Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

પતંજલિ, એમેઝોન સહિત ચાર મોટી કંપનીઓ સાથે કૃષિ મંત્રાલયનો કરાર: આવી રીતે થશે ખેડૂતોને લાભ

ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારે વધુ એક પગલું લીધું છે. તાજેતરમાં જ કૃષિ મંત્રાલયે પતંજલિ, એમેઝોન સહિત ચાર સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે. સરકારના આ પગલાથી ખેડુતોને ફાયદો થશે તેવી અપેક્ષા સેવવામાં આવે છે. જે ચાર સંસ્થાઓ સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમાં પતંજલિ ઓર્ગેનિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, એમેઝોન વેબ સર્વિસિસ (એડબ્લ્યુએસ), ઇએસઆરઆઈ ઇન્ડિયા પ્રા. લિ. અને એગ્રીબજાર ઇન્ડિયા પ્રા. લિ. નો સમાવેશ કરવામાં આવે છે.

KJ Staff
KJ Staff
Ministry of Agriculture's agreement with four major companies
Ministry of Agriculture's agreement with four major companies

ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારે વધુ એક પગલું લીધું છે. તાજેતરમાં જ કૃષિ મંત્રાલયે પતંજલિ, એમેઝોન સહિત ચાર સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે. સરકારના આ પગલાથી ખેડુતોને ફાયદો થશે તેવી અપેક્ષા સેવવામાં આવે છે. જે ચાર સંસ્થાઓ સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમાં પતંજલિ ઓર્ગેનિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, એમેઝોન વેબ સર્વિસિસ (એડબ્લ્યુએસ), ઇએસઆરઆઈ ઇન્ડિયા પ્રા. લિ. અને એગ્રીબજાર ઇન્ડિયા પ્રા. લિ. નો સમાવેશ કરવામાં આવે છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું છે કે કૃષિ ક્ષેત્રને સાથે રાખીને આત્મનિર્ભર અને ડિજિટલ ભારતનું સપનું સાકાર થશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં દેશને એક નવો રસ્તો બતાવ્યો છે, જેના પગલે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કૃષિ ક્ષેત્રના ડિજિટલાઇઝેશન માટે નક્કર પગલા લીધા છે. વડાપ્રધાનના  દ્રઢ નિર્ધાર સાથે, કૃષિ ક્ષેત્રમાં એક સ્પિરિટ ઉભી થઇ અને ખેડૂતોની આવક વધારવા માટે, વાર્ષિક 75 હજાર કરોડની ઐતિહાસિક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) સહિત અનેક યોજનાઓ પારદર્શિતા સાથે અમલમાં આવી રહી છે.

કૃષિ મંત્રાલય સાથે ચાર સંસ્થાઓના એમઓયુ પર હસ્તાક્ષર સમારોહ દરમિયાન તેમણે આ વાત કરી હતી.  જે ચાર સંસ્થાઓ સાથે મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમાં પતંજલિ ઓર્ગેનિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, એમેઝોન વેબ સર્વિસિસ (એડબ્લ્યુએસ), ઇએસઆરઆઈ ઇન્ડિયા પ્રા.લિ. અને એગ્રીબજાર ઇન્ડિયા પ્રા.લિ.  આ સંગઠનો સાથે ખેડૂત ડેટાબેસનો ઉપયોગ એક વર્ષના સમયગાળા દરમિયાન પાઇલટ પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ કામો માટે કરાર થયા છે

રાજ્યો (ઉત્તર) ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા માટે, 'નેશનલ એગ્રિકલ્ચર જિઓ હબ'  સ્થાપના અને પ્રારંભ માટે ઇએસઆરઆઈ સાથે કૃષિ મૂલ્ય શૃંખલામાં ડિજિટલ સેવાઓ અને કૃષિ સાથે સંકળાયેલી ઇનોવેટિવ ઇકો સિસ્ટમને બનાવવા માટે એમેઝોન વેબ સર્વિસીસ સાથે અને  ડિજિટલ કૃષિ સેવાઓ પ્રોત્સાહન આપવા માટે  3 રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પાયલોટ પરિયોજના માટે કૃષિ વિભાગની સાથે જોડાણ કરવાના હેતુથી એગ્રીબજારની સાથે તેમજ 3 જિલ્લાઓ (હરિદ્વાર-ઉત્તરાખંડ, હમીરપુર- ઉત્તરપ્રદેશ અને મુરેના-મધ્યપ્રદેશ)માં  કૃષિ સંચાલન અને ખેડૂત સેવા માટે પતંજલિ સાથે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ડિજિટલ કૃષિ માટેની રૂપરેખા તૈયાર કરવા આ ક્ષેત્રમાં નિષ્ણાતો અને ટેકનોલોજીના નિષ્ણાતોનું એક ટાસ્ક ફોર્સ અને એક  કાર્યકારી જૂથની રચના કરી હતી.  કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રાલયના સચિવ સંજય અગ્રવાલની અધ્યક્ષતામાં અને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના ભૂતપૂર્વ સેક્રેટરી જે સત્યનારાયણની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ, અને  ડિજિટલ ટેકનીકોને પ્રોત્સાહન આપવા ખેડુતોને કૃષિની પરિસ્થિતિથી કેન્દ્રિત કરવા માટે ભારત ઇકોસિસ્ટમ આર્કિટેક્ચર વિથ વિઝન (ઇન્ડીએ) ડિજિટલ ઇકોસિસ્ટમ સલાહ આપતો પરિપત્ર તૈયાર કરવામાં આવ્યો છે

ડિજિટલ ડેટાબેઝ સાથે ખેડુતોની જમીનના રેકોર્ડનું જોડાણ

કૃષિમાં ડિજિટલાઇઝેશનના મહત્વને માન્યતા આપતા, વિભાગ એક સંઘીય ખેડૂત ડેટાબેસ બનાવી રહ્યું છે અને ક તેના આધારે વિવિધ સેવાઓ બનાવી રહ્યું છે.  જેથી કૃષિના ડીઝીટલ ઇકો સિસ્ટમનું નિર્માણ થઈ શકે.આ ડેટાબેઝને દેશભરના ખેડૂતોના જમીનના રેકોર્ડ સાથે જોડવામાં આવશે અને અનોખા ખેડૂત આઈડી જનરેટ કરવામાં આવશે.  ખેડુતો માટેના યુનિફાઇડ ડેટાબેસ હેઠળ, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના તમામ લાભો અને સહયોગ વિશેની માહિતી આ ડેટાબેઝમાં રાખી શકાય છે અને તે ભવિષ્યમાં ખેડૂતોને લાભ પૂરા પાડવા માટેની માહિતીનું સાધન બની શકે છે.  અત્યાર સુધીમાં લગભગ 5 કરોડ ખેડુતોની વિગતોનો ડેટાબેસ તૈયાર કરવામાં આવ્યો છે, તેવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં તમામ જમીનધારક ખેડુતોને ઉમેરીને ડેટાબેઝ પૂર્ણ થઈ જશે.

Related Topics

Agriculture Amazon Baba ramdev

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More