Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડુંગળી અને લસણ પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન

શાકભાજી પાકમાં ડુંગળી અને લસણ એ રોકડીયા પાકો છે. આર્થીક ઉદારીકરણ તેમજ નિકાસલકક્ષી નીતિને કારણે ડુંગળી અને લસણના વાવેતર વિસ્તારમાં વધારો થતો જાય છે. આજે ગુજરાત અને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રને ડુંગળી અને લસણના પાકનું '' પિયર '' ગણવામાં આવે છે

KJ Staff
KJ Staff

શાકભાજી પાકમાં ડુંગળી અને લસણ એ રોકડીયા પાકો છે.  આર્થીક ઉદારીકરણ તેમજ નિકાસલકક્ષી નીતિને કારણે ડુંગળી અને લસણના વાવેતર વિસ્તારમાં વધારો થતો જાય છે. આજે ગુજરાત અને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રને ડુંગળી અને લસણના પાકનું '' પિયર '' ગણવામાં આવે છે. ડુંગળી અને લસણ પાકમાં ઉત્પાદનને અસર કરતા ઘણા પરિબળો જેવા કે રોગ-જીવાત, નિંદામણ, તથા ખાતર અને પિયત વ્યવસ્થા વગેરે છે. જેમા ડુંગળી અને લસણના પાકમા આવતા જુદા જુદા રોગો મુખ્ય છે કે જે પાકની ગુણવત્તા અને ઉત્પાદન તેમજ કાપણી, પ્રોસેસીંગ વિગેરે પર ઘણી માઠી અસર કરે છે. જેથી તેનું નિયંત્રણ જરૂરી છે. આ મુખ્ય રોગોના લક્ષણો અને નિયંત્રણ માટેની વિગતવાર માહીતી અહી રજુ કરેલ છે.  

૧.  ડુંગળીમાં ધરૂમૃત્યું :

આ રોગ ડુંગળીના ધરૂને ઘણું જ નુકશાન કરે છે. આ રોગ મુખ્યત્વે ફયુઝેરીયમ અને પીથીયમ નામની ફુગથી થાય છે જયારે ધરૂવાડીયામાં વધારે ગીચ ધરૂ ઉછેરવામાં આવે છે ત્યારે આ રોગ વધારે નુંકશાન કરે છે.

લક્ષણો : આ રોગ બે તબકકે જોવા મળે છે.

૧. જમીનમાંથી બીજના અંકુર ફૂટતા પહેલા ધરૂનો સડો.

ર. જમીનમાંથી ધરૂ બહાર આવ્યા પછી ધરૂનો સડો.

 અંકુર ફૂટયા પહેલા રોગ લાગે તો ઉગાવો ઘણો જ ઓછો જોવા મળે છે અને ઘણીવાર બીજ સ્ફુરણ થતા પહેલા જ જમીનમાં સળી જાય છે અને અંકુર જમીનની બહાર નીકળી શકતુ નથી. બીજા તબકકામાં ધરૂ બહાર આવ્યા પછી જમીનની સપાટીએ થડની પાસેથી ધરૂ નમી પડે છે અને નાશ પામે છે.

નિયંત્રણ :

  • તંદુરસ્ત પાકમાંથી બીજ વાવેતર માટે પસંદ કરવું જોઈએ.
  • ડુંગળીના બીજને થાયરમ ૭પ એસ.ડી. ફૂગનાશક દવાની ૩ થી ૪ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે બીજ માવજત આપીને સારા નિતારવાળી જગ્યાએ ધરૂવાડીયું બનાવી વાવેતર કરવું.
  • ધરૂવાડીયાને વાવ્યા બાદ ૧૦ થી ૧ર દિવસે પછી થાયરમ ૦.ર ટકા અથવા કાર્બેન્ડેઝીમ ૦.૧ ટકાના દ્રાવણથી ત્રણ લીટર પ્રતિ ચોરસમીટર ના પ્રમાણથી ધરૂવાડીયાને નિતારવું.
  • ટ્રાઈકોડર્મા હારઝીયમની બીજ માવજત આપીને તેમજ ધરૂવાડીયાને વાવ્યા બાદ ૧૦ થી ૧ર દિવસે નિતારવાથી પણ ધરૂમૃત્યું રોગનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
Garlic crops
Garlic crops

૩.  લસણના મુળના સડાનો રોગ અથવા ડુંગળીના કાંદાનો સડો:

આ રોગ લસણ અને ડુંગળીના પાકમાં ફયુઝેરીયમ ઓકસીસ્પોરમ નામની ફુગથી થાય છે.

લક્ષણો :

રોગકારક ફુગનો ચેપ મૂળ દ્વારા લાગે છે. નબળા અને ઈજાગ્રસ્ત મૂળમાં રોગનો ચેપ વધુ લાગે છે તેથી મુળ સડી જાય છે. કંદમાં પણ ચેપ લાગે છે તેથી પોષકતત્વો અને પાણી કંદને ન મળવાથી ચીમળાઈ ને સડી જાય છે. આ રોગ પાણી મારફત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. તાપમાન વધવાથી આ રોગની તીવ્રતા વધે છે.

