Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઇસબગુલની ઉન્નત પદ્ધતિથી ખેતી કરવાની શ્રેષ્ઠ રીત અપનાવી સારું ઉત્પાદન મેળવો

ખેતીમાં વધી રહેલા ખર્ચ અને ઓછા ઉત્પાદનની સ્થિતિને જોતા ખેડૂતો હવે એવા પાકો તરફ વળી રહ્યા છે કે જ્યાં વધારે નફો મેળવી શકાય. ઔષધીય પાકોની માંગ વર્તમાન સમયમાં વધારે છે. આમ તો ઔષધીય પાકોની માંગ વર્ષોથી જળવાયેલી રહી છે. આ પૈકીનો એક પાક ઇસબગુલ છે. ઇસબગુલ એક એવા પ્રકારનો ઔષધીય પાક છે કે જેનો ઉપયોગ પાચન તંત્રને મજબૂત કરવા, મેદસ્વિતાને ઓછી કરવા, કબજિયાત દૂર કરવા તથા પાચન ક્રિયાને લગતા રોગોની સારવારમાં કરવામાં આવે છે. ઇસબગુલમાં બીજની ઉપર સફેદ રંગનો પદાર્થ હોય છે કે જેને ભૂસી પણ કહે છે. ભૂસીમાં મ્યુસિલેજ હોય છે કે જેમાં ઝાઇલેઝ, એરોબિનોઝ તથા ગ્લેક્ટૂરોનિક એસિડ જોવા મળે છે. તેના બીજોમાં 17થી 19 ટકા પ્રોટીન હોય છે. આ ભૂસીમાં ઔષધીય ગુણો જોવા મળે છે, પણ ભૂસી રહિત બીજનો ઉપયોગ પશુ તથા પૉલ્ટ્રીમાં આહાર તરીકે કરવામાં આવે છે. વિશ્વમાં ઇસબગુલના કુલ ઉત્પાદન પૈકી ભારતમાં આશરે 80 ટકા ઇસબગુલનું ઉત્પાદન થાય છે.

KJ Staff
KJ Staff
FARMING OF ISABGOL
FARMING OF ISABGOL

ખેતીમાં વધી રહેલા ખર્ચ અને ઓછા ઉત્પાદનની સ્થિતિને જોતા ખેડૂતો હવે એવા પાકો તરફ વળી રહ્યા છે કે જ્યાં વધારે નફો મેળવી શકાય. ઔષધીય પાકોની માંગ વર્તમાન સમયમાં વધારે છે. આમ તો ઔષધીય પાકોની માંગ વર્ષોથી જળવાયેલી રહી છે. આ પૈકીનો એક પાક ઇસબગુલ છે. ઇસબગુલ એક એવા પ્રકારનો ઔષધીય પાક છે કે જેનો ઉપયોગ પાચન તંત્રને મજબૂત કરવા, મેદસ્વિતાને ઓછી કરવા, કબજિયાત દૂર કરવા તથા પાચન ક્રિયાને લગતા રોગોની સારવારમાં કરવામાં આવે છે. ઇસબગુલમાં બીજની ઉપર સફેદ રંગનો પદાર્થ હોય છે કે જેને ભૂસી પણ કહે છે. ભૂસીમાં મ્યુસિલેજ હોય છે કે જેમાં ઝાઇલેઝ, એરોબિનોઝ તથા ગ્લેક્ટૂરોનિક એસિડ જોવા મળે છે. તેના બીજોમાં 17થી 19 ટકા પ્રોટીન હોય છે. આ ભૂસીમાં ઔષધીય ગુણો જોવા મળે છે, પણ ભૂસી રહિત બીજનો ઉપયોગ પશુ તથા પૉલ્ટ્રીમાં આહાર તરીકે કરવામાં આવે છે. વિશ્વમાં ઇસબગુલના કુલ ઉત્પાદન પૈકી ભારતમાં આશરે 80 ટકા ઇસબગુલનું ઉત્પાદન થાય છે.

