Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જમીનના ભૌતિક ગુણધર્મોની ઓળખ અને સમજ- ભાગ-2

એક ગ્રામ અથવા એક ઘન સે.મી માટીમાં રહેલા રજકણો ની સપાટીના કુલ ક્ષેત્રફળને જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહે છે. અને તેને ચોરસ સે.મીટર પ્રતિ ગ્રામમાં અથવા ઘન સે.મીમાં દર્શાવવામાં આવે છે.

વાવેતર
વાવેતર

એક ગ્રામ અથવા એક ઘન સે.મી માટીમાં રહેલા રજકણો ની સપાટીના કુલ ક્ષેત્રફળને જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહે છે. અને તેને ચોરસ સે.મીટર પ્રતિ ગ્રામમાં અથવા ઘન સે.મીમાં દર્શાવવામાં આવે છે. પ્રતિ ઘન સે.મીમાં કદમાં આવેલા માટીના રજકણોનું કદ જેમ નાનું થતું જાય તેમ તેમ વિશિષ્ટ ક્ષેત્રફળ રૂપમાં વધે છે.

4) જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ

એક ગ્રામ અથવા એક ઘન સે.મી માટીમાં રહેલા રજકણો ની સપાટીના કુલ ક્ષેત્રફળને જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહે છે. અને તેને ચોરસ સે.મીટર પ્રતિ ગ્રામમાં અથવા ઘન સે.મીમાં દર્શાવવામાં આવે છે. પ્રતિ ઘન સે.મીમાં કદમાં આવેલા માટીના રજકણોનું કદ જેમ નાનું થતું જાય તેમ તેમ વિશિષ્ટ ક્ષેત્રફળ રૂપમાં વધે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક સે.મી. વ્યાસવાળા રજકણોનું કદ ૦.૫૨ ઘન સે.મી છે. અને તેની સપાટીનું ક્ષેત્રફળ ૩.૧૪ ચો.સે.મીટર થાય છે. આ એક સે.મી. વ્યાસવાળા રજકણોને ૦.૦૦૧ સે.મી વ્યાસવાળા રજકણમાં ટુકડા કરવામાં આવે તો દસ લાખ રજકણો બને અને આ નાના રજકણોની સપાટીનું કુલ ક્ષેત્રફળ ૩૧૪ ચો.સે.મીટર જેટલું થાય છે. આમ રેતાળ જમીનમાં આ ક્ષેત્રફળ ઓછું થાય છે. જયારે કાંપવાળી અને માટીયાળ જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ વધુ હોય છે. આ ગુણધર્મ અત્યંત અગત્યનો છે, કારણ કે જમીનમાં રહેલા પોષકતત્વો આ માટીના રજકણો ઉપર તેમનું સ્થાન પ્રાપ્ત કરે છે. એમોનિયમ સલ્ફેટ અથવા યુરીયા ખાતર જમીનમાં આપીએ ત્યારે તેમાંથી એમોનિયમ તૈયાર થાય છે અને તે આ માટીના રજકણોની સપાટી ઉપર ચોંટી જાય છે.

જમીનના ભૌતિક ગુણધર્મોની ઓળખ અને સમજ ભાગ-1  

 5) સાપેક્ષ ઘનતા

જમીન એ ઘન, પ્રવાહી, વાયુ અનેવ જૈવિક ઘટકો મિશ્ર ચલિત પ્રણાલી છે. આમ જમીનની સાપેક્ષ ઘનતામાં તેમા રહેલ છિદ્રાવ કાચનો પણ સમાવેશ થાય છે. માટીથાળ કરતા રેતાળ ખડેલ જમીન કરતા ખેડવાણ અને વધુ સેંદ્રીય પદાર્થ કરતા ઓછા  સેંદ્રીય પદાર્થવાળી જમીન્ની સાપેક્ષ ઘનતા વધે છે. અને જેમ સાપેક્ષ ઘનતા વધે તેમ તેમાં છિદ્ર અવકાશ ઓછો હોય છે. અને પાણી અને હવાની અવરજવર ઓછી થાયા છે. તેમજ બીજાના સ્ફુરણ અને મૂળની વૃધ્ધિ માટે અવરોધકારક બને છે. જમીનની સાપેક્ષ ઘનતા સેંદ્રીય ખાતર, યોગ્ય ઓઝારથી વરાપના ભેજે લઘુતમ ખેડકાર્ય તેમજ કઠોળ અને ધાન્ય પાકોની ફેરબદલીથી યોગ્ય પ્રમાણમાં જાળવી શકાય. 

