Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મિત્રો હવે યુરિયા અને D.A.P. છોડો અને અપનાવો ધન જીવામૃત (પ્રાકૃતિક ખેતી)જેમાં છે દરેક વ્યક્તિ નું હિત

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
natural farming
natural farming

મિત્રો આપને સૌપ્રથમ એ જાણીએ કે આ જીવામૂર્ત શાં માટે?

વરસાદ આધારિત ખેતી હોય કે સિંચાઈની વ્યવસ્થા ના હોય ( સિંચાઈ માટે પાણી મળતું ના હોય ) અથવા ખેતરો બહુ વિશાળ હોય કે જેમાં પ્રવાહી જીવામૃતની સિંચાઈ શક્ય ના હોય તેવી પરિસ્થિતિમાં પ્રવાહી જીવામૃતના વિકલ્પ તરીકે ઘન જીવામૃત વાપરી શકાય છે .

ધન જીવામૃત બનાવવાની રીત ૧..

  • 200 કિ . ગ્રામ . સખત તાપમાં સુકવેલ , ચાળણીથી ચાળેલ ગાયનું છાણ લઇ તેને ફેલાવવું .
  • તેના ઉપર છાણથી દસ ગણા જીવામૃતનો છંટકાવ કરીને બરાબર રીતે ભેળવવું .
  • આ મિશ્રણને 48 કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતાળ સ્તરમાં સુકવવું .
  • આ સ્તરને દિવસમાં 2-3 વખત ઉપરનીચે કરવું . સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાંગળાનો ભૂકો કરવો .
  • ત્યારબાદ છણયાના કોથળામાં ભરી જમીનથી ઉપર લાકડાના મેળા ઉપર રાખવું .

ઘન જીવામૃત બનાવવાની બીજી રીત

  • 100 કિ.ગ્રામ . ગાયનું છાણ , 2 લીટર જીવામૃત , 1 કિલો ગ્રામ દેશી ગોળ , 1 કિલો ગ્રામ ચણાનો લોટ નું મિશ્રણ કરવું •
  • આ મિશ્રણ ને 48 કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતળા સ્તરમાં સુકવવું
  • આ સ્તરને દિવસમાં 2-3 વખત ઉપરનીચે કરવું . સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાંગળાનો ભૂકો કરવો . 

 ત્યારબાદ છણયાના કોથળામાં ભરી જમીનથી ઉપર લાકડાના મેળા ઉપર રાખવું .

 ઘન જીવામૃત બનાવવાની ત્રીજી રીત

  • ગોબર ગેસ માં છેલ્લે નીકળેલા રગડા ( સ્લરી ) ને તડકામાં સુકાવવો
  • 100 કિલો ગ્રામ રગડા ( સ્લરી ) પાવડરના રૂપમાં - 50 કિલો ગ્રામ દેશી ગાયનું છાણ - 1 કિલો ગ્રામ દેશી ગોળ - આ કિલો ગ્રામ ચણા નો લોટ અને 2 લીટર જીવામૃત નું મિશ્રણ કરવું
  • આ મિશ્રણને 48 કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતાળ સ્તરમાં સુકવવું .
  • આ સ્તરને દિવસમાં 2-3 વખત ઉપરનીચે કરવું . સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાંગળાનો ભૂકો કરવો .
  • ત્યારબાદ છણયાના કોથળામાં ભરી જમીનથી ઉપર લાકડાના મેળા ઉપર રાખવું .

ઘન જીવામૃત નો ઉપયોગ કેવી રીતે કરવો

પ્રાથમિક ડોઝ :

કોઈપણ મોસમી પાક ( ખરીફ - રવિ -ઉનાળુ પાક ) માટે 

 1 ) સૂકા ગોબર ના ખાતર ઉપર આધારિત ઘન જીવામૃત 200 કિલો ગ્રામ પ્રતિ એકર

 અથવા

( 2 ) તાજું ગોબર આધારિત ઘન જીવામૃત 100 કિલો ગ્રામ પ્રતિ એકર અથવા

( 3 ) ગોબર ગેસ ની સ્લરી આધારિત ઘન જીવામૃત 100 કિલો ગ્રામ પ્રતિ એકર ભૂમિ ઉપર સમાન માત્રામાં વેરી દો

બુસ્ટર ડોઝ : પાક ફૂલોની સ્થિતિમાં આવ્યા પછી આમાંથી કોઈ પણ પ્રકારનું ઘન જીવામૃત 100 કિલોગ્રામ પ્રતિ એકર પાકની કતારોની વચ્ચે જમીન ઉપર વેરી દો . ભૂમિ સાથે સ્પર્શ થવો જોઈએ

આ પણ વાંચો:ઘરે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાની સરળ રીત, જાણો આ લેખમાં આ વિધિ

દર્શના પટેલ...

Share your