ઇસબગુલની ઉન્નત જાતોની પસંદગી

વિસ્તારો અને ભૌગોલિક સ્થિતિને આધારે જાતોની પસંદગી કરવી જોઇએ. અમે અહીં ઇસબગુલની કેટલીક એવી જાતો વિશે માહિતી આપી રહ્યા છીએ કે જે તમને ઉપયોગી બની શકશે. 

ગુજરાત ઇસબગુલ 2: આ જાત 118થી 125 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે અને 5-6 ક્વિંટલ પ્રતિએકર સુધી ઉપજ મેળવી શકાય છે. તેમાં ભૂસીનું પ્રમાણ 28થી 30 ટકા સુધી જોવા મળે છે. ગુજરાતની જમીનના બંધારણને જોતા, તે ઉત્તમ માનવામાં આવે છે.

આઈ.આઈ.89:  રાજસ્થાનના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો માટે વિકસિત આ જાત 110થી 115 દિવસમાં તૈયાર થઈ જાય છે તથા ઉપજ ક્ષમતા 4.5થી 6.5 ક્વિંટલ પ્રતિએકર છે. આ જાત રોગો તથા કીટકોના આક્રમણથી ઓછી અસર પામે છે તથા ભૂસી ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે.

આર.આઈ.1: રાજસ્થાનના શુષ્ક અને અર્ધશુષ્ક ક્ષેત્રો માટે વિકસિત આ જાતના છોડની ઉંચાઈ 29થી 47 સેંટીમીટર હોય છે. આ જાત 112થી 123 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે અને ઉપજ ક્ષમતા 4.5થી 8.5 ક્વિંટલ પ્રતિએકર હોય છે.

જવાહર ઇસબગુલઃ આ પ્રજાતિ મધ્ય પ્રદેશ માટે ઉત્તમ માનવામાં આવે છે. તેનું ઉત્પાદન 5.5થી 6 ક્વિંટલ પ્રતિએકર લઈ શકાય છે.

હરિયાણા ઇસબગુલ 5: તેનું ઉત્પાદન 4-5 ક્વિંટલ પ્રતિહૅક્ટરથી લઈ શકાય છે.

આ ઉપરાંત નિહારિકા, ઇંદોર ઇસબગુલ-1, મંદસોર ઇસબગુલ પણ વધારે સારી જાતો છે.

ઇસબગુલનું ઉત્પાદન વધારવાની વિવિધ ટેક્નિક

ખેતરની તૈયારી કરતી વખતે યોગ્ય ધ્યાન આપવાની જરૂર હોય છે. આ માટે માટીનો યોગ્ય ઉપચાર કરવો ખૂબ જરૂરી છે કે જેથી રોગ ન લાગે અને વધારે ઉપજ મળી શકે.

જમીનની બેથી ત્રણ ખેડાણ કરી માટીને ઝીણી બનાવવી, ત્યાર બાદ ઉધઈ, સફેદ લટ્ટ અને ભૂમિગત કીટકોને અટકાવવા માટે અંતિમ ખેડાણ સમયે ક્યુનોલફાસ 1.5 ટકા ચૂર્ણ 10 કિલો પ્રતિએકર દરથી માટીમાં મિશ્રિત કરવું.

જો જૈવિક ઉપચાર અપનાવવામાં આવે, તો બુવેરિયા વેરિયાના એક કિલો અથવા મેટારિજિયમ એનિસોપલી એક કિલો પ્રમાણને એક એકર ખેતરમાં 100 કિલો છાણિયા ખાતરમાં મિશ્રિત કરી ખેતરમાં પાથરી દેવું જોઇએ.

માટીજન્ય રોગથી પાકને બચાવવા માટે ટ્રાઇકોડર્મા વિરિડના એક કિલો પ્રમાણને એક એકર ખેતરમાં 100 કિલો છાણિયા ખાતરમાં મિશ્રિત કરી ખેતરના અંતિમ ખેડાણ સમયે માટીમાં મિશ્રિત કરવું. જૈવિક માધ્યમ અપનાવવાથી ખેતરમાં પૂરતા પ્રમાણમાં ભેજનું પ્રમાણ ચોક્કસપણે રાખો.

