દરેક વ્યક્તિએ પોતાની આવક વધારવા ઇચ્છે છે..તો પછી ખેડૂતો શા માટે પાછળ રહેશે. જગતના તાત તરીકે ઓળખાતા આપણા ખેડૂતોને પણ દરેક ઋતુમાં પોતાની આવક વધારવાનો અધિકાર છે. એજ સંદર્ભમાં આજે અમે અમારા ખેડત ભાઈયો માટે એવી શાકભાજીની માહિતી લઈને આવ્યા છીએ..જેથી તેઓ પોતાની આવકમાં ઝડપથી વધારો કરી શકે છે. ખેડૂત ભાઈયો જો તમારે શિયાળામાં પોતાની આવકમાં વધારો કરવું છે તો આ શાકભાજીની ખેતી તમારા માટે શ્રેષ્ઠ છે. આ પાંચ શાકભાજીની ખેતી કરીને તમે તમારા ઘરે પૈસાના ઢગલા ઉભા કરી શકો છો...કેમ કે તેમની શિયાળાની ઋતુમાં બજારમાં મોટા ભાગે માંગણી હોય છે. તો આ શાકભાજીઓનું નામ છે...મૂળા, ગાજર, પાલક, કોબી અને કોથમીર જેમની ખેતીની માહિતી આજે અમે તમને આ લેખ સુધી જણાવીશુ-
મૂળાની ખેતી
શિયાળામાં મૂળાની ખેતી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. લગભગ સમગ્ર ભારતમાં તેની ખેતી કરવામાં આવે છે. મૂળાની ખેતી સામાન્ય રીતે બધા જ પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારાં નિતારવાળી, ઉડી, ભરભરી અને ગોરાડું જમીન આ પાકને વધુ માફક આવે છે. ભારે ચીકણી જમીનમાં કંદનો વિકાસ બરાબર થઈ શકતો નથી. મૂળાની ખેતી માટે જમીનને ૨૦ થી ૨૫ સે.મી. જેટલી ઉંડી ખેડ કરી જમીનના ઢેફાં બરાબર ભાંગી, ભરભરી કરી જમીન સમતળ કરવી.
. ત્યારબાદ અનુકૂળ માપના સપાટ કયારા બનાવી તેમાં મૂળાના બીજ પુંખીને વાવણી કરવી. બીજ દર: ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર, જમીનને તૈયાર કરતી વખતે ૧૫ થી ૨૦ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવવું. પિયતના સમય જમીનમાં ભેજની અછત વર્તાય નહીં તેમ વાવેતરથી માંડીને કાપણી સુધી નિયમિત પિયત આપતા રહેવું જોઈએ. કેમ કે મૂળાના પાકને પૂષ્કળ પાણીની જરૂરિયાત પડે છે.
ગાજરની ખેતી
ગાજર પણ શિયાળાના મુખ્ય પાક તરીકે ઓળખાયે છે. તેની પણ શિયાળામાં ઘણી માંગણી હોય છે. ઓછા સમયમાં તૈયાર થતી આ શાકભાજીની ખેતી કરવા માટે સારા નિતારવાળી, ઊંડી ભરભરી અને ગોરાડું જમીન આ પાકને વધુ અનુકૂળ આવે છે. ચીકણી ભારે તેમજ વધુ અમ્લતાવાળી જમીન આ પાકને માફક આવતી નથી, પરંતુ જે જમીનમાં પોટાશનું તત્વ વધુ હોય તેવી જમીન આ પાકને વધુ માફક આવે છે. સામાન્ય રીતે ગાજર ઠંડી ઋતુનો પાક હોઇ શિયાળુ ઋતુમાં લેવામાં આવે છે. આ પાકને ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. ગાજરની ખેતી માટે જમીનને ર0 થી રપ સે.મી. જેટલી ઊંડી ખેડ કરી, જમીનના ઢેફાં બરાબર ભાંગી, ભરભરી કરી જમીનને સમતળ કરવી. ત્યારબાદ અનુકૂળ સાઈઝના સપાટ કયારા બનાવી તેમાં ગાજરનાં બીજ પંખીને વવાય છે. જો ખાતર અને પિચતની વાત કરીએ તો 15 થી 20 ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવવું અને પિચત માટે 4 થી 6 દિવસ બાદ અને ત્યારબાદ જમીનની પ્રત અને ઋતુ પ્રમાણે જરૂરિયાત મુજબ કરવી.
પાલકની ખેતી
પાલક, તાદંલજો, ધાણા અને મેથીને બધા જ પ્રકારની જમીન માફક આવે છે, તેમ છતાં સારા નીતરવાળી અને પાણીનો ભરવો ન થાય તેવી ભારે કાળી સિવાયની, રેતાળ ગોરાળું અને બેસર જમીન વધારે માફક આવે છે. પાલકને શિયાળાનું ઠંડુ અને ભેજરહિત સૂકું હવામાન વધારે માફક આવે છે, પરંતુ શેડનેટ હાઉસમાં ઉનાળામાં પણ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. પાલક, તાંદળજો, મેથી અને ધાણાને બીજ ઉગવા સમયે વધારે પડતી ઠંડી, ગરમી અને પાણીનો ભરાવો તેમજ સતત વરસાદ અનુકૂળ આવતો નથી. પાલક, તાંદળજાનું વાવેતર ક્યારામાં પુખીને અથવા બે હરોળ વચ્ચે ૨૫-૩૦ સેમી. અંતર રાખી કરવામાં આવે છે. જો ખાતર અને પિચતની વાત કરીએ તો ખાતરના રૂપમાં પાલક સેન્દ્રિય ખાતર ૨૫-૩૦ કિલો/હેક્ટર, રાસાયણિક ખાતર : ૨૦ કિલો/હેક્ટ મુજબ વાપરવું જોઈએ અને તેની પિચત માટે વાવણી પછી હળવું પિયત આપવું. શિયાળામાં ૧૨-૧૫ દિવસના ગાળે પિયત આપવું જોઈએ.
