Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બીજ માવજતની પધ્ધતિઓ અને સાધનો વિશે જાણી કૃષિ ક્ષેત્રમાં અજમાવો ભાગ-1

ભારતમાં હરિયાળી ક્રાંતિનો મુખ્‍ય આધાર પાકોની સુધારેલી જાતોનું મોટા વિસ્‍તારમાં વાવેતર અને આ ક્ષેત્રે વિકસેલી નવી ઉત્પાદન ટેકનોલોજી છે. આમ છતાં વિવિધ પાકમાં થયેલ સંશોધિત જાતોની ક્ષમતા મુજબનું ઉત્પાદન આ૫ણે મેળવી શકતા નથી. જેનું મુખ્‍ય કારણ વિવિધ પાકમાં રોગ અને જીવાતનો ઉ૫દ્રવ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ભારતમાં હરિયાળી ક્રાંતિનો મુખ્‍ય આધાર પાકોની સુધારેલી જાતોનું મોટા વિસ્‍તારમાં વાવેતર અને આ ક્ષેત્રે વિકસેલી નવી ઉત્પાદન ટેકનોલોજી છે. આમ છતાં વિવિધ પાકમાં થયેલ સંશોધિત જાતોની ક્ષમતા મુજબનું ઉત્પાદન આ૫ણે મેળવી શકતા નથી. જેનું મુખ્‍ય કારણ વિવિધ પાકમાં રોગ અને જીવાતનો ઉ૫દ્રવ છે.

ભારતમાં હરિયાળી ક્રાંતિનો મુખ્‍ય આધાર પાકોની સુધારેલી જાતોનું મોટા વિસ્‍તારમાં વાવેતર અને આ ક્ષેત્રે વિકસેલી નવી ઉત્પાદન ટેકનોલોજી છે. આમ છતાં વિવિધ પાકમાં થયેલ સંશોધિત જાતોની ક્ષમતા મુજબનું ઉત્પાદન આ૫ણે મેળવી શકતા નથી. જેનું મુખ્‍ય કારણ વિવિધ પાકમાં રોગ અને જીવાતનો ઉ૫દ્રવ છે. કોઈપણ પાકમાં આવતા રોગોને અટકાવવાના ૫ગલાં લેવા માટે રોગ શેનાથી થાય છે, કઈ રીતે ફેલાય છે, રોગના લક્ષણો વગેરે જેવી બાબતોનું જ્ઞાન મેળવવું અતિ આવશ્‍યક છે. મુખ્‍યત્‍વે ખેતી પાકોમાં રોગનો ફેલાવો બિયારણ, હવા અથવા જમીન દ્વારા થતો હોય છે.

ખેતી પાકોમાં ઘણાં બધાં રોગો બીજ દ્વારા ફેલાતા હોય છે. આવાં બીજજન્ય રોગ માટે વિવિધ રોગકારકો જેવાકે; જીવાણુ, ફુગ, વિષાણુ તેમજ કૃમિ જવાબદાર હોય છે. જેમને અટકાવવા માટે બીજને વાવતા કે રો૫તાં ૫હેલા દવાની માવજત આ૫વામાં આવે તેને બીજ માવજત કહે છે.  જમીનજન્‍ય કેટલાક રોગોની અટકાયત માટે બીજને જૈવિક નિયંત્રકોની માવજત આ૫વામાં આવે છે. તેજ રીતે ઉત્પાદન વધારવાં માટે કઠોળવર્ગના કે ધાન્‍યવર્ગના બીજને પણ ઉ૫યોગી જીવાણુના કલ્‍ચરની માવજત આ૫વાથી હવામાંનો નત્રવાયુ એકઠો કરી છોડને પુરો પાડવામાં મદદ કરે છે તેને ૫ણ બીજ માવજત તરીકે ઓળખવામાં આવે છે.

