરડીની તુલનામાં, તેને સિંચાઈ માટે માત્ર 1% પાણીની જરૂર છે. તેની ખેતી સાથે, દેશમાં શેરડીના વાવેતરમાં રોકાયેલી 97% એટલે કે 4.17 મિલિયન હેક્ટર ખેતીની જમીન અન્ય પાકની ખેતી માટે ઉપલબ્ધ થશે. બી કે સ્ટેમ વાવેતરનો ઉપયોગ કરી શકાય છે..

શેરડી
શેરડી

ઉત્પાદન

તેનો એક પ્લાન્ટ દીઠ 5-6 રૂપિયામાં આવે છે. સ્ટીવિયાને 8 દિવસે પાણી આપવું પડે છે. 3 મહિને વર્ષમાં 4 વખત પાન કાપવામાં આવે છે. પ્રતિ હેક્ટર ઉત્પાદન 3 થી 3.5 ટન પાંદડા પ્રતિ પાક મેળવી શકાય છે. આ રીતે એક હેક્ટર વિસ્તારમાંથી દર વર્ષે લગભગ 10 થી 12 ટન પાંદડા મેળવી શકાય છે. એકર દીઠ 2500 થી 2700 કિલો સૂકા પાંદડા મેળવવામાં આવે છે. 15 સેમી લાંબા કાપ કાપીને પોલીથીન બેગમાં પેક કરવામાં આવે છે. એકવાર પાક વાવ્યા પછી, તે પાંચ વર્ષ સુધી લણણી કરી શકાય છે. વર્ષમાં દર ત્રણ મહિને. આ સાથે પાક મેળવી શકાય છે. લણણી કરી શકાય છે.

કીમત

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્ટીવિયાની કિંમત 100 કિલોની રૂપિયા 5.5-6.5 લાખ છે. ગુજરાતમાં એક કિલોના ખેડૂતોને રૂ.80-100 સુધી મળે છે. શેરડી કરતા 90-99 ટકા ઓછું પાણીની જરૂર પડે છે. શેરડી કરતાં સ્ટીવિયાની ખેતી કરીને 40 ગણી વધુ કમાણી કરી શકે છે. એક છોડમાંથી  સરળતાથી 125 રૂપિયા સુધી કમાણી થાય છે.  ખેતીથી સારો નફો મળે છે. શ્રેષ્ઠ બાબત એ છે કે તેને કોઈ રોગ થતો નથી. ખેડૂતો એક એકરમાં સરળતાથી પાંચથી છ લાખ રૂપિયા કમાઈ શકે છે. પ્રતિ એકર, સ્ટીવિયાની ખેતીથી 3-4 લાખ સુધીની વાર્ષિક આવક કરાવે છે.

બાજાર

બાજારમાં મધુપત્ર, મધુપર્ણી, હની પ્લાન્ટ અથવા મીઠી તુલસીના પાંદડાઓની માંગ ધણી વધી ગઈ છે અને  ભારતીય બજારમાં સ્ટીવિયામાંથી બનેલી 100 થી વધુ પ્રોડક્ટ્સનો વેચાણ થાય છે,  હવે અમૂલ, મધર ડેરી, પેપ્સીકો, કોકા કોલા જેવી કંપનીઓ મોટી માત્રામાં સ્ટીવિયા ખરીદી રહી છે. મલેશિયાની કંપની પ્યોર સર્કલ સ્ટીવિયા કી પર કામ કરે છે. કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં ડાબર સાથે મળીને ભારતમાં 1200 કરોડનો બિઝનેસ કર્યો છે. ફ્રૂટી અને હલ્દીરામે બજારમાં સ્ટીવિયા આધારિત પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે.

Related Topics

Sugarcane Stevia Market Plants

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More