કોબીની ખેતી
કોબી પણ શિયાળાનો મહત્વપૂર્ણ પાક છે. શિયાળામાં કોબીની ખેતી ખેડૂતોને ઘણા લાભ આપી શકે છે. કોબીની ખેતી ઠંડી ભેજવાળી આબોહવા જરૂરી છે, તે હિમ અને ઊંચા તાપમાનને સહન કરવાની વિશેષ ક્ષમતા ધરાવે છે. કોબીના બીજનું અંકુરણ 27 થી 30 ° સે તાપમાને સારું થાય છે, જો તેના માટે જમીનની વાત કરીએ તો વિવિધ પ્રકારની જમીનમાં તેની ખેતી કરી શકાય છે, પરંતુ રેતાળ લોમ જમીન વહેલો પાક લેવા માટે શ્રેષ્ઠ છે, જ્યારે માટીની કાંપ અને લોમવાળી જમીન જેવી ભારે જમીન મોડી અને વધુ ઉપજ લેવા માટે યોગ્ય છે, જે જમીનનું pH મૂલ્ય 5.5 થી 7.5 હોય તો તે જમીન તેની ખેતી માટે યોગ્ય છે.
આ પણ વાંચો:ઓક્ટોબરમાં કરો સરસવની આ પાંચ જાતોની વાવણી, મળશે અઢળક ઉત્પાદન સાથે પૈસાનો ઢગલો
કોબીને ઘણાં પોષક તત્વોની જરૂર હોય છે, તેની વધુ ઉપજ માટે, તે પૂરતું ફળદ્રુપ હોવું જરૂરી છે, આ માટે પ્રતિ હેક્ટર જમીનમાં 300 ક્વિન્ટલ સારી રીતે સડેલું ખાતર અને એક ક્વિન્ટલ લીમડાના પાન અથવા લીમડાની કળીઓ અથવા લીમડાના પોલીસ સ્ટેશનની જમીન હોવી જોઈએ, અળસિયું ખાતર 14 દિવસ પછી નાખવું જોઈએ. જો રાસાયણિક ખાતરની વાત કરીએ તો 120 નાઇટ્રોજન 60 કિલો ફોસ્ફરસ 60 કિલો પોટાશની જરૂર છે, નાઇટ્રોજનના નિર્ધારિત જથ્થામાંથી અડધો ભાગ પૂરો જથ્થામાં ફોસ્ફરસ આપવાનો છે અને બાકીનો નાઇટ્રોજન રોપણીના એક મહિના પછી આપવાનો છે.જ્યારે તેની પિચત ફેરરોપણી પછી તરત જ કરી લેવી જોઈએ અને ત્યાર પછી 8 થી 10 દિવસના અંતરે તેની પિચત કરવાનું રહેશે.
કોથમીરની ખેતી
કોથમીર એક એવું શાક છે જેના વગર કોઈ પણ વાનગીનું સ્વાદ અધૂરો છે. વાનગી રેડી થયા પછી તેને ભભરાવામાં આવે છે, જેથી ભોજનનું સ્વાદ વધી જાય છે. તેથી કરીને બજારમાં તેની માંગણી આખા વર્ષે રહે છે. તેની ખેતી કરવા માટે લગભગ બધા જ પ્રકારની જમીનમાં સારી ગણાએ છે, પરંતુ સારા નિતારવાળી રેતાળ, ગોરાડું કે મધ્યમ કાળી જમીન આ પાક માટે અનુકૂળ છે. આ પાકને શિયાળનું ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. બીજના ઉગાવા માટે વધુ પડતી ગરમી અથવા ઠંડી અને પાણીનો ભરવો તેના પર વિપરીત અસર કરે છે. તેની વાવણી 30 સેમીના અંતરે કે પુખીને કરવી અને સારા અંકુરણ માટે વાવણી પહેલા બીજને 8 કલાક પાણીમાં પલાળી છાયડે કોરા કરવા.
વાવણી 15 નવેમ્બર સુધી કરી દેવી જોઈએ. બીજ દર 10 થી 12 કિલો / એકર રાખવો. જો હાર માં વાવણી કરી હોય તો બીજ દર 8 કિલો/એકર રાખવો. જણાવી દઈએ તેના માટે શ્રેષ્ઠ જાત તરીકે ગુજરાત ઘાણા-1 અને 2 ને ગણવામાં આવે છે. સારા વિકાસ માટે વાવણી વખતે પાયાનું ખાતર તરીકે 4 kg નાઇટ્રોજન (9 kg યુરિયા) અને 4 kg ફોસ્ફરસ (25kg SSP)/ એકર મુજબ આપવો. વાવણી ના 1 માસ બાદ 4 kg નાઇટ્રોજન (9 kg યુરિયા)/ એકર મુજબ આપવો. જો પિચતની વાત કરીએ તો તેને 5 થી 7 પિચતની જરૂર પડે છે, જો કે 15 થી 20 દિવસના અંતકે આપવું જોઈએ.
આ પણ વાંચો:ખેડૂતો માટે બહાર પાડવામાં આવી ઘઉંની 6 શ્રેષ્ઠ જાતો,આમ રજિસ્ટ્રેશન કરીને મંગાવો ઘરે
Share your comments