કૃષી જાગરણ- ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની ભાભર માર્કેટીંગ યાર્ડ ગુજરાતની એક માત્ર લીંબોળી એટલે કે લીમડાના બીંચાનો વેપાર કરવા વાળા બજાર બન્યુ છે. ત્યા લીંબોળી પ્રતિ કિલો 16ના ભાવે વેચાઈ રહી છે. એટલે કે ત્યાં 20 કિલો લીબોળી રૂ.230થી 320માં મળી રહી છે.
પશુપાલન અને દૂઘ ઉત્પાદનમાં ગુજરાતનો નામ આગળ વધારવા વાળો બનાસકાઠાં જિલ્લા હવે એક નવી પડકાર રચી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની ભાભર માર્કેટીંગ યાર્ડ ગુજરાતની એક માત્ર લીંબોળી એટલે કે લીમડાના બીંચાનો વેપાર કરવા વાળા બજાર બન્યુ છે. ત્યા લીંબોળી પ્રતિ કિલો 16ના ભાવે વેચાઈ રહી છે. એટલે કે ત્યાં 20 કિલો લીબોળી રૂ.230થી 320માં મળી રહી છે. નોંધણીએ છે કે, તે જ લીંબોળી વર્ષ 2015માં 1 રૂપિયા કિલોનાં ભાવે વેચાતી હતી. ગુજરાતની લીંબોળી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તમીલનાડુમાં વેચાણ માટે જાય છે,સાથે જ ત્યાં તેનો ઉપયોગ તેલ બનાવવા,ઔષધિય દ્રવ્યો, ખાતર અને જંતુનાશક દવા માટે થાય છે.
કેમ ભાવમાં થયુ ઉછાળો
એમ તો લીમડા ગામડા હોય કે પછી શહેર બન્ને જગ્યા જોવા મળે છે, પણ જ્યારથી જ આનામાંથી કોટેડ યૂરિયા ત્યાર થવા લાગ્યુ , ત્યારથી તેની માંગણી બાજારોમાં વધી ગઈ છે. ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતમાં લીમડાનો 2011ના ગણના મુજબ 3 કરોડ ઝાડ છે. તેનુ વેચાણ કરવા માટે પણ હવે ભાભર ખેતીવાડી ઉત્પન બાજાર સમિતિ આવે છે, ત્યાં જૂન અને જુલાઈમાં ભરપૂર માત્રામાં લીંબોળીનો વેચાણ થાય છે. જૂન 2021મા લીંબોળીના વેચાણની વાત કરીએ તો હજી- સુધી 30 લાખ કિલો લીંબોળીનો વેચાણ થઈ ગયુ છે, જે તમે હિસાબમાં પાકા છો તો 320માં 20 કિલો લીંબોળીના હિસાબે વળતરનો હિસાબ લગાડી શકો છો.
ક્યારે જોયુ છે વાદળી રંગનો કેળો, અમેરિકામાં થાય છે તેનો વાવેતર
આખા ગુજરાતમાં 200 જાતોના ઝાડ
ગુજરાતમાં ઝાડોની જાતો વિષય વાત કરીએ તો આખા ગુજરાતમાં 200 જાતો કરતા ઝાડ હતા, પણ હવે 68 જાતો જ જોવા મળે છે, જેમાથી લીમડાના ઝાડ સૌથી વધારે છે. જે હવામાં રહેલા બેકટ્રીરિયાને મટાડે છે અને પ્રદૂષણને ઓછા રાખવામાં મદદ રૂપ થાય છે, એટલે ગામડાઓના સરખામણીએ શહેરમાં લીમડાના ઝાડ વધારે જોવા મળે છે.
લીમડાની બાગચેતી
લીમડાની ખેતી શેઢા, પાળા પર કરી શકાય છે. તેને ઉઠેરવા કે રોગ માટે કોઈ કાળજી લેવી પડતી નથી. તેની વાવણી મફતના ભાવે થાય છે. વળી ચોમાસામાં તેના બિંયા આવતાં હોવાથી ત્યારે ખેડૂતો પાસે કોઈ કામ હોતું નથી, તેથી તે લોકોને લીંબોળીના વીણવા માટે કામ મળે છે.
આખા ગુજરાતમાં લીમડા
આખા ગુજરાતમાં લીમડાની વાત કરીએ તો આની સંખ્યા કુળ 3 કરોડ છે, જે ગુજરાતના મહનગરોમાં લીમડાના વૃક્ષોની વાતે કરીએ તો, તેમાં અમદાવાદમાં 1.43 લાખ, વડોદરા, 45 હજાર, ગાંધીનગર 1.72 લાખ, સુરત 8 હજાર, ભાવનગર 30 હજાર, રાજકોટ 23 હજાર, જૂનાગઢ 5 હજાર મળીને 4.34 લાખ લીમડાનો ઝાડ છે 2011ની ગણના મુજબ. પરંતુ છેલ્લા 10 વર્ષમાં કેટલા લીમડાના ઝાડ વધ્યા કે પછી ધટા, તેની માહિતી હજી-સુધી નથી આવી. ગુજરાતમાં સૌથી વઘું લીમડાના વૃક્ષો 2015માં મહેસાણામાં 75 લાખ હતા.કેમ કે ત્યાંનો વાતવરણ લીમડા માટે સારૂ છે. .
ક્યા-ક્યા થાય છે લીમડાના ઉપયોગ
ખેતીમાં લીમડાના તમામ ભાગ કામ આવે છે. લીમડા બિનઝેરી હોવા છતાં ખેતીમાં જંતુ, મચ્છર, જીવ, ઈડળ, કૃમિ, ફૂગ, બેક્ટેરિયા, વાયરસ, નાશક છે. આવા 500 જેટલા હાનીકારક જીવો-જીવાણુંઓ પર અસર કરીને તેનો નાશ કરે છે. લીમડાના પાંદડા ખેતીમાં યુરિયા સાથે ભળી જાય છે. સામાન્ય જીવાતોને દૂર કરે છે. જમીનમાં નાંખવાથી જમીન ફળદ્રુપ થાય છે. કચ્છના રણ કાંઠાના વિસ્તારોમાં લીંમડા વાવવાથી રણ આગળ વધતું અટકી શકે છે.
લીમડાના બીજા ઉપયોગ
લીમડા તેલ,જંતુનાશક, સાબુ, શેમ્પુ, બામ, ક્રિમ બનાવવમાં ઉપયોગ થાય છે.ખાસ કરીને ડાયાબિટીશ, મેલેરિયા, ખૂજલી, માથાની જૂ, આંતરડાના કૃમિ માટે તે ઉપયોગી છે. દાંતણ અને પાનનો ઉકાળો આરોગ્ય માટે સારો છે. ફુલની કઢી બને છે. સૂપ, અથાણા બને છે. ચૈત્રિ નવરાત્રીએ ફુલનો જ્યૂસ બનાવી પીવાથી આખું વર્ષ તાલ આવતો નથી એવું વૈદ્યો માને છે. આ વધી વસ્તુઓનો ઉલ્લેખ અને ઉપયોગ ભારતાં હજાર વર્ષથી થાય છે.
ઔષધિ
આયુર્વેદની દૃષ્ટિએ લીમડો હલકો, શીતળ કડવો, ગ્રાહી, વ્રણશોધક, કૃમિ, કફ, પિત્ત, વમન, શોષ, વાત, વિષ, દુષ્ટરોગ, હૃદયની બળતરા, થાક, ખાંસી, તાવ, તરસ, ખોરાકની અરૂચિ, રૂધિરવિકાર અને મધુમેહને મટાડે છે. .
Share your comments