
દેશ અને વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શાકભાજીમાં ટામેટા પહેલા ક્રમે આવે છે, તેથી કરીને ખેતીની દ્રષ્ટિએ ટમેટાની ખેતી નફાકારક ગણવામાં આવે છે. એમ તો ટમેટાને આખા વર્ષ વાવવામાં આવે છે, પરંતુ ઓક્ટોબર તેના માટે સૌથી યોગ્ય મહિના માનવામાં આવે છે. ટામેટાની ખેતીને વિવિધ પ્રકારની જમીનમાં કરી શકાય છે પરંતુ રેતાળ લોમ માટી, લાલ અને કાળી માટી તેના માટે વધુ સરસ ગણાએ છે. આ સાથે જ ડ્રેનેજ સિસ્ટમ પણ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતમાં ટામેટા અને કેપ્સીકમની વધુ ઉપજ આપતી જાતોનું વાવેતર કરીને ખેડૂતો સારો નફો મેળવી શકે છે. ટામેટાના મોટાભાગના પાક 40 દિવસથી ચાર મહિનામાં તૈયાર થઈ જાય છે, તો ચાલો અમે તમને આ બંને શાકભાજીની સારી ઉપજ આપતી જાતો વિશે જણાવીએ.
ઓક્ટોબરમાં વાવો ટમેટાની અર્ક રક્ષક જાત
અર્ક રક્ષક જાત ટામેટાની ઉચ્ચ ઉપજસ આપતી હાઇબ્રિડ જાત છે. આ જાતના ટામેટા લીફ કર્લ, વાયરસ, બેક્ટેરિયા, બ્લાઈટ અને અર્લી સ્પોટ જેવા રોગો સામે લડવામાં સક્ષમ છે. તેના પાક 140 દિવસમાં તૈયાર થઈ જાય છે તેમજ તેનો ઉપયોગ ફૂડ પ્રોસેસિંગ ઉત્પાદનો માટે પણ થાય છે. આ જાત પ્રતિ હેક્ટર 75 થી 80 ટન ઉત્પાદન આપવા સક્ષમ છે. આ ટામેટાં આકારમાં સહેજ ચોરસ અને ગોળાકાર હોય છે. ટામેટાનું વજન 75 થી 100 ગ્રામ અને રંગ ઘેરો લાલ હોય છે. તે ખરીફ અને રવિ બંને સિઝનમાં ઉગાડવા માટે યોગ્ય માનવામાં આવે છે.
નામધારી-4266 જાત છે ખૂબ જોરદાર
ટામેટાની નામધારી-4266 વિવિધતા ઓછી કિંમતે ઉચ્ચ ઉપજ આપતી વિવિધતા છે. સામાન્ય રીતે, ટામેટાની અન્ય હાઇબ્રિડ જાતો પ્રતિ હેક્ટર 700 થી 900 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. તે જ સમયે, નામધારી-4266 પ્રતિ હેક્ટર 1200 થી 1400 ક્વિન્ટલની ઉપજ આપવા સક્ષમ છે.આ જાતનું વાવેતર સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં કરવામાં આવે છે, જેમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઉત્પાદન શરૂ થાય છે અને તેની નર્સરી લગભગ એક મહિનામાં તૈયાર થઈ જાય છે. ઘણા રોગો અને જીવાતો સામે પ્રતિરોઘક ટામેટાની આ જાત 45 થી 50 દિવસમાં તૈયાર થઈ જાય છે અને તેના ટામેટાનું વજન 50 થી 80 ગ્રામ હોય છે.
ટામેટા સાથે ઉગાડો કેપ્સીકમ
આ બંને જાતોની સૌથી મહત્વપૂર્ણ વાત એવું છે કે તેના સાથે કેપ્સીકમની પણ ખેતી કરી શકાય છે. દેશમાં કેપ્સીકમની વઘતી માંગને જોતા ટમેટાની બંને જાતો સાથે તેને પણ ઉગાડવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જો કે સફળ થયું હતો. તે જ સમયે, ટ્રાન્સપ્લાન્ટેશન પછી, કેપ્સિકમ પાક વિવિધતાના આધારે 60 થી 90 દિવસમાં ઉપજ આપવાનું શરૂ કરે છે. જેના પાંચ જાતો છે - લીલો, પીળો,લાલ, નારંગી અને કાળો કેપ્સિકમ.
Share your comments