બિયારણના ઉપચાર માટે તુલાસિતા રોગના પ્રકોપથી પાકને બચાવવા માટે મેટાલેક્સિલ 35 ટકા એસડી 5 ગ્રામ પ્રતિ કિલો બિયારણના દરથી ઉપચારિત કરો. સારી ઉપજ માટે ઇસબગુલનું વાવેતર નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં કરવું ઉત્તમ હોય છે.

પાકને 30 સેમી અંતર પર હરોળમાં વાવેતર કરવાથી નિંદણને દૂર કરવામાં સરળતા રહે છે. તેમ જ તુલાસિતા રોગની તીવ્રતા પણ ઓછી રહે છે.

જો શક્ય હોય, તો હરોળને પૂર્વથી પશ્ચિમ તથા પશ્ચિમથી પૂર્વ દિશામાં રાખો. અન્ય દિશામાં હરોળને રાખવાથી રોગનો પ્રકોપ વધારે દેખાય છે.

સાફ, શુષ્ક અને તડકાવાળા મોસમમાં આ પાકને પાકવાની અવસ્થા માટે ખૂબ જરૂરી છે. પાકના સમયે વરસાદ થવાથી બીજ ખરી જાય છે તથા પાકને નુકસાન થાય છે.

ખાતરની વાત કરીએ તો પાકને પ્રતિ એકર 12 કિલો નાઇટ્રોજન અને 10 કિલો ફૉસ્ફરસની જરૂર પડે છે કે જેથી પાક જલ્દી વૃદ્ધિ પામી વધારે ઉત્પાદન આપી શકે. તેમાં નાઇટ્રોજનનું અડધુ તથા ફૉસ્ફરસનું પૂરું પ્રમાણ બીજના વાવેતર સમયે 3 ઇંચ ઊંડાઈ પર આપવું તથા બાકીનું અડધુ પ્રમાણ વાવેતરના એક મહિના બાદ સિંચાઈ સાથે આપવું જોઇએ.

પાકમાં 60 દિવસ બાદ કૂપણો નિકળવાની શરૂઆત કરે અને આશરે 115થી 130 દિવસમાં પાક પાકવાની શરૂઆત કરે છે. કાપણીના સમયે મોસમ એકદમ સુકૂં હોવું જોઇએ. તેના મોટા-મોટા કપડામાં ખેતરોમાં રાખવા અને બે-ત્રણ દિવસ બાદ દંડાથી ઝુડીને અથવા ટ્રેક્ટરથી બીજ અને ફૂસી અલગ-અલગ કરી લેવી જોઇએ.

તુલાસિતા રોગ વાવેતરના 50થી 60 દિવસ બાદ લાગે છે કે જેથી સૌથી પહેલા પાંદડાની ઉપરી સપાટી પર સફેદ અથવા કથ્થઈ રંગના ધબ્બા બની જાય છે અને પાંદડાની નીચેની સપાટી પર સફેદ ચૂર્ણ જેવી જીવાતોની જાળ દેખાય છે. આગળની અવસ્થામાં આ પાંદડા ધીમે ધીમે કરમાવા લાગે છે અને કાળ પડી જાય છે.

રોગના લક્ષણ દેખાય ત્યારે મેંકોજેબ 75 ટકા ડબ્લ્યૂપીના 500 ગ્રામ અથવા મેટાલેક્સિલ 8 ટકા પ્લસ મેંકોજેબ 64 ટકા ડબલ્યૂપી દવાને 400 ગ્રામ અથવા કૉપર ઑક્સિક્લોરાઇડ 50 ટકા ડબ્લ્યુપીના 600 ગ્રામ પ્રમાણ પ્રતિએકર દરથી 200 લીટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરવો જોઇએ.

Related Topics

ISABGOL FARMING OF ISABGOL

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More