Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કમાણી કરવી છે બમણી તો મશરૂમની ખેતી કરતા પહેલા આ બાબતોની રાખો કાળજી

ગુજરાતમાં આજકાલ ખેડૂતોએ મશરૂમની ખેતી કરીને મોટા પાયે ઉત્પાદન મેળવી રહ્યા છે, જેથી તેઓ પોતાની આવકમાં પણ વધારો કરી રહ્યા છે.જો તમે પણ મશરૂમની ખેતી કરીને સારો એવો વળતર મેળવવા માંગો છો તો આજનું આ આર્ટિકલ તમારા માટે જ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ગુજરાતમાં આજકાલ ખેડૂતોએ મશરૂમની ખેતી કરીને મોટા પાયે ઉત્પાદન મેળવી રહ્યા છે, જેથી તેઓ પોતાની આવકમાં પણ વધારો કરી રહ્યા છે.જો તમે પણ મશરૂમની ખેતી કરીને સારો એવો વળતર મેળવવા માંગો છો તો આજનું આ આર્ટિકલ તમારા માટે જ છે. ખેડૂત ભાઈયો એમ તો મશરૂમની ખેતી એક નફાકારક સૌદૌ છે, પરંતુ શરૂઆતમાં તેઓ થોડો ખર્ચો માંગે છે. જોકે ત્યાર પછી ઉત્પાદન મળતાના સાથે જ કમાણી પણ થોડા મહિનામાં ખર્ચ કરતાં વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તેની ખેતીમાં નવા છો, તો તમે આ બાબતોને ધ્યાનમાં રાખીને સારું ઉત્પાદન મેળવી શકો છો.

મશરૂમની ખેતી માટે ખાતરની તૈયારી

મશરૂમના ઉત્પાદન માટે સૌથી પહેલા જાણવી જેવી બાબત છે તેના ઉત્પાદન માટે ખાતરની જોગવાઈ. મશરૂમમાં ખાતર માટે લાકડાની ચિપ્સ અને ખાતર જેવા યોગ્ય સબસ્ટ્રેટની પસંદગી કરવી. ખાતર બનાવવા માટે યાફ, ઘઉંના થૂલા, જીપ્સમ, યુરિયાનો ઉપયોગ થાય છે. આને ભેળવીને ઘણાં દિવસો સુધી રાખ્યા પછી ખાતર તૈયાર થાય છે.

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

મશરૂમની ખેતી કરવાની રીત

 મશરૂમ્સ ઉગાડવા માટે, સબસ્ટ્રેટમાં ભેજનું પ્રમાણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં, ઉપકરણ દ્વારા ભેજનું સ્તર તપાસવું અને તેનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો મશરૂમના ઉત્પાદનને અસર થઈ શકે છે.મશરૂમના ઉત્પાદન માટે ઓરડાના તાપમાનને જાળવી રાખવાની પણ જરૂર છે. આવી સ્થિતિમાં, નીચા અથવા ઊંચા તાપમાનને કારણે, મશરૂમ ઉગાડવામાં મુશ્કેલી આવી શકે છે. તેથી તાપમાન નિયંત્રણમાં રાખવું જરૂરી છે. આમ કરવાથી સારું ઉત્પાદન થાય છે.

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ધ્યાન રાખવાની બાબતો

નિયંત્રિત વાતાવરણની સાથે સાથે મશરૂમ ઉગાડવા માટે રૂમમાં વેન્ટિલેશનની પણ પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો ઉત્પાદનને અસર થઈ શકે છે અને ગુણવત્તા પણ બગડી શકે છે.આ સિવાય આખરે મશરૂમ હાર્વેસ્ટિંગનો વારો છે. યોગ્ય સમયે મશરૂમની લણણી કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે લાંબા સમય સુધી તેની લણણી ન કરવાથી મશરૂમ બગડી શકે છે. તેથી, યોગ્ય સમયે મશરૂમ્સ બહાર કાઢો.

વાર્ષિક લાખોની કમાણી છે શક્ય

મશરૂમની ખેતી એ ખૂબ જ નફાકારક સોદો છે. ખાસ કરીને યુવાનો આ ખેતીમાં રસ લઈ રહ્યા છે, કારણ કે તેનાથી વાર્ષિક લાખોની કમાણી શક્ય છે. જોકે શરૂઆતમાં પ્રોડક્શન અને માર્કેટિંગમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે, પરંતુ થોડા મહિનામાં સારા પરિણામો દેખાવા લાગે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More