Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ પદ્ધતિ અપનાવો તો ઓછા પાણીએ કરી શકાશે ખેતી

આ સિંચાઈની એક આધુનિક પદ્ધતિ છે. સિંચાઈની આ પદ્ધતિમાં છોડને તેની જરૂરિયાતો પ્રમાણે ટીપા-ટીપા પાણી છોડને આપવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ફળ ફૂલો તથા શાકભાજીના પાક માટે ખૂબજ ઉત્તમ માનવામાં આવે છે. એવા ક્ષેત્રો કે જ્યાં સિંચાઈનું પાણી ઓછું હોય છે. જમીન રેતાળ હોય છે અથવા ઓછી ફળદ્રુપ સ્થિતિમાં આ સિંચાઈની પદ્ધતિ લાભદાયક બને છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
ડ્રિપ સિંચાઈ
ડ્રિપ સિંચાઈ

સિંચાઈની એક આધુનિક પદ્ધતિ છે. સિંચાઈની આ પદ્ધતિમાં છોડને તેની જરૂરિયાતો પ્રમાણે ટીપા-ટીપા પાણી છોડને આપવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ફળ ફૂલો તથા શાકભાજીના પાક માટે ખૂબજ ઉત્તમ માનવામાં આવે છે. એવા ક્ષેત્રો કે જ્યાં સિંચાઈનું પાણી ઓછું હોય છે. જમીન રેતાળ હોય છે અથવા ઓછી ફળદ્રુપ સ્થિતિમાં આ સિંચાઈની પદ્ધતિ લાભદાયક બને છે.

ડ્રિપ સિંચાઈ દ્વારા છોડને પાણીની પ્લાસ્ટીકની પાઈપથી છોડની પાસે ડિપર લગાવવામાં આવે છે. ડિપરને પાણીને વિવિધ દિશામાં આવશ્યકતા પ્રમાણે 2 થી 10 લીટર પ્રતિ કલાક દરથી છંટકાવ કરી શકાય છે. આ દરમિયાન પાણી સ્રોતથી પંપ દ્વારા ફિલ્ટરથી થાય છે, જે મુખ્ય પાઈપ લાઈન તથા દ્વિતીય લાઈનોમાં જાય છે. દ્વિતીય લાઈનોમાં પાણીનું દબાણ ડિપરના આધારે દશમલવ 2 થી 1 પોઇન્ટ 75 કિલોગ્રામ સેન્ટીમેન્ટ સુધી થઈ શકે છે. મુખ્ય લાઈનમાં દબાણનું અંતર ઉપર તથા નીચે શરૂમાં 10 ટકાથી વધારે તથા લેટર લાઈનોમાં 20 ટકાથી વધારે થાય છે.

ડ્રિપ સિંચાઈનો લાભ

  1. ઓછા પાણીથી વધારે ક્ષેત્રમાં સિંચાઈ કરી શકાય છે.
  2. સિંચાઈની અન્ય પદ્ધતિથી તેમાં ઓછા પાણીની આવશ્યકતા રહે છે એટલે કે પાણીની બચત કરી શકાય છે.
  3. વધારે ઉત્પાદન સારી ગુણવત્તા અને પાક જલ્દીથી તૈયાર થઈ જાય છે
  4. સિંચાઈ રાતના સમયમાં કે અન્ય કોઈ પણ સમયમાં સરળતાથી કરી શકાય છે
  5. સિંચાઈમાં ખારા પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે
  6. ઉંચી નીચી જમીનમાં સિંચાઈ સરળતાથી કરી શકાય છે.
  7. રિટેલિંગમાં પાકોની સિંચાઈ માટે અતિ ઉત્તમ વિધિ છે.
  8. આ વિધિથી સિંચાઈ કરવા પર ઓછા મજૂરોની જરૂર પડે છે.
  9. ખારા પાણીથી પણ સારી ઉપજ મેળવી શકાય છે.
  10. રસાયણીક ખાતર તથા સંતુલિત ખાતરને સરળતાથી છોડને આપી શકાય છે.
  11. જમીન વિકાસ અને જમીન સંતુલન કરવા થતા ખર્ચમાં ઘટાડો કરી સકાય છે.
  12. ખેતરોમાં ઓછા નિંદણને લીધે નિંદણ નિયંત્રણ કરવામાં સરળતા રહે છે.
  13. સિંચાઈ માટે નહેરો અને મોટા ખાડા કરવાની જરૂર પડતી નથી, જેથી જમીનનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે.
  14. આ વિધિથી સિંચાઈ કરવાથી માટી ખરાબ થતી નથી.
  15. ફળદાર વૃક્ષો માટે આ વિધિ ઘણી સારી છે.
  16. આ વિધિથી માટીના કાપણી થતી નહીં હોવાથી પ્રદૂષણ પણ થતુ નથી અને પાક પર બીમારીની ઓછી થાય છે

ડ્રિપ સિંચાઈ માટે ઉપયુક્ત પાક

  • બાગાયતી અને ફળોનો પાક
  • કેરી પપૈયા, સંતરા, કેળા, લીંબુ, મૌસબી, દાડમ, બોરા, જામફળ, દ્રાક્ષ અને વિવિધ પ્રકારના ફૂલોના બગીચા
  • શાકભાજીવાળા ફળો
  • ટામેટા, કોબી, વેલવાળી શાકભાજી, રિંગણ તથા મરચા વગેરે

માહિતી સ્ત્રોત- પ્રોફેસર એચ એસ ભદોરિયા રાજમાતા વિજય રાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટી ગ્વાલિયર

આ પણ વાંચો - લીક સે હટકે : જાણો કેવી રીતે કરશો પપૈયાની ઉન્નત ખેતી ?

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More