Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

દિવેલા અને મગફળી પાકની આવી રીતે વધાવો ગુણવત્તા

દિવલના પાકમાં થવા વાળી ઘોડીયા ઇયળના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 મિ.લિ. અથવા ક્વિનાલફોસ 20 મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ 5-7 મિ.લિ. 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
મગફળી
મગફળી

દિવલના પાકમાં થવા વાળી ઘોડીયા ઇયળના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 મિ.લિ. અથવા ક્વિનાલફોસ 20 મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ 5-7 મિ.લિ. 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

ખરીફ સીઝનની શરૂઆત સાથે જ એટલે કે જૂન અને જુલાઈમાં ખેડૂતભાઈઓ ખરીફ પાકોના વાવેતર કર્યુ હતુ.જેમા જુદા-જુદા ખેતકામ કરવામાં આવ્યા હતા.આજે આપણે ખેડૂત ભાઈઓને ખરીફ પાકોમાં ગુણવત્તાને કેવી રીતે વધારીએ આ વિશે વાત કરીએ. અમે ખેડૂત ભાઈઓને જણાવીએ મગફળી અને દિવેલના પાકની ગુણવત્તાને વધારવા માટે શુ કરવું.   

દિવેલા

  • દિવલના પાકમાં થવા વાળી ઘોડીયા ઇયળના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 મિ.લિ. અથવા ક્વિનાલફોસ 20 મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ 5-7 મિ.લિ. 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
  • દિવેલમાં લશ્કરી ઈયળનાં નિયંત્રણ માટે નાની ઈયળો માટે ક્વિનાલફોસ જયારે મોટી ઈયળો માટે કલોપાયરીફોસનો છંટકાવ કરવો.

મગફળી

  • ટીક્કા માટે મગફળીનો પાક ૩૦-૩૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.૨ ટકા (૨૬ ગ્રામ દવા ૧૦ લી. પાણી) અથવા કાર્બેન્ડોઝીમ દવા ૦.૦૨૫ ટકાના (૫ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં), પ્રમાણે છાંટવી.
  • બીજો છંટકાવ પહેલા છંટકાવના ૧૨-૧૫ દિવસના અંતરે કરવો.
  • લીમડાના તાજા પાનનો અર્ક બનાવી તેમાંથી ૧ ટકાનું દ્રાવણ બનાવીને ૩૦,૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી ટીક્કા રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
  • મગફળીના પાનના ટપકા અને ગેરુના સંયુક્ત નિયંત્રણ માટે ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૧૫ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫% વે.પા. ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનેઝોલ ૫% ઈ.સી. ૨૦ મિલી અથવા પ્રોપીકોનેઝોલ ૨૫ ઈ.સી. ૧૫ મિલી પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને પાન ઉપર છંટકાવ કરવો.
  • મગફળીમાં લીલી ઈયળના નિયંત્રણ માટે ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.સી. ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
  • મગફળીના પાન ખાનાર ઈયળનાં નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા મીથોમાઈલ ૪૦ એસસી ૧૦ ગ્રામ ૧૦ લિટર અથવા રાયાનાક્ષિપાયર ૨-૩ મિ.લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • મોલો અને તડતડીયાં ઉપદ્રવ વખતે શોષક પ્રકારની કીટનાશક દવાઓ (ડાયમીથોએટ/ મિથાઇલ-ઓ-ડીમેટોન/ ફોસ્ફામિડોન/ ઇમિડાક્લોપ્રીડ/ થાયામેથોક્ષામ) નો છંટકાવ કરવો.
  • ફક્ત પાનના ટપકાના નિયંત્રણ માટે બજારમાં મળતી મિશ્ર દવાઓ ફલુકઝાપાયરોકઝેડ ૧૬૭ ગ્રામ લીટર + પાયરેકલોસ્ટ્રોબીન ૩૩૩ ગ્રામ/ લીટર એસ.સી. ૬ ગ્રામ અથવા પાયરેકલોસ્ટ્રોબીન ૧૩૩ ગ્રામ/ લીટર+ ઇપોકઝિકોનાઝોલ પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાથી પાનના ટપકાના રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.

જૂનાગઢ યૂનિવર્સિટી

જૂનાગઢ, ગુજરાત

Related Topics

Penuts Crops Kharif Growth

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More