બીજની તંદુરસ્તી

બીજની તંદુરસ્તી એ પાક ઉત્પાદનમાં ખુબ જ અગત્યનું પરિબળ છે. વાવેતર સમયે જ જો કોઈપણ પાકનું તંદુરસ્ત, નુકશાન વગરનું અને રોગમુકત બિયારણ વાવેલ હોય તો પાકને ઘણાં બધા રોગ અને જીવાતથી પાછળની અવસ્થાએ બચાવી શકાય છે. બીજની સપાટી ઉ૫ર કે તેની અંદર ઘણી જાતના રોગકારકો રહેલા હોય છે, જે બીજની સાથે વાવેતર સમયે જમીનમાં જાય છે અને ત્‍યાં ભેજ મળવાથી બીજના સ્‍ફુરણ ૫હેલા રોગકારકની વૃઘ્‍ધિ શરૂ થાય છે.આ રોગકારકો  તેમજ તેના દ્રારા ઉત્પન્ન થતા રસાયણથી બીજ સડી જાય છે. જેથી આવા બીજ ઉગી શકતા નથી અને ખેતરમાં ખાલા ૫ડે છે. દા.ત. મગફળી ના બીજ ઉપર એસ્પરજીલસ નાઈઝર ફૂગની વૃધ્ધી થવાથી મગફળીના દાણા સડી જાય છે. તેવી જ રીતે બાજરીમાં ગુંદરિયો અને કૃતુલ, ઘઉંમાં અનાવૃત્ત અંગારિયો, જુવારમાં દાણાનો અંગારિયો, શેરડીમાં રાતડો, ચાબુકીયો, ધાસિયા જડિયાનો રોગના કારણે ઘણું જ નુકશાન થતું જણાયું છે. આ બધા રોગો બીજ દ્વારા ફેલાય છે.

બીજની તંદુરસ્તી અને બીજ માવજતની વિવિધ પદ્ધતિ તથા સાધનો

ઘણાં બીજજન્ય રોગો એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં તેમજ એક દેશ માંથી બીજા દેશમાં બીજ સાથે દાખલ થાય છે અને છેવટે વ્યાપક પ્રમાણમાં પ્રસરે છે.રોગકારકની હાજરીવાળા બીજને વાવવામાં આવે તો તેમાંથી જે છોડપેદા થાય છે તેમાં ઝડ૫થી રોગકારક લાગી જાય છે. જયાં તેની વૃઘ્‍ધિ થવાથી છોડનુ મૃત્‍યુ થતુ હોય છે. ઘણીવાર આવા રોગકારક બીજની સાથે જમીનમાં જતા હોય છે તેથી છોડના મુળ, થડ વગેરે ૫ર રોગ કરીને છોડને નુકશાન કરે છે. ઘણા રોગકારકો એવા હોય છે જે બીજની સાથે આવે છે ૫રંતુ નુકશાન જયારે છોડ મોટો થાય  ત્‍યારે કરતા હોય છે. દા.ત. ઘઉનો અનાવૃત અંગારિયો રોગકારકો બીજની સાથે  મુખ્‍યત્‍વે ત્રણ રીતે રહેલા હોય છે.

બીજની સપાટી ઉ૫ર

બીજની બહારના ભાગોમાં રોગકારકના બીજાણુ અન્‍ય અવસ્‍થામાં રહેલા હોય છે. આવા રોગકારકો બીજની માવજતથી સહેલાઈથી દુર કરી શકાય છે. દા.ત. મગફળીના બીજ ઉ૫ર કાળી ફુગના બીજાણુથી  હાજરી.

બીજની અંદર

આ કિસ્‍સામાં રોગકારક બીજની અંદર ખૂબ જ ઉંડે એટલે કે ભ્રુણમાં અથવા બીજકવચની નીચે રહેલા  હોય છે. આવા રોગકારકો શોષક પ્રકારની દવાનો ૫ટ આ૫વાથી જ દુર કરી શકાતા હોય છે દા.ત. ઘઉંમા અનાવૃત અંગારિયાનું  રોગકારક.

બીજની સાથે

આ કિસ્‍સામાં  બીજની સાથે જ રોગકારકના અમુક ભાગ રહેલા હોય છે. જેમકે, ઘઉં કે બાજરાના બીજમાં અન્‍ય કચરો હોય તે રીતે આ રોગકારકો બીજ વાવીએ તેની સાથે જમીનમાં જતા રહે છે અને  યોગ્‍ય સમયે રોગ પેદા  કરે છે.  દા.ત. જુવાર અને બાજરીમાં ગુંદરિયાનો રોગ લાગેલ પેશીઓ, મગફળીમા થડનો સડો પેદા કરતી ફુગના ગોળ દાણા  જેવા સ્‍કલેરોશિયા વગેરે.

બીજમાવજતની ઉપયોગીતા

બીજ માવજત એ પાકને બીજજન્‍ય તેમજ જમીન જન્‍ય રોગોથી બચાવવા માટેનો સરળ, સસ્‍તો અને અસરકારક ઉપાય છે.

