Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેત કામમાં જીપ્સમનો ઉપયોગ કેવી રીતે કરવું જોઈએ...જાણે

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
જીપ્સમ
જીપ્સમ

જીપ્સમમાં રહેલ કેલ્શિયમ તત્વ પાણીમાં ઓગળી જમીનના રજકણ (કલે) પર રહેલ સોડિયમ તત્વને છૂટુ કરે છે. આ છૂટો પડેલ સોડિયમ નિતાર વાટે દૂર થવાથી જમીનનો બાંધો અને નિતારશક્તિ સુધરવાથી જમીન પોચી થાય છે, હવાની અવરજવર તેમજ પોષક તત્વો ની ઉપલબ્ધતા વધે છે જેના લીધે પાક ઉત્પા દન વધે છે.

જમીન સુધારણા માટે સારી ગુણવત્તાવાળું જીપ્સમ પસંદ કરવું. ઉનાળામાં જમીન તૈયાર કરતી વખતે જીપ્સમ આખા ખેતરમાં પુંખી આપ્યા પછી જમીનમાં ભેળવી દેવું. ત્યારબાદ જમીનને સમતલ કરી, પાળા બાંધવા, જેથી વરસાદનું પાણી વહી ના જતા જમીનમાં ઊંડે સુધી ઉતરે અને જમીનમાં ઉમેરેલ જીપ્સમને સક્રિય અને ક્રિયાશીલ બનાવે. જીપ્સમ સાથે દેશી ગળતિયું ખાતર આપવાથી જીપ્સમની કાર્યક્ષમતા વધે છે.

જીપ્સમમાં રહેલ કેલ્શિયમ તત્વ પાણીમાં ઓગળી જમીનના રજકણ (કલે) પર રહેલ સોડિયમ તત્વને છૂટુ કરે છે. આ છૂટો પડેલ સોડિયમ નિતાર વાટે દૂર થવાથી જમીનનો બાંધો અને નિતારશક્તિ સુધરવાથી જમીન પોચી થાય છે, હવાની અવરજવર તેમજ પોષક તત્વો ની ઉપલબ્ધતા વધે છે જેના લીધે પાક ઉત્પા દન વધે છે. સંશોધન પરથી માલુમ પડેલ છે કે ભાસ્મિક જમીનોમાં જીપ્સમ ઉમેરવાથી વિવિધ પાકોની ઉત્પાદનમાં 30 થી લઈને 150 ટકા વધારો જોવા મળેલ છે.

જ્યારે પિચતના પાણીમાં દ્રાવ્ય ક્ષારમાં સોડિયમ અધિશોષણ આંક વધારે હોય તો જમીનમાં સોડિયમ રજકણ પર જમા થઈને જમીનને ભાસ્મિક બનાવે છે. આવા સંજોગોમાં પહેલેથી જ જીપ્સમના ભૂકાને ખેતરમાં પુંખી ત્યારબાદ પિયત આપવાથી અથવા પિયત પાણીની સાથે યોગ્ય પ્રમાણમાં જીપ્સમ ઓગાળતા જઈને આપવાથી પિયત પાણીની જે જમીન ઉપર અવળી અસર થવાની શક્યતાઓ છે તે દૂર કરી શકાય છે.

જમીનમા જીપ્સમ કેટલા જથ્થામા અને કેટલી વાર આપવુ ?

જમીન સુધારણા માટે જીપ્સમ જમીનમાં કેટલા પ્રમાણમાં આપવું એ જાણવા જમીનનું પ્રયોગશાળામાં રાસાયણિક પૃથકકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. આથી જે જમીનની સુધારણા કરવાની હોય એમાંથી જમીનનો નમૂનો લઈ જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલી, પૃથકકરણ કરી, જમીનમાં કેટલી માત્રામાં વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ છે અને જમીનમાં કેટલી માત્રામાં સોડિયમનું પ્રમાણ હોવું જોઈએ તેના તફાવતના આધારે જીપ્સમની જરૂરિયાતની ગણતરી હેક્ટરે કરી, કેટલા ટન જીપ્સમ આપવું જરૂરી છે તે નક્કી કરવામાં આવે છે.

 સામાન્ય રીતે 5 થી 6 ટન જીપ્સમ ઉમેરવાની ભલામણ છે. જીપ્સમની જરૂરિયાત મુજબ પ્રથમ વર્ષે જીપ્સમ આપવામાં આવે તો પછીના વર્ષમાં જીપ્સમની જરૂરિયાત ઓછી પડતી જાય છે. અભ્યાસ પરથી તારણ કાઢવામાં આવેલ છે કે, મધ્યમ ભાસ્મિક જમીનમાં એક ટન જીપ્સમ આપવાથી ચાર વર્ષ સુધી તેની જરૂરિયાત રહેતી નથી.

જીપ્સમ ક્યાંથી ખરીદવું ?

જીપ્સમનું વેચાણ સહકારી સઘો,મંડળીઓ તેમજ ખાનગી પેઢીઓ કરે છે. ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર અને કેમિકલ્સ કંપની તેના ખાતરનાં ડેપો મારફત જીપ્સમનું વેચાણ કરે છે. વધુ માહિતી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ  જે  તે વિસ્તારનુ ગ્રામસેવકો અને જી. એસ. એફ. સી. ખાતરનાં ડેપોમાં સંપર્ક સાધવાથી જીપ્સમ ક્યાં થી મળશે તેની વિગતવાર માહિતી મેળવી શકાય છે.

જીપ્સમના અન્ય ફાયદાઓ

  • જીપ્સમથી જમીનનો બાંધો સુધારે છે.
  • જીપ્સમમાં લોહ, મેંગેનીઝ, જસત અને તાંબા જેવા સૂક્ષ્મતત્વો પણ અલ્પ પ્રમાણમાં હોવાથી છોડના વિકાસ કરવામાં મદદરૂપ બને છે.
  • દેશના વિવિધ પ્રદેશોમાં થયેલ સંશોધનના પરિ ણામો સૂચવે છે કે ગંધકના ( ૧૩ થી ૧૮ ટકા) સ્ત્રોત તરીકે તેમજ જમીન સુધારક તરીકે જીપ્સમ એક ઉત્તમ પદાર્થ છે.
  • જીપ્સમ ઉમેરવાથી જમીનમાં પાણીની નિતારશક્તિમાં વધારો થાય છે.
  • જીપ્સમ રાસાયણિક ખાતરમાંનું નાઈટ્રોજન તત્ત્વને હવામાં ઊડી જતું અટકાવે છે.
  • જીપ્સમના વપરાશથી ફળની ગુણવત્તામાં વધારો થાય છે અને છોડને થતા અમુક રોગોને અટકાવવામાં પણ તે મદદરૂપ થાય છે.
  • કંદમૂળવાળા પાકો જેવા કે બટાટા, ગાજર, લસણ અને બીટના પાકોમાં ચીકણી માટી ચોટી જતી નથી તેથી તેની કાપણી સહેલાઈથી કરી શકાય છે અને ગુણવત્તા પર અસર થતી નથી.
  • જીપ્સમથી જમીન પોચી થવાથી અળસિયા સહેલાઈથી અવરજવર કરી શકે છે. તેથી હવા અને પાણીની અવરજવર વધવાના કારણે છોડના મૂળનો સારો વિકાસ થવથી છોડની વૃદ્ધિ સારી થાય છે

જી આઈ ચૌધરી અને એસ. કે શાહ

દિવેલા રાઈ સંશોધન કેંદ્ર, સરદાર કૃષિ નગર

Related Topics

Farming Jeeps farmer agriculture

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More