Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બટાકાની આ નવી જાતની ખેતી કરીને મેળવો બમણી આવક

ગુજરાતમા બટાકાની ખેતીની વાત કરીએ તો સૌથી વધારે બટાકાની ખેતી બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ત્યા થવા વાળી બટાકાની ખેતી દેશી બટાકાની હોય છે, પણ હવે ગુજરાત અને દેશના ખેડૂતોએ વિદેશી બટાકા એટલે કે કસાવા અને ચાઈનીઝ બટાકાની ખેતી કરીને મોટી કમાણી કરી શકે છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
બટાકા (Potato)
બટાકા (Potato)

ગુજરાતમા બટાકાની ખેતીની વાત કરીએ તો સૌથી વધારે બટાકાની ખેતી (Potato farming) બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ત્યા થવા વાળી બટાકાની ખેતી દેશી બટાકાની હોય છે, પણ હવે ગુજરાત અને દેશના ખેડૂતોએ વિદેશી બટાકા એટલે કે કસાવા અને ચાઈનીઝ બટાકાની ખેતી કરીને મોટી કમાણી કરી શકે છે.

ગુજરાતમા બટાકાની ખેતીની વાત કરીએ તો સૌથી વધારે બટાકાની ખેતી બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ત્યા થવા વાળી બટાકાની ખેતી દેશી બટાકાની હોય છે, પણ હવે ગુજરાત અને દેશના ખેડૂતોએ વિદેશી બટાકા એટલે કે કસાવા અને ચાઈનીઝ બટાકાની ખેતી કરીને મોટી કમાણી કરી શકે છે. બટાકાની આ બન્ને જાતની મહત્વની વાત એમ છે કે તે બન્ને જંતુ પ્રતિરોધક છે. એટલે કે તેમના ઊપર જંતુઓના હુમલો થાય નહિં.

એક રિપોર્ટ પ્રમાણે એક સરકારી સંસ્થાએ કસાવા અને ચાઈનીઝ બટાકાની ખેતી કરી હતી, જેના સારા પ્રરિણામ આવ્યા હતા. આ સંસ્થા મુજબ ખેડૂતોએ આ બન્ને જાતોની વાવાણી કરીને મોટી કમાણી કરી શકે છે. દેશના કેટલાક ભાગોના ખેડૂતો આ તરફ વળી પણ ગયો છે. એટલે કૃષિ જાગરણ ગુજરાતી ગુજરાતના ખેડતોને બટાકાની આ બન્ને જાતોની ખેતી કરવાની સલાહ આપે છે.  

રિપોર્ટમાં શુ હતું

ધ હિન્દુના એક અહેવાલ મુજબ, તિરુવનંતપુરમ સ્થિત સેન્ટ્રલ ટ્યુબર ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CTCRI) એ જિલ્લાના બે ગામોમાં આ જાતો રોપીને કસાવા અને ચાઇનીઝ બટાકા ની નવી ઉચ્ચ ઉપજ આપનારી અને જંતુ પ્રતિરોધક વિવિધતાની સંભાવના દર્શાવી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ ખેડૂતોના ખેતરમાં કસાવાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ બીજા ગામના  ખેડૂતોના ખેતરોમાં ચાઈનીઝ બટાકાની ખેતી અસરકારકતા સાબિત થઈ હતી. આ બંને નવી જાતોની ઉચ્ચ ઉપજ ક્ષમતા જોવા પછી ખેડૂતો હવે તેમના તરફ વળી રહ્યા છે.

કસાવા બટાકા
કસાવા બટાકા

કેટલા ઉત્પાદન આપે છે કસાવા

જીબીજુ, હેડ અને પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ, સીટીસીઆરઆઈ, તિરુવનંતપુરમના જણાવ્યા મુજબ, કસાવાની નવી વિવિધતા હેક્ટર દીઠ 45 ટનનું ઉત્પાદન આપે છે જે ખૂબ સારી ગુણવત્તા ધરાવે છે. તે રોગ પ્રતિરોધક પણ છે. ખેડૂતોએ રોગ નિવારણ અને જીવાત નિયંત્રણ માટે રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો પડશે નહીં. તેનાથી તેમનો ખર્ચ ઓછો થશે.

બાયજુએ કહ્યું કે આ બંને જાતો માટે ખેડૂતો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ઉપજ આપનાર કસાવાની શ્રી રક્ષા જાતની ખેતી માટે ઘણા ખેડૂતો બિયારણ અને અન્ય વાવેતર સામગ્રીની માંગ સાથે સંસ્થામાં આવી રહ્યા છે. CTCRI એ એક ડઝન ખેડૂતોને બિયારણ, વાવેતર સામગ્રી અને યોગ્ય ખાતરનું વિતરણ કર્યું છે. બાયજુ કહે છે કે આ પ્રકારની કસાવાની ખેતી કરવાથી ખેડૂતોની આવકમાં ચોક્કસપણે નોંધપાત્ર વધારો થશે.

ચાઈનીઝ બટાકા

ચાઇનીઝ બટાકા (chines potato) એ વ્યાપારી રીતે ઉગાડવામાં આવતો મુખ્ય પાક છે. સીટીસીઆરઆઈ દ્વારા વિકસિત આ બટાકાની શ્રી ધારા વિવિધતાની સફળ તાલીમ પછી, મોટી સંખ્યામાં ખેડૂતો (farmers) તેની ખેતી તરફ વળયા છે. CTCRI ના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ આર મુથુરાજે જણાવ્યું હતું કે જ્યારે અમે પ્રાયોગિક ધોરણે આ જાતનું વાવેતર કર્યું ત્યારે અમને સ્થાનિક જાતો કરતા 50 ટકા વધુ ઉપજ મળ્યો. બીજી બાજુ, ગુણવત્તા અને મોટા કદમાં સમૃદ્ધ હોવાને કારણે બટાકાની વિવિધતાને બજારમાં સારો ભાવ મળ્યો, જેનો સીધો ફાયદો ખેડૂતોને થયો. આ જ કારણ છે કે હવે ખેડૂતો મોટા પ્રમાણમાં ચાઈનીજ બટાકાની ખેતી કરી રહ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More