Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કપાસના પાકમાં સંકલિત પોષણ વ્યવસ્થાપન – સુક્ષ્મ તત્વોની ઉણપ અને તેની ઓળખ

કપાસના પાક માટે છેલ્લામાં છેલ્લી ભલામણ મુજબ વધુ ઉત્પાદન આપતી હાઈબ્રીડ/બીટી હાઈબ્રીડ જાતો માટે ૧૦ ટન કોહવાયેલુ છાણીયું ખાતર / હેક્ટર અને ૨૪૦-૫૦-૧૫૦(ના-ફો-પો કિલો/ હેક્ટર) આપવાની ભલામણ છે. સાથે સાથે ઝીંક સલ્ફેટ અને મેગ્નેસીયમ સલ્ફેટ પણ પાયાના ખાતર તરીકે ૨૫ કિલો / હે. આપવાથી કપાસનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ ઉપરાંત જૈવિક ખાતરોનો પણ ઉપયોગ કરી શકાય.

Amansinh Jadeja

રસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારવા ક્યાં ક્યાં પગલા લઇ શકાય

. ખાતરો જમીનમાં ઓગળે પછીજ મૂળ દ્વારા છોડ તેનું શોષણ કરે છે એટલે વધુમાં વધુ ખાતરોનું છોડ શોષણ કરે તે માટે જમીનમાં પુરતો ભેજ જાળવીરાખવો  જરૂરી છે.

. જમીનમાં નાખેલા ખાતરો વરસાદથી ધોવાઇ ન જાય તે માટે જમીન સમતલ બનાવી પાળા બાંધો.

. સેન્દ્રીય ખાતરો4 જૈવિક ખાતરો અને રાસાયણિક ખાતરોનો સંકલીત ઉપયોગ કરવો. આ ત્રણે ખાતરો એકબીજાના પુરક છે.હરીફ નથી કે વિકલ્પ પણ નથી.

. નાઈટ્રોજનયુક્ત ખાતરો હપ્તેથીઓ તેમજ ફોસ્ફરસ અને પોટાશયુક્તખાતરો એક કે બે હપ્તે જમીનમાં ઉંડે/ભળીજાય તે રીતે નાખવા.

. ખેતરમાં છોડની પુરતી સંખ્યા જાળવો4 નિંદણ દુર કરવા અને રોગ-જીવત સામે સમયસર જરૂરી પગલા લેવા.

યુરીયા ખાતર ક્યારે આપવું

યુરીયા ખાતર વરસાદ બાદ અથવા પિયત બાદ આપવાથી આપેલ ખાતરનો વધુમાંવધુ ઉપયોગ થાય છે. જો પિયત પહેલા યુરીયા ખાતર આપવામાં આવે તો પાણી સાથે પાકના મૂળ વિસ્તાર કરતા આપેલ યુરીયા ખાતર પણ નીચે જતું રહે છે જેથી યુરીયા ખાતરનો પૂરે પૂરો ઉપયોગ થતો નથી. યુરીયા ખાતર વહેલી સવારે અથવા સાંજના સમયે ગરમીનું પ્રમાણ ઘટે ત્યારે આપવું.

કપાસમાં પાણી ભરાવાના કારણે આવેલા સુકારાને આ રીતે નિયંત્રણમાં લાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ

એમોનિયમ સલ્ફેટ આપવાના ફાયદા

  • યુરીયા ખાતર કરતા ધીમું ઓગળે છે.
  • યુરીયા ખાતર કરતા લભ્યતા વધુ છે.
  • વધુ વરસાદ કે વધુ પાણી નીતાર ઘણો જ ઓછો થાય છે.
  • સલ્ફર તત્વ મળે છે જે તેલીબીયા પાક માટે ફાયદાકારક છે.

નાઈટ્રોજનની ઉણપ

નાઈટ્રોજનની ઉણપથી પાન પીળાશ પડતા લીલા રંગના અને પાનના કદમાં ઘટાડો થાય છે. જો નાઈટ્રોજનની ઉણપ મોટા પ્રમાણ માં હોય તો છોડના પાન તપખીરિયા રંગના થઇ ખરી પડે છે.

ફોસ્ફરસની ઉણપ

છોડ નીચો રહે છે. મૂળનો વિકાસ બરાબર થતો નથી પાન ઘેરા લીલા બને છે અને નાના રહે છે અને પાન થોડા સમય પછી જાંબુડિયા રંગના થતા જાય છે. કપાસના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

પોટેશીયમની ઉણપ

પોટાશની અસર મુખ્યત્વે પાકના પાન પર જોવા મળે છે. પાન સુકા લાગે છે અને તેની કિનારી સુકાઈ જાય છે.

સલ્ફરની ઉણપ

સલ્ફરની ઉણપથી ઉપરના પાન અને તેની નસો પીળાશ પડતા રંગ થઇ જાય છે. નાઈટ્રોજનની અછત નીચેના પાન માં તુરંત જોવા મળે છે, જયારે સલ્ફરની અછત તાજા નવા નીકળતા પાન માં પહેલા જોવા મળે છે.

લોહની ઉણપ

લોહની અછતથી પાન પીળા પડી જાય છે અને શિરાઓ લીલી દેખાય છે. પાનની વચ્ચેનો ભાગ પીળો પડે છે, અને પાનની વૃદ્ધિ અટકી જાય છે.

મેગ્નેશિયમની ઉણપ

મેગ્નેશિયમની ઉણપ જુના ભાગોમાંથી નવા ભાગોમાં નીચેના પાન પર પહેલા દેખાય છે. પાનની શીરાઓ લીલા રંગની થઇ જાય છે અને પાન ખરી પડે છે.

ઝીંક ની ઉણપ

ઝીંક ની ઉણપ ઉપરની બાજુ જોવા મળે છે કારણકે સુક્ષ્મતત્વો જુનાથી નવા પાનમાં પસાર થઇ શકતા નથી. બીજા ચિન્હો જેવા કે નાના પાન કોક્ડાઈ જાય છે, અને આંતરગાંઠો ટુકી રહે છે.

બોરોનની અછતને લીધે વૃદ્ધિ અટકી જાય છે. પાનના કોશો મરી જાય છે. પાંદડાઓ કોકડા વળી જાય છે.

મેંગેનીઝની ઉણપ

મેંગેનીઝની અછત જુના ભાગોમાંથી નવા ભાગોમાં નીચેના પાન પર પહેલા દેખાય છે.

કપાસના પાકમાં ૧૯-૧૯-૧૯ ના.ફો.પો. એક ટકાનું દ્રાવણ તેમજ માઈક્રો (મીક્સ ગ્રેડ-૪) ૨૫ ટકા ફુલની શરૂઆત થાય ત્યારે, જીંડવાના વિકાસની અવસ્થાએ બે થી ત્રણ છંટકાવ કરવામાં આવે તો ઘણા તત્વોની ઉણપ થોડા ઘણા અંશે નિવારી શકાય છે.

પોટેશિયમ નાઈટ્રેટ(Kno3) % નું દ્રાવણના ત્રણ છંટકાવ

  • ફુલની શરૂઆત થાય ત્યારે
  • જીંડવા અવસ્થાએ
  • જીંડવાની વિકાસ અવસ્થાએ છંટકાવ કરવો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More