Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મકાઈના પાકમાં ફોલ આર્મીવર્મ કીટનો પ્રકોપ અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું

આ પ્રકારના કીટક અનેક પાકોને નુકસાન પહોંચાડે છે, પણ સૌથી વધારે મકાઈના પાકને નુકસાન પહોંચાડે છે, ત્યાં સુધીમાં આ કીટક મકાઈનું સૌથી ખતરનાક કીટ છે. સૌથી પહેલા આ કીટ અમેરિકામાં જોવા મળ્યું હતું, ત્યાંથી તે અનેક દેશોમાં ફેલાયા હતા. ભારતમાં આ કીટક સૌથી પહેલા દક્ષિણ ભારતમાં જોવા મળ્યું હતું. પરંતુ હવે તે ઉત્તર ભારતમાં પણ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ચુક્યો છે,જે ખેડૂતો માટે સૌથી ગંભીર સમસ્યા બની ગયો છે.

KJ Staff
KJ Staff

 આ પ્રકારના કીટક અનેક પાકોને નુકસાન પહોંચાડે છે, પણ સૌથી વધારે મકાઈના પાકને નુકસાન પહોંચાડે છે, ત્યાં સુધીમાં આ કીટક મકાઈનું સૌથી ખતરનાક કીટ છે. સૌથી પહેલા આ કીટ અમેરિકામાં જોવા મળ્યું હતું, ત્યાંથી તે અનેક દેશોમાં ફેલાયા હતા. ભારતમાં આ કીટક સૌથી પહેલા દક્ષિણ ભારતમાં જોવા મળ્યું હતું. પરંતુ હવે તે ઉત્તર ભારતમાં પણ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ચુક્યો છે,જે ખેડૂતો માટે સૌથી ગંભીર સમસ્યા બની ગયો છે.

આ કીટ એક રાતમાં આશરે 100 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ફોલ આર્મીવર્મ મોટાભાગે રાત્રેના સમયમાં વધારે પાકોને નુકસાન પહોંચાડે છે. મકાઈમાં આ કીટ પાક ઉગાડવાથી લઈ પાકની કાપણી સુધી નુકસાન પહોંચાડે છે. માંદા કીટક પાંદડા પર ઉપરની સપાટી ુપ આશરે 50થી 200 ઈંડા આપે છે,જે સફેદ પરતથી ઢંકાયેલ રહે છે. આ કીટની ઈલ્લી (લાર્વા) શરૂઆતમાં પાંદડાને ચૂસીને ખઈ જાય છે. જેને લીધે પાંદડા પર સફેદ ધારીયો અને ગોળ ગોળ છીદ્ર દેખાય છે. મોટા આકારની ઈલ્લી ખૂબ જ ઝડપથી પાંદડાને ખાઈને પાકને ભારે નુકસાન પહોંચાડે છે.

તેને અટકાવવામાં આવતી સમસ્યાઓઃ

આ કીટકના અટકાવમાં ખેડૂત વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે-

સિસ્ટમેટીક કીટનાશક દવાઓનો તેની ઉપર ઓછી અસર થાય છે.

દિવસના સમયમાં ઈલ્લીયો પાંદડાની નીચેની સપાટીમાં જતી રહે છે, જેને કારણે તેના સંપર્કમાં આવતી દવાઓ સંપૂર્ણપણે કાર્ય કરી શકતી નથી.

ખેડૂતો માટે કીટનાશક દવાઓ વધારે મોંઘી હોય છે.

અસરકારક અને સસ્તુ નિયંત્રણઃ

આ કીટને સંપૂર્ણપણે કીટનાશકો વડે અટકાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. ફોલ આર્મીવર્મ કીટ નિયંત્રણ માટે એકીકૃત નાશીજીવ નિયંત્રણ પ્રણાલી ખેડૂતો માટે સસ્તા અને કીટ નિયંત્રણમાં વધારે સહાયક છે.

વાવેતર અગાઉ યોગ્ય સંચાલન-

ખેતરોનું ઉંચુ ખેડાણ કરવું જોઈએ,જેથી પ્યૂપા તડકા અને પક્ષીઓ દ્વારા નાશ પામે.

જો ઉપલબ્ધ ન હોય તો લીમડાનું ભૂસાનો ઉપયોગ 200 કિગ્રા દરથી પ્રતિ એકર દરથી કરવો જોઈએ. મકાઈના વાવેતર જીરો ટીલેજ હોય છે.

ખેતરને સાફ રાખો અને ફૂલો જેમ કે હજારીગલ ફૂલો આજુબાજુ લગાવો.

વાવેતર બાદ યોગ્ય સંચાલનઃ-

યોગ્ય સમયે વાવેતર કરવું જોઈએ-

કુંડ વિધિથી વાવેતર કરવું જોઈએ.

યોગ્ય પ્રમાણમાં રસાયણીક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. ધ્યાન રહે રસાયણીક ખાતરમાં યુરિયા (નાઈટ્રોજન)નું પ્રમાણ વધારે હોવાના સંજોગોમાં આર્મીવર્મ કીટકોનો પ્રકોપ વધી જાય છે.

યોગ્ય બીજનો ઉપયોગ કરવો જોઈએ.

અતિ સંવેદનશીલ બીજનો ઉપયોગ વાવેતરમાં કરવો જોઈએ નહીં.

ખેતરમાં નિંદણનું વધારે પ્રમાણ રહેવું જોઈએ નહીં.

નર કીટને પકડવા માટે ફેરોમોન ટ્રેપ (4 પ્રતિ એકર)નો ઉપયોગ વાવેતરના કેટલાક દિવસ બાદ કરવો જોઈએ.

રસાયણિક કીટનાશકોનો ઉપયોગ પાક પર સંપર્કમાં આવી કીટકોને મારનારી દવાઓ જેવી કે લેમ્ડા અને સિસ્ટમેટીક કીટનાશક દવાઓ જેવી ઈમામેક્ટીનનો એક સાથે છંટકાવ પાંદડાની અંદર કરવો જોઈએ.

રાસાયણિક કીટનાશકોનો ઉપયોગ 4-7 દિવસ બાદ સમગ્ર ખેતરમાં ટ્રાઈકોડર્મા ટ્રાઈકો કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ,જે ઈંડાનો નાશ કરે છે.

નર કીટક, માદા કીટક તથા ઈંડા દેખાવાના સંજોગોમાં તેનો હાથ વડે નાશ કરી દેવો જોઈએ.

Related Topics

maize crop armyworm

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More