નિયંત્રણ :

  • એક જ જમીનમાં એક નો એક પાક ન લેતા, પાકની ફેરબદલી કરવી.
  • ઉનાળામાં જમીન ખેડી તપાવવી.
  • ઈજાગ્રસ્ત કે રોગીષ્ટ કંદ કે કળીઓનો વાવેતરમાં ઉપયોગ કરવો નહી.
  • ડુંગળીના ધરૂને ૦.૧ ટકા કાર્બન્ડેઝીમના દ્રાવણમાં બોળીને ફેર રોપણી કરવી તેમજ ફેર રોપણી કરેલ પાકમાં આ રોગના લક્ષાણો જણાય તો ૦.૧ ટકા કાર્બન્ડેઝીમના દ્રાવણને નિતારવાથી ખુબજ સારી    રીતે રોગનું નિયંત્રણ થઈ શકે છે.
  • પાકને નિયમિત પિયત આપવું

૪.  લસણના થડનો સુકારો ( સ્ટેમ ફાયલમ ):

લક્ષણો :

આ રોગમાં શરૂઆતમાં નાના પીળાશ પડતા આછા નારંગી રંગની પટ્ટી પાન ઉપર જોવા મળે છે રોગનો ઉપદ્રવ વધતા લાંબા ત્રાક આકારના ઝાખા ડાઘ પડે છે જે પાનની ટોચ સુધી પહોચી જાય છે લાંબા ત્રાક આકારના ડાઘાના વચ્ચેનો ભાગ થોડા સમયમાં ભુખરા રંગનો થઈ જાય છે જેમા ફુગના બીજાણુ હોય છે. આ ડાઘ આગળ જતા ભેગા થઈ જાય છે અને પાન કે લસણના થડ સુકાઈ જાય છે આમ આખો છોડ ધીમે ધીમે બળી ગયો કે દાઝી ગયો હોય તેવો લાગે છે.

નિયંત્રણ :

  • રોગ પ્રતિકારક જાતનું વાવેતર કરવું.
  • પાક બે માસનો થાય ત્યારે અથવા રોગના લક્ષાણો જોવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૦.ર ટકા ના ત્રણ છંટકાવ ૧ર થી ૧પ દિવસના અંતરે કરવા.
onion crops
onion crops

૬.  ડુંગળીનો પોચો સડો:

આ રોગ સ્યુડોમોનાસ નામના જીવાણુંથી થાય છે.ડુંગળીનો પોચો સડો ઉભા પાકમાં તથા સંગ્રહ દરમ્યાન જોવા મળે છે તેમજ શરૂઆતમાં જો ડુંગળીનું વાવેતર કાંજીથી કરવામાં આવે તો ખેતરમાં ઉભા પાકમાં રોગનું નુકસાન જોવા મળે છે.

લક્ષણો :

આ રોગની શરૂઆત પાક પાકતી વખતે ડુંગળીના કાંદાના ઉપલા ફોતરા પર થાય છે પરંતુ સડો સામાન્ય રીતે કાંદા જમીનમાંથી ઉપાડી લીધા બાદ જોવા મળે છે. આવા રોગિષ્ટ કાંદાઓને દબાવતા તેમાથી ચીકણું, વાસવાળુ પ્રવાહી નીકળે છે.

નિયંત્રણ :

  • રોગિષ્ટ કાંદા કાંજીમાંથી દુર કરવા.
  • કાંદાની લળણી ગાંજો (થડ) સુકાયા બાદ જ કરવી.
  • બીજ માટેના નાના કાંદા (કાંજી) અને કાંદાનો સંગ્રહ નીચા ઉષ્ણતામાને (રપ0 સે.) અને હવાની અવરજવર સારી હોય તે જગ્યાએ કરવો.

૭.  ડુંગળીના દડાની કાળી ફૂગ:

આ રોગ એસ્પરજીલસ નાઈઝર નામની ફુગથી થાય છે.સામાન્ય રીતે કાળી ફૂગ ડુંગળીના સંગ્રહ દરમ્યાન દડા પર જોવા મળે છે. લસણની કળીઓમાં પણ ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે.

લક્ષણો :

આ રોગની શરૂઆતમાં કાંદાના ઉપર સુકાયેલ પાનના ભાગ પરથી કાળી ફૂગનો ઉપદ્રવ શરૂ થાય છે. તદઉપરાંત કાંદા ઉપરના ફોતરામાં નુકશાન થયેલ હોય ત્યાંથી પણ આ ફૂગનો ઉપદ્રવ જોવા મળે છે. શરૂઆતમાં બે ફોતરાની વચ્ચે ફૂગની સફેદ વૃધ્િધ જોવા મળે છે. ત્યારબાદ તરત જ ફૂગના બિજાણું બનતા કાળી ભૂકી જોવા મળે છે.

નિયંત્રણ :

  • કાંદા ઉપાડવા સમયે કાંદાને નુકસાન ન થાય તેની કાળજી રાખવી.
  • કાંદાના પરિવહન દરમ્યાન કાંદાને કોથળામાં ખીચોખીચ કાંદા દબાય તેમ ન ભરવા.
  • નીચા ઉષ્ણતામાને (રપ0 સે.) અને હવાની ખૂબ જ સારી અવરજવર વાળી જગ્યાએ સંગ્રહ કરવો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More