Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કપાસમાં પાણી ભરાવાના કારણે આવેલા સુકારાને આ રીતે નિયંત્રણમાં લાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ

કપાસ એ આપણા રાજ્યનો મુખ્ય રોકડીયૉ પાક છે. કપાસ ક્ષેત્રે ગુજરાત દેશમાં આગવુ સ્થાન ધરાવે છે. એટલુ જ નહી, પરંતુ કપાસમાં સંકર જાત શોધવામાં આપણૂ રાજ્ય વિશ્વસ્તરે પ્રથમ રહ્યુ છે. સરકાર માન્ય બીટી જાતો તથા સંકર જાતોનુ વાવેતર, ઉત્પાદન વધતા તેની સાથે જીવાતોનો ઉપદ્રવ, પોષક તત્વો તથા પિયતના પ્રશ્નો દિન પ્રતિદિન વધતા જાય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
cotton
cotton

કપાસ એ આપણા રાજ્યનો મુખ્ય રોકડીયૉ પાક છે. કપાસ ક્ષેત્રે ગુજરાત દેશમાં આગવુ સ્થાન ધરાવે છે. એટલુ જ નહી, પરંતુ કપાસમાં સંકર જાત શોધવામાં આપણૂ રાજ્ય વિશ્વસ્તરે પ્રથમ રહ્યુ છે. સરકાર માન્ય બીટી જાતો તથા સંકર જાતોનુ વાવેતર, ઉત્પાદન વધતા તેની સાથે જીવાતોનો ઉપદ્રવ, પોષક તત્વો તથા પિયતના પ્રશ્નો દિન પ્રતિદિન વધતા જાય છે.

ગૂજરાત રાજ્યમાં અંદાજીત ૩૦ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે. સામાન્ય રીતે કપાસની ખેતિમાં વાવણીથી માંડી ને લણણી સૂધીમાં વિવિધ અવરોધો જેવા કે રોગ, જીવાત ભાગ ભજવતા હોય છે. અત્યારના સમયની વાત કરીયે તો છેલ્લા દશેક દિવસથી ખુબજ વરસાદ પડે છે. અને હજુ પણ વધુ વરસાદની આગાહિ થયેલ છે. આવા સમયમાં વધુ વરસાદથી કપાસના ખેતરમાં ૧૨ કલાક થી ૨૪ કલાક સુધી પાણી ભરાય રહે છે અને પરીણામે કપાસ પીળો પડી જાય છે અને સુકાય જાય છે. આ થવા પાછળનું કારણ એવું છે કે જો કપાસના ખેતરમાં ૧૨ કલાક થી ૨૪ કલાક સુધી પાણી ભરાય રહે તો કપાસમાં તંતુમુળ ફૂટવાનું બંધ થાય છે. જેથી પાંદડા જાખા પડી જાય છે અને કપાસનો છોડ ધિરે ધિરે સુકાવાનું શરુ થાય છે.

ઉભા કપાસ ના પાકમા પાણી ભરવાના કારણે આવતા સુકારા નુ નિયંત્રણ: (એકર દિઠ)

  1. યૂરિયા અથવા એમોનિયમ સલ્ફેટ ૩૭.૫ કીલો
  2. કોપર ઓક્સિક્લોરાઇડ 50 % WP ૩૭૫ ગ્રામ
  3. કાર્બેન્ડેઝીમ 12 % + મેંન્કોઝેબ 63 % WP ૩૭૫ ગ્રામ
  4. ખેતરમાંથી તરતજ પાણીનો નિકાલ કરી દેવો અને ઉપરોક્ત જણાવેલ દવા અને ખાતર મિક્સ કરી કપાસના પાકમાં એકર દિઠ આપવુ.

આ ઉપરાંત ખેડૂત મીત્રો ડોળીયા ગામના ખેડુત મકવાણા કરશનભાઈ ભગવાનભાઈ જણાવે છે કે તેઓ ગ્રામ નિર્માણ સમાજ સંસ્થા- દેવળીયામાં ચાલતા કપાસ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ, પ્રેરણા પ્રવાસ અને રિસોર્સ સેંટરની મુલાકાત દ્વારા ખેતી વિષે વિવિધ પ્રકારની માહિતી મેળવી એ મુજબ ઉભા કપાસમાં પાણી ભરાય તો વરસાદ બંધ થયા પછી પાણીનો યોગ્ય નિકાલ કરવો અને ૨૪ કલાકની અંદર ૧૦૦ લીટર પાણીમાં ૧ ગ્રામ કોબાલ્ટ ક્લોરાઈડ ઓગાળીને પાણી ભરાયેલ ઉભા કપાસમાં છંટકાવ કરવાથી બાષ્પીભવન વધશે અને જમીનમાં હવાની અવર જવર થવાથી પાણી ભરાયેલ કપાસને બચાવી શકાય.

માહિતી સ્ત્રોત - ખોડિફાડ શૈલેષ બી. M.Sc.(Agri.) Plant Pathology મો. નં.: ૯૭૨૭૯૬૫૨૮૦ કવાડ જનક એમ. B.Sc. (Agri.) ગ્રામ નિર્માણ સમાજ-દેવળીયા, મોટા ખુંટવડા

આ પણ વાંચો - મગફળી, કપાસ અને દિવેલના પાકમાં આ રીતે કરો ઈયળોનું નિયંત્રણ

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More