દિવલના પાકમાં થવા વાળી ઘોડીયા ઇયળના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 મિ.લિ. અથવા ક્વિનાલફોસ 20 મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ 5-7 મિ.લિ. 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
ખરીફ સીઝનની શરૂઆત સાથે જ એટલે કે જૂન અને જુલાઈમાં ખેડૂતભાઈઓ ખરીફ પાકોના વાવેતર કર્યુ હતુ.જેમા જુદા-જુદા ખેતકામ કરવામાં આવ્યા હતા.આજે આપણે ખેડૂત ભાઈઓને ખરીફ પાકોમાં ગુણવત્તાને કેવી રીતે વધારીએ આ વિશે વાત કરીએ. અમે ખેડૂત ભાઈઓને જણાવીએ મગફળી અને દિવેલના પાકની ગુણવત્તાને વધારવા માટે શુ કરવું.
દિવેલા
- દિવલના પાકમાં થવા વાળી ઘોડીયા ઇયળના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 મિ.લિ. અથવા ક્વિનાલફોસ 20 મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ 5-7 મિ.લિ. 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
- દિવેલમાં લશ્કરી ઈયળનાં નિયંત્રણ માટે નાની ઈયળો માટે ક્વિનાલફોસ જયારે મોટી ઈયળો માટે કલોપાયરીફોસનો છંટકાવ કરવો.
મગફળી
- ટીક્કા માટે મગફળીનો પાક ૩૦-૩૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.૨ ટકા (૨૬ ગ્રામ દવા ૧૦ લી. પાણી) અથવા કાર્બેન્ડોઝીમ દવા ૦.૦૨૫ ટકાના (૫ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં), પ્રમાણે છાંટવી.
- બીજો છંટકાવ પહેલા છંટકાવના ૧૨-૧૫ દિવસના અંતરે કરવો.
- લીમડાના તાજા પાનનો અર્ક બનાવી તેમાંથી ૧ ટકાનું દ્રાવણ બનાવીને ૩૦,૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી ટીક્કા રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
- મગફળીના પાનના ટપકા અને ગેરુના સંયુક્ત નિયંત્રણ માટે ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૧૫ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫% વે.પા. ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનેઝોલ ૫% ઈ.સી. ૨૦ મિલી અથવા પ્રોપીકોનેઝોલ ૨૫ ઈ.સી. ૧૫ મિલી પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને પાન ઉપર છંટકાવ કરવો.
- મગફળીમાં લીલી ઈયળના નિયંત્રણ માટે ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.સી. ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
- મગફળીના પાન ખાનાર ઈયળનાં નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા મીથોમાઈલ ૪૦ એસસી ૧૦ ગ્રામ ૧૦ લિટર અથવા રાયાનાક્ષિપાયર ૨-૩ મિ.લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- મોલો અને તડતડીયાં ઉપદ્રવ વખતે શોષક પ્રકારની કીટનાશક દવાઓ (ડાયમીથોએટ/ મિથાઇલ-ઓ-ડીમેટોન/ ફોસ્ફામિડોન/ ઇમિડાક્લોપ્રીડ/ થાયામેથોક્ષામ) નો છંટકાવ કરવો.
- ફક્ત પાનના ટપકાના નિયંત્રણ માટે બજારમાં મળતી મિશ્ર દવાઓ ફલુકઝાપાયરોકઝેડ ૧૬૭ ગ્રામ લીટર + પાયરેકલોસ્ટ્રોબીન ૩૩૩ ગ્રામ/ લીટર એસ.સી. ૬ ગ્રામ અથવા પાયરેકલોસ્ટ્રોબીન ૧૩૩ ગ્રામ/ લીટર+ ઇપોકઝિકોનાઝોલ પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાથી પાનના ટપકાના રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
Share your comments