ખેતીની નવી પદ્ધતિ જેમ-જેમ વિકસિત થઈ રહી છે, તેમ-તેમ ખેતકામમાં લોકોનો રસ વધી રહ્યો છે. લોકો પોતાની છત પક ટેરિસ ગાર્ડન બનાવીને ખેતી કરી રહ્યા છે, હાલમાં અમે લોકો તમને એવા એક નાના છોકરા વિષય સંભળાવયું હતુ,
ખેતીની નવી પદ્ધતિ જેમ-જેમ વિકસિત થઈ રહી છે, તેમ-તેમ ખેતકામમાં લોકોનો રસ વધી રહ્યો છે. લોકો પોતાની છત પક ટેરિસ ગાર્ડન બનાવીને ખેતી કરી રહ્યા છે, હાલમાં અમે લોકો તમને એવા એક નાના છોકરા વિષય સંભળાવયું હતુ, જે નાની ઉમ્રમાં છત પર ટેરીસ ગાર્ડન બનાવીને તેમા શાકભાજી, ફળ અને ફૂલોની વાવણી કરે છે અને મોટી આવક ધરાવે છે. ખેતકામ માટે જગ્યા નથી તે પણ ખેતી કરવી છે, એવા લોકોની સંખ્યા ગુજરાતમાં પણ વધવા લાગી છે. હવે ગુજરાતમાં પણ લોકો કિચન ગાર્ડનની તરફ વળી રહ્યા છે.
શુ હોય છે કિચન ગાર્ડન
કિચન ગાર્ડન તેને કહવાએ છે, જ્યા ઓછી જમીન કે પછી જમીન ન હોય તો છત કે પછી રસોડાના બાહેર નાનકડી જગ્યામાં હાઈડ્રોપોનિક પદ્ધતિથી છોડ ઉગાડી શકાય છે ઉને તેમાથી પાક લઈ શકાય છે. હાઈડ્રોપોનિકની વાત કરીએ તો તે જમીન વગર છોડ ઉગાડવાની એક પદ્ધતિ છે. આ શબ્દ ગ્રીકમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે. મજબૂત,તંદુરસ્ત અને જમીનની તુલનામાં ખૂબ જ ઞડપથી વિકસે એવો છોડ.
નાની ઉમ્રમાં છત પર બનાવ્યુ ટેરેસ ગાર્ડન, ઉગાડે છે ફળ અને શાકભાજી
છોડનો મૂળ ક્યારે નથી સૂકાતો
હાઈડ્રોપોનિકની વાત કરીએ તો તેથી ઉગાડવામાં આવતા છોડ ક્યારે સુકાતો નથી. અને તેને વધારે પાણીની જરુર પણ હોતી નથી. હાઇડ્રોપોનિક પદ્ધતિમાં કોકોપીટ, પરલાઇટ અને રોક્વુલનો ઉપયોગ થાય છે. પાકને જોઇતા પોષક તત્વો પાણીમાં ઓગાળીને જરૂરિયાત પ્રમાણે પાઇપથી પહોંચાડવામાં આવે છે. તેથી સિઝન વગર શાકભાજી લઇ શકાય છે અને નિયંત્રિત તાપમાનમાં ખેતી થાય છે. નીંદણ લાગતી નથી અને જંતુનાશક પ્રયોગ થથો નથી.
હાઈડ્રોપોનિક શુ છે
હાઇડ્રોપોનિક એ મૂળ ઇઝરાયલની ટેકનોલોજી છે. હાઇડ્રો એટલે પાણી અને પોનિક એટલે શ્રમ. તેમા નેટહાઉસમાં પ્લાસ્ટિકની પાઇપમાં છોડ ઉગાડવામાં આવે છે અને તાપમાનને કન્ટ્રોલ કરવાનું હોય છે. હવે તો ગુજરાતમાં પણ આ પદ્ધતિથી ખેતી શરૂ કરવામાં આવી છે. કૃષિ તજજ્ઞના મતે ગ્લોબલ હાઇડ્રોપોનિકનું માર્કેટ ચાર વર્ષ પહેલાં 45 હજાર કરોડ રૂપિયાનું હતું જે વધીને અત્યારે 55 હજાર કરોડનું થયું છે અને 2025 સુધીમાં તે 80 હજાર કરોડનું થવાની ધારણા છે.
અમદાવાદના ખેડૂત બનાવ્યુ હાઈડ્રોપોનિક પ્લાન્ટ
અમદાવાદ જિલ્લાના એક ખેડૂતે હાઇડ્રોપોનિક પ્લાન્ટ બનાવ્યો છે જેમાં તે પ્રતિદિન 100 કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન કરે છે જે દૂધાળા પશુઓને આપવામાં આવે છે. રાજ્યના ઉત્તર અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ પદ્ધતિને અપનાવવાનું શરૂ કર્યું છે. જેથી ખેડૂતો હવે ધીમે ધીમે હાઇડ્રોપોનિક પદ્ધતિથી પાક ઉગાડતા શરૂ થયાં છે.
Share your comments