(૧) બીજને ફુગનાશક/કિટનાશક તેમજ ઉ૫યોગી જૈવિક ખાતરની બીજ માવજત આ૫વામાં આવે છે. જેથી કરીને બીજ દ્રારા ફેલાતા રોગકારકોનું નિયંત્રણ થાય, બીજનો ઉગાવો સારો થાય અને જમીન જન્‍ય રોગકારકોથી ઉગતા છોડને બચાવી શકાય છે.

(૨) જૈવિક ખાતરની બીજ માવજત આ૫વાથી તેમાં રહેલ જીવાણુંઓ હવામાંનાં અને જમીનમાંનાં જરૂરી પોષક તત્‍વો છોડને ઉ૫લબ્‍ધ બનાવે છે. આમ બીજ માવજત અનેક રીતે ઉ૫યોગી છે.

(૩) ધરૂવાડિયામાં ધરૂ મૃત્યુ અટકાવવા માટે પણ બીજ માવજત ઉપયોગી છે.

(૪) બીજ માવજત માટે વ૫રાતા રસાયણો કે ઉ૫યોગી સજીવોનો જથ્‍થો ખૂબ જ ઓછી માત્રામાં જરૂર ૫ડે છે. આમ તે ખેડૂતોને આર્થિક રીતે ૫રવડે તેવી ૫ઘ્‍ધતિ છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વાતાવરણનું પ્રદૂષણ વધતું નથી.

આ બધા બીજ માવજતનાં ફાયદાઓને ધ્યાને લઇ શકય હોય ત્‍યાં સુધી બિયારણને વાવતા કે રો૫તાં ૫હેલા યોગ્‍ય ભલામણ પ્રમાણેની માવજત આ૫વાથી તેનાથી ખેતીખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

બીજ માવજત આપવા માટેની પદ્ધતિઓ

સુકી માવજત

આ એક સર્વસામાન્‍ય અને ખેડૂતોમાં પ્રચલિત રીત છે. ખાસ કરીને ધાન્‍યપાકો, કઠોળપાકો, શાકભાજીના પાકો, મરીમસાલાના પાકો અને તૈલીબીયા પાકોમાં બિયારણને વાવતા ૫હેલા થાયરમ, મેન્‍કોઝેબ (૩ગ્રામ/કિલો બીજ) કે કાર્બેન્‍ડાઝીમ (ર ગ્રામ/કિલો બીજ), ટેબ્‍યુકોનેઝોલ (૧.ર૫ ગ્રામ/કિલો બીજ) જેવી ફૂગનાશક દવા નો ૫ટ આપી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. મોટા જથ્‍થામાં બિયારણને ૫ટ આ૫વા માટે “સીડ ડ્રેસીંગ ડ્રમ” નો ઉ૫યોગ કરવામાં આવે છે.

ચોક્કસ વજન કરેલ બિયારણનાં જથ્‍થાને જરૂરીયાત પ્રમાણેની દવા સાથે મિશ્ર કરી ડ્રમમાં નાંખી ગોળ-ગોળ ફેરવવાથી બધાજ બીજ પર એકસરખો ૫ટ લાગી જાય છે. નાના જથ્‍થામાં બીજ હોય તો તગારૂ, ડોલ કે અન્‍ય નાના વાસણમાં જરૂરી માત્રામાં બીજ અને દવાઓ ભેગા કરી વાસણને આમથી તેમ હલાવવાથી પણ બીજ ૫ર દવાનો ૫ટ ચઢે છે. દવાનો ઉ૫યોગ કરતી વખતે કદી ૫ણ ખુલ્‍લા હાથનો ઉ૫યોગ ન કરતા હાથ પર પ્‍લાસ્‍ટિકના હાથમોજા પેરવાં.

બટાટાના પાકમાં જોવા મળતા કટકાંના કહોવારાના રોગની અટકાયત માટે બટાટાના ૧૦૦૦ કિ.ગ્રા. નાના-નાના ટુકડાઓને મેન્‍કોઝેબ (૫૦૦ ગ્રામ) અને શંખજીરૂ (ર.૫ કિલો) ના મિશ્રણની સુકી માવજત આ૫વામાં આવે છે. મગફળીનાં બીજને પ્રતિ કિ.ગ્રા. ૩ થી ૪ ગ્રામ થાયરમ અથવા મેન્કોઝેબ અથવા ૧.૨૫ ગ્રામ ટેબુકોનેઝોલ દવાનો પટ આપીને વાવવાથી તેમાં આવતા ઉગસૂકનાં રોગનું નિયંત્રણ કરી શકાય છે.

Related Topics

Agriculture Tools Farming Seeds

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More