Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શુષ્ક વિસ્તારમાં થતા ફળ પાકોનું ઔષધિય મહત્વ

જટીલ પ્રકારની સમસ્યાવળી જમીન સમાન્ય ખેતી માટે જોખમભરી હોય છે. આવી જમીનમાં બોર, આમળાં, સીતાફળ, ગુંદા, બીલી, ફાલસા, કોઠા, આમલી અને જાંબુ જેવા પોષણયુક્ત ફળાઉ વૃક્ષો સહેલાઇથી ઉછેરી શકાય છે. અને આ ફાળો ઘણું આયુર્વૈદીક મહત્વ ધરાવે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Medicinal importance of fruit
Medicinal importance of fruit

બાગાયતી શાસ્ત્રની દ્રષ્ટિએ ફળ એ વૃક્ષનો એવો સ્થૂળ પદાર્થ છે જે તાજું ખાઈ શકાય તેમજ પરિરક્ષિત કરી ઉપયોગમાં લઈ શકાય છે જ્યારે ફળપાક ઉત્પાદન એટલે ખાવા લાયક ફળ ધરાવતા વૃક્ષો, ક્ષુપો અને વેલાઓની આર્થિક દ્રષ્ટિકોણને લક્ષમાં રાખી મોટા પાયે કરવામાં આવતી ખેતી, રાજ્યમાં જન સંખ્યામાં વધારો, વ્યાપક ઔધોગીકરણ અને શહેરીકરણને લીધે સારી જમીનની અછત ઉદભાવતી જાય છે. આવા સંજોગોમાં ખાધાન્નની પૂર્તિ કરવા માટે સૂકા અને અર્ધસૂકા વિસ્તારની ઉપલબ્ધ પડતર જમીનનો ખેતીમાં ઉપયોગ કરવો પડશે. પરંતુ જટીલ પ્રકારની સમસ્યાવળી જમીન સમાન્ય ખેતી માટે જોખમભરી હોય છે. આવી જમીનમાં બોર, આમળાં, સીતાફળ, ગુંદા, બીલી, ફાલસા, કોઠા, આમલી અને જાંબુ જેવા પોષણયુક્ત ફળાઉ વૃક્ષો સહેલાઇથી ઉછેરી શકાય છે. અને આ ફાળો ઘણું આયુર્વૈદીક મહત્વ ધરાવે છે.

બોર

બોરના ફળોનો ઉપયોગ ઘા તથા ચાંદા ઉપર લગાવવા માટે, પાચનક્રિયા ગતિશીલ બનાવવા તથા તાવ મટાડવા માટે થાય છે. તેના બીજનો ઉપયોગ છાશ સાથે ઉલટી, ઉબકા તથા ગર્ભાવસ્થામાં થતાં દુખાવા ને અટકાવવા માટે થાય છે. તેના બીજનો પાવડર ઝાડા તથા કમળાનાં નિવારણ માટે ઉપયોગી છે. તેના પાંદડાનો ઉપયોગ ઘા રૂઝાવા માટે, દમ, તાવ, તથા યકૃતમાં થતાં દુખવાનાં નિવારણ માટે વપરાય છે. તેના ફૂલોનો ઉપયોગ આંખોનાં રોગોમાં તથા ચામડી પર પડતાં ચાંદા ઉપર લગાવવામાં થાય છે.

લીંબુ

લીંબુનાં ફળ રોજ- બરોજની વપરાશ ઉપરાંત ઔષધીય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. લીંબુનો રસ કફ, વાયુ, ઉધરસ,ઉલટી, કોલેરા, શૂળ, ત્રિદોષ, આમવાત તથા પેટનાં કૃમિનો નાશ કરે છે. લીંબુના સેવનથી અજીર્ણ દૂર થી છે. તદ્દઉપરાંત અનેક પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનો લીંબુનાં રસ અને ફળની છાલ માંથી બનાવવામાં આવેછે.

દાડમ

દાડમનો ઉપયોગ નસકારી ફૂટે ત્યારે તથા અરુચિ, આંખોની ગરમી અને લાલાશ દૂર કરવા થાય છે. કોઢ તથા મરડાના ઈલાજ માટે દાડમનો ઉપયોગ થાય છે. તેના મૂળ, છાલ તથા બીજનો ઉપયોગ ઔષધીય રીતે ઝાડા માટે થાય છે. તેના ફળો રેચક તરીખે, જઠરનાં સોજાં માટે તથા હદયનાં દુ:ખાવા માટે થાય છે. દાડમનો રસ રક્તપિતનાં દર્દીને રાહત આપે છે. તેના થડ અને મૂળનો ઉપયોગ કૃમિનાશક તારીખે અનર તાવમાં થાય છે. પૌરૂષશક્તિ વધારવા માટે દાડમ ગુણકારી છે.

ખારેક

ખજૂર તેમજ સૂકી ખારેકનો ઉપયોગ પૌષ્ટીક આહાર, વાજીકરણ દવા તારીખે થાય છે. મહિલાઓ માટે પ્રસૂતિ પછીની નબળાઈ ઝડપી દૂર કરવા માટે ખજૂરના ફળ જેને છોહારા કહેવામાં આવે છે તે ખૂબ ઉપયોગી છે.

ખાટી આમલી

દરરોજ ખોરાકમાં તેનો ઉપયોગ કરવાથી મૂત્રપિંડમાં પથરી જેવા દર્દો થવાનો અવકાશ રહેતો નથી. તેની છાલનો ઉપયોગ ઝાડા અટકાવવા માટે થાય છે. તે પિતશામક તારીખે વપરાય છે. તેના પાંદડાનો ઉપયોગ આંખ અને કાનનાં રોગોમાં તથા સપનાં ઝેરનાં નિવારણ માટે થાય છે. તેનો ઉપયોગ સોજો ઉતારવા માટે, દાઝયા ઉપર, અરૂચિ દૂર કરવા, લૂ નાં નિવારણ માટે, ભાંગનો નશો દૂર કરવા, ઝાડા અટકાવવા માટે થાય છે.

જાંબુ

જાંબુનાં ફળનો ઉપયોગ ઝાડા બંધ કરવા, મધુપ્રમેહ, દરાજ વગેરે રોગોમાં થાય છે. જાંબુનાં બીજનો પાવડર મૂત્રમાં શર્કરાનું પ્રમાણ ઝડપથી ઘટાડે છે. તેનાં વિવિધ ભાગોનો ઉપયોગ મરડો, મસા, યકૃતનાં રોગો, સ્ત્રી વ્ંધ્યત્વ અને મૂત્રનું પ્રમાણ વધારવા માટે થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુના ઠળિયાના ઉપયોગ લાભકારી છે.

માહિતી સ્ત્રોત - ડો. બી. સી. ગોહેલ અને ડો. વી. આર. માલમ બાગાયતશાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ – ૩૬૦ ૦૦૧. ફોન. (૦૨૮૫) – ૨૬૭૨૦૮૦-૯૦

આ પણ વાંચો - આમળાથી થાય છે આ ફાયદા, આજથી જ શરૂ કરી દો આમળાનું સેવન

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More