ભૂતિક ગુણધર્મ
ભૂતિક ગુણધર્મ

6) જમીન પોપડો

જમીનની સપાટી ઉપર ખાસ કરીને રેતાળ જમીનમાં, વરસાદના ટીપાંથી જમીનમાં રજકણો છુટા પડે છે. નાના રજકણો પાણી સાથે જમીનમાં નીચે તરફ વહન પામતા તેમના કદના અનુરૂપ છિદ્રામાં સ્થાન પામે છે. જમીન સુકાતા આ ઉપરનું પર સખત પોપડાના રૂપે તૈયાર થાય છે. વરસાદ પહેલાં જો બીજ વાવેલ હોય તો આ સખત પોપડામાંથી સ્ફુરણ પામેલા બીજ બહાર નીકળી શકતું નથી અને બીજનો ઉગાવો ઓછો થતાં પાક - ઉત્પાદન પર માઠી અસર થાય છે. ઉતર ગુજરાતની જમીનમાં આ મુશકેલી જોવા મળે છે. આ મુશકેલી નિવારવા બીજનો દર પ્રતિ હેકટર વધુ રાખવો પડે અથવા દંતાળ વડે વાવણીની દિશામાં ખેતર ખેડવું અથવા અત્યંત આછું પિયત આપવું જોઈએ.

7) જમીનની સખતાઈ

જમીન ઉપર વધુ વજનવાળા ટ્રેકટર અથવા અન્ય વાહનો વાંરવાર ફેરવામાં આવે તો લાબાંગાળે જમીનના પડ સખત બને છે. જમીન સખત બનવાથી પાકના મૂળ્નો વિકાસ અટકે છે. જમીનની ભેજ સંગ્રહ શકિતમાં તથા જમીનની હવામાં પણ ઘટાડો થાય છે કે જેનો સંબંધ પાક - ઉત્પાદન સાથે છે.

8) જમીનની ભેજસંગ્રહશકિત

વરસાદ પછી અથવા પિયત આપ્યા પછી પાણી જમીનમાં નીચે તરફ વહન પામે છે. ગુરૂત્વાકર્ષણના બળથી પાણીનો નિતાર પૂરો થયા પછી જમીનમાં જે પાણીનો જથ્થો રહે છે તેને ક્ષેત્રિય જળ સંચય શકિતવાળું પાણી કહે છે. આ પાણી મોટેભાગે નાના છિદ્રોમાં સંગ્રાહાયેલું હોય છે. મોટા છિદ્રોમાંથી પાણી ગુરૂત્વાકર્ષણના બળથી નિતાર પામે છે. અને તેમાં હવાનો સંગ્રહ થાય છે. આમ જમીનમાં ક્ષેત્રિય જળ સંચય બિંદુએ જે પાણી અને હવા પાકના મૂળ માટે ઉપલબ્ધ છે તે સૌથી વધુ અનુકૂળ સ્થિતિમાં હોય છે. આ સ્થિતિમાં પાકનો વિકાસ બહુ ઝડપી હોય છે. જમીનમાં પિયત આપ્યા પછી સમય જતાં જમીનના આ પાણીના જથ્થામાં છોડ અને વાતાવરણ ના વપરાશથી ઘટાડો થાય છે. જમીનમાં પાણી ઓછું થતું જાય છે અને હવાનું પ્રમાણ વધતું જાય છે. એક સમયે પાકને જમીનમાંથી જરૂરીયાત મુજબ પાણી મળતું નથી, તેથી વૃધ્ધિ અટકી જાય છે. છેવટે પાન ચીમળાઈ જાય છે અને પાન સુકાઈ જાય છે . જમીનના ભેજથી આ સ્થિતિને કાયમી સુકારાનું બિંદુ કહે છે. જમીનના ક્ષેત્રિય જળ સંચયબિંદુ કાયમી સુકારા બિંદુએ આવેલા પાણીના તફાવતના જથ્થાને પાકનું લભ્ય પાણી કહે છે. એટલે કે જમીનના આ બે બિંદુ વચ્ચે રહેલ પાણીનો ઉપયોગ છોડ તેની વૃધ્ધિ માટે કરે છે. આ લભ્ય પાણીનો જથ્થો જુદી- જુદી જમીનમાં અલગ અલગ હોય છે. જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.:

જમીનનો પ્રકાર

કુલ લભ્ય પાણી સે.મી. પ્રતિ એક મીટર ઊંડાઈ જમીનમાં

રેતાળ

૮.૩

સેન્ડી લોમ ( ગોરાડુ)

૧૧.૬

લોમ

૧૬.૬

માટીયાળ – લોમ

૧૯.૬

કાંપવાળી માટીયાળ

૨૦.૮

માટીયાળ કાળી

૨૨.૫

આ લભ્ય પાણીના જથ્થાને આધારે બે પીયત વચ્ચે નો ગાળો અને પાકને કેટલું પાણી આપવું તે નક્કી કરવામાં આવે છે. આમ કરવાથી પિયત પાણીનો દુવ્યર્ય અટકે છે અને પાકને જરૂરી માફકસર હવા - પાણી મળવાથી ઉત્પાદન સારૂં મળે છે .

સોઈલ
સોઈલ

9) જમીનની પાણી - વહનશકિત

જમીનમાં પાણી આપ્યા પછી તેનું વહન પાકના મૂળ તરફ થાય છે. જેમ જેમ પાકના મૂળ વિસ્તારમાં પાણી ઓછું થતું જાય તેમ તેમ તરફ વહે છે પંરતુ આ વહનનો દર સમય જતાં (પાણી વહનનો જથ્થો પ્રતિ કલાકે) ઓછો થતો હોય છે. જુદી જુદી જમીનોમાં આ પાણીની વહન - શકિત અને માટીયાળ જમીનમાં પાણી આપ્યા પછી લાંબા સમય સુધી પાકને પાણી મળે છે. ત્યારે રેતાળ જમીનમાં ટૂંક સમયમાં જ પાકને મળતું પાણી બહુ જ ઓછું થઈ જાય છે . જુદી જુદી જમીનોની પાણી વહનશકિત નીચે પ્રમાણે છે.  

જમીનનો પ્રકાર

પાણી વહનશકિત સે.મી. પ્રતિ કલાકે

રેતાળ લોમ

૬.૨

લોમ

૨.૭

કાંપલોમ

૧.૩

માટીયાળ (કલે લોમ)

૦.૬

 

વધુ વહન શકિતવાળી જમીનમાંથી પાણીનો વપરાશ વધુ થવાથી ખાલી થઈ જાય છે અને  પાકને  પિયત આપવાનો ગાળો ઓછો રાખવો પડે છે. જયારે ઓછી વહન શકિતવાળી જમીનમાંથી પાણીનો વપરાશ ધીમે ધીમે થવાથી પાકને લાંબા સમય સુધી પાણી મળે છે. આમ જમીનનો ભૌતિક ગુણધર્મો પાક - ઉત્પાદન સાથે ચોકકસ સંબંધ ધરાવે છે .

10) જમીનનિ દ્રઢતા(ક્ન્સીસ્ટંસી)

 જમીનનાં ઘન સમુહોના જોડાણબળના પ્રકાર અને પ્રમાણને અથવા તેના છુટા પાડવા સામેના અવરોધને તેની દ્ર્ઢતા કહે છે. જમિન સુકી હોય ત્યારે કઠણ બને છે અને ભીની હોય ત્યારે ચીકણી બને છે. ખેતી માટે જમીન વધુ કઠણ કે વધુ ચીકણી હોવી તેમજ ખુબજ નરમ કે બીલકુલ ચિકાશ વગરની સ્થિતિ પણ આર્દશરૂપ નથી આમ મધ્યમસરની યોગ્ય દ્રઢતાવાળી જમીન ખેતી માટે વધુ યોગ્ય બને છે. કઠીનતા અને ચિકાશ વધારવા જમીનમાં કેઓલીન, બેંટોનાઈટ અને તે ઓછી કરવા સેંદ્રીય ખાતર, જીપ્સમ, રેતી, રાખ, ટાંચ વગેરે ઉમેરી દ્રઢતાનું યોગ્ય પ્રમાણ જાળવી શકાય છે.

11) રંગ

જમીનનો આ ગુણધર્મો પણ કાયમી અને સહેલાઈથી પારખી શકાય છે. આથિ તેનું પ્રચલિતવર્ગીકરણ અને ઓળખ માટે મહત્વનો છે. જમીનમાં જોવા મળતો જુદો જુદો રંગએ જમીનમાં થતી કેટલીક પ્રકિયાઓને આભારી હોય છે. જમીનનાં રંગની જમીનનાં ઉષ્ણતમાન પર સીધિ અસર થાય છે. ભુખરાકે કાળા રંગની જમીનો આછા કે સફેદ રંગની જમીન કરતાં ગરમીનું પ્રમાણમાં વધારે અવશોષણ કરે છે.

Related Topics

Soil Physical Farming Farm Crops

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More