Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

દિવાળી પર ભૂમિહીન ખેડૂતોને સરકારની ભેટ, આપશે ખેતી કરવા માટે જમીન

જમીન અને તેનું સંચાલન રાજ્યોના વૈધાનિક અને વહીવટી અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. તેમાં કેન્દ્ર સરકારની ભૂમિકા સલાહકાર જેવી છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારોને વિશેષ અભિયાન ચલાવીને પાત્ર ગરીબોને જમીનનું વિતરણ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમ છતાયે રાજ્ય સરકારો ગરીબો માટે નિર્ણય લેતી નથી.

Amansinh Jadeja
Amansinh Jadeja
Farming
Farming

જમીન અને તેનું સંચાલન રાજ્યોના વૈધાનિક અને વહીવટી અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. તેમાં કેન્દ્ર સરકારની ભૂમિકા સલાહકાર જેવી છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારોને વિશેષ અભિયાન ચલાવીને પાત્ર ગરીબોને જમીનનું વિતરણ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમ છતાયે રાજ્ય સરકારો ગરીબો માટે નિર્ણય લેતી નથી.

દેશમાં જમીનથી જોડાયેલુ મામલો રાજ્ય સરકારના હેઠળ આવે છે. જેમા કેંદ્ર સરકાર સલાહાકારની ભૂમિકા ભજવે છે. કેંદ્ર સરકારની દિવાળી પર ખેડૂતોને બોનસ આપવાની સ્કીમને સૌથી પહેલા રાજસ્થાન સરકાર પોતાના ત્યાં અમલમાં મુકી છે. રાજસ્થાન સરકાર રાજ્યના ગરીબ ખેડૂતો અને ખેત મજૂરો મોટી ભેટ આપવા જઈ રહી છે. સરકારે એક અભિયાન શરૂ કર્યો છે જેના હેઠળ જમિનના ધરાવતા ગરીબ મજૂરોને ખેતી માટે જમીન આપવામાં આવશે. આના લીધે રાજ્ય સરકાર રેવન્યુ રેકોર્ડ બનાવી રહી છે. 

રાજસ્થાન સરકાર રેકોર્ડ પ્રમાણે રાજ્યમાં 2360 ભૂમિહીન ખેડૂતો છે. જેમના માટે 480 હેક્ટર ખેતીલાયક જમીન ફાળવી છે. જેને પ્રશાસન ગામ સંગઅભિયાન હેઠળ હાથ ધરવામાં આવ્યુ છે. આ અભિયાનના અતર્ગત ભૂમિહીન ખેડૂતોને સરકાર ખેતી માટે જમીન આપશે.સ્વામીનાથન પંચે ખેડૂતોને જમીન આપવાની ભલામણ કરી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી સરકાર પાસે આવા ખેડૂતોનો કોઈ ડેટા નથી. જેના કારણે ભારતમાં જમીન મુદ્દે કામ કરતા લોકો માટે ભૂમિહીન ખેડૂતોની સ્થિતિ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.

આ પણ વાંચો, કિસાન રેલ સબસીડી : મોદી સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી રેલવે કરી અડધી

પ્રો. એમ.એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં નેશનલ કમિશન ઓન ફાર્મર્સે ભલામણ કરી હતી કે, જ્યાં શક્ય હોય ત્યાં ભૂમિહીન ખેડૂત પરિવારોને કુટુંબ દીઠ ઓછામાં ઓછી એક એકર જમીન પ્રદાન કરવી જોઈએ. જેને જોતા અશોક ગેહલોત સરકારે ચૂંટણીની મોસમ વિના જમીન વિહોણા ખેડૂતોને જમીન આપીને અન્ય રાજ્ય સરકારો પર દબાણ વધાર્યું છે. નોંધણીએ છે કે આ કરીને રાજસ્થાન જમીન આપવા વાળા દેશમાં પહેલા રાજ્ય બની જશે. કેમ કે કેંદ્ર સરકાર કહવા પછી પણ કોઈ પણ રાજ્ય એવો નિર્ણય લેતો નથી. 

ભૂમિહીન ખેડૂતોની સમસ્યા 

જો ભૂમિહીન ખેડૂતોની વાત કરીએ તો કેંદ્ર સરકાર પાસે આના લીધે કોઈ સચોટ આકડ઼ા નથી. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના જણાવ્યા અનુસાર, ભૂમિહીન ખેડૂતોનો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. જેના કારણે આવા ખેડૂતો માટે કોઈ રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવી નથી. બીજી તરફ સત્ય એ છે કે દેશમાં લાખો ભૂમિહીન લોકો આજીવિકા માટે ભાડાપટ્ટે જમીન લે છે અને ખેતી કરે છે. જો કે જમીનના ભાડાને કારણે તેમની ખેતી મોંઘી બને છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More