Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જાણે- ઉનાળામાં શાકભાજી અને ફળોને લૂથી કેવી રીતે બચાવી શકાય

હવે ટૂંક સમયમાં ઉનાળાની સિઝન શરૂ થઈ જશે,જે ખેડૂતભાઈઓ માટે વ્યાપક પ્રમાણમાં પડકારજનક હોય છે. હકીકતમાં ગરમીમાં ખેડૂત શાકભાજી અને અન્ય પાકોને ઉગાડે છે,જેને ગરમીથી બચાવા ખૂબ જ જરૂરી હોય છે

KJ Staff
KJ Staff

હવે ટૂંક સમયમાં ઉનાળાની સિઝન શરૂ થઈ જશે,જે ખેડૂતભાઈઓ માટે વ્યાપક પ્રમાણમાં પડકારજનક હોય છે. હકીકતમાં ગરમીમાં ખેડૂત શાકભાજી અને અન્ય પાકોને ઉગાડે છે,જેને ગરમીથી બચાવા ખૂબ જ જરૂરી હોય છે. જો આમ ન કરવામાં આવે તો અનેક વખત ઉભા પાક આ ગરમીનો ભોગ બની શકે છે. એપ્રિલ અને મે મહિનો ગરમીની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ હોય છે. તેમા શાકભાજી અને પાકો પાણીની અછતને લીધે સુકવા લાગે છે અને લૂનો પ્રકોપ વધવા લાગે છે. તો ચાલો જાણીએ કે ઉનાળનાં દિવસોમાં તમે શાકભાજી તથા પાકોને કેવી રીતે લૂ થી બચાવી શકો છો.

ડ્રીપ સિંચાઈ પદ્ધતિ અપનાવો

ઉનાળાના દિવસોમાં ઉમસ અને લૂથી શાકભાજી તથા અન્ય પાકો પર પ્રતિકૂળ અસર થાય છે. જેમ જેમ ગરમીનો પારો વધવા લાગે છે તેમ-તેમ  છોડમાં પાણીની માંગ વધવા લાગે છે. આ સંજોગોમાં કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે ગરમીના દિવસોમાં છોડ અને જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ જાળવી રાખવા માટે ડ્રીપ ઈગિગેશન સિસ્ટમ અપનાવવું જોઈએ. તે એક અસરકારક ઉપાય છે,જેથી છોડ અને જમીનમાં ભેજને જાળવી રાખી શકાય છે. જ્યારે પાકમાં સિંચાઈ કરતી વખતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને સિંચાઈને ચોક્કસ સમયાંતરે ઓછી કરતા રહેવું જોઈએ. ડ્રીપ ઈરિગેશન અપનાવવાથી પાણીની જરૂર ઓછી પડે છે.

Summer vegitables
Summer vegitables

મલ્ચિંગ ટેકનોલોજીથી ખેતી

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગરમીના દિવસોમાં વાષ્પીકરણની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે, જેને કારણે જમીન ઝડપથી સૂકવા લાગે છે,જેથી છોડમાં ભેજનું પ્રમાણ ખતમ થઈ જાય છે અને છોડ સૂકવા લાગે છે. આ સંજોગોમાં શાકભાજીમાં વાનસ્પતિક મલ્ચ અથવા પ્લાસ્ટીક મલ્ચનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં આ પદ્ધતિને અપનાવવાથી પાણીના વાષ્પીકરણની પ્રક્રિયા ઓછી થાય છે,જેથી છોડમાં ભેજ બનવા લાગશે અને પાક ખરાબ નહીં થાય.

યોગ્ય સમયે સિંચાઈ કરવી

આ સાથે કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે શાકભાજી અને પાકોને લૂ તથા ગરમ હવાથી બચાવવા માટે સામાન્ય સિંચાઈ કરવી જોઈએ. આ સાથે સિંચાઈના સમયે પણ સુનિશ્ચિત કરવું જોઈએ. જાયદના પાકમાં સિંચાઈ કરવાનો યોગ્ય સમય સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી છે અને સાંજના સમયમાં 5 વાગ્યાથી રાત્રીના સમય યોગ્ય છે. જ્યારે ખેતરોના ખેડાણના સમયે કરવું,જેથી માટી ભુરભુરી થઈ જાય છે અને ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. પપૈયા, લીંબુ અને કેરીના બગીચામાં પૂરતા પ્રમાણમાં ભેજ માટે સૂર્યાસ્ત બાદ સિંચાઈ કરવી.

summer vegetables
summer vegetables

મકાઈ અથવા અન્ય પાકો લગાવો

ગરમીમાં 45 ડિગ્રી અથવા વધારે તાપમાન વાળા કેળા, પપૈયા, ટામેટા સહિત અન્ય પાકોને અસર થઈ શકે છે. આ સંજોગોમાં પાકને લૂ લાગવાથી  બચાવવા માટે વિશેષ પાક ઉગાડવા જોઈએ. કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે આ માટે ખેડૂત તેના પાકની આજુબાજુ મકાઈ, નેપિયર ઘાસ સહિત અન્ય પાક લગાવી શકાય છે. જેથી પાકને લૂની સીધી અસર થતી નથી.

 

Related Topics

Vegetables Fruits Summer

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More