ખરીફ માર્કેટીંગ સત્ર 2020-21 દરમિયાન સરકાર દ્વારા પોતાની વર્તમાન એમએસપી યોજના પ્રમાણે ખેડૂતોને ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય પર ખરીફ પાકોની ખરીદીની પ્રક્રિયા છેલ્લા કેટલાક સત્રોમાં ચાલી રહી છે, ખરીફ 2020-21 માટે ધાનની ખરીદી યોગ્ય રીતે ચાલે છે. આ ક્રમમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, તમિલનાડુ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, આસામ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાથી ધાનની ખરીદી કરી શકાય છે.
14 ફેબ્રુઆરી 2021 સુધી આ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના ખેડૂતો પાસેથી 639.87 લાખ મેટ્રીક ટન કરતા વધારે ધાનની ખરીદી કરવામાં આવી ચુકી છે. જ્યારે આ સમાન અવધિમાં ગયા વર્ષે ફક્ત 554.35 લાખ મેટ્રીક ટન ધાનની ખરીદી થઈ શકી હતી.
આ વર્ષે અત્યાર સુધીમાં ધાનની ખરીદીમાં ગત વર્ષની તુલનામાં 15.42 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 639.87 લાખ મેટ્રીક ટન ધાનની કુલ ખરીદીમાં એકલા પંજાબની હિસ્સેદારી 202.82 લાખ મેટ્રીક ટન છે,જે કુલ ખરીદીના 31.69 ટકા છે.
આ ઉપરાંત પ્રદેશોથી મળી રહેલા પ્રસ્તાવના આધારે તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાંથી માર્કેટીંગ વર્ષ સત્ર 2020 માટે સમર્થન મૂલ્ય યોજના (PSS)અંતર્ગત 51 લાખ 92 હજાર મેટ્રીક ટન કઠોળ અને તેલીબિયાની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે.
આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ રાજ્યોથી 1.23 લાખ મેટ્રીક ટન ખોપરા (બારમાસી પાક)ની ખરીદી માટે પણ સ્વીકૃતિ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાંથી રવી માર્કેટીંગ વર્ષ 2020-21 માટે 15.87 લાખ મેટ્રીક ટન કઠોળ અને તેલિબિયીની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી.
જ્યારે 14,ફેબ્રુઆરી સુધીમાં સરકારે પોતાની નોડલ એજન્સીઓના માધ્યમથી 3,09,134.83 મેટ્રીક ટન મગ, અળદ, તુવેર, મગફળીના પાક તથા સોયાબીનની ખરીદી એમએસપી મૂલ્ય પર કરી છે. આ ખરીદીથી તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનના 1,67,637 ખેડૂતોને 1,664.79 કરોડ રૂપિયાની આવક થઈ છે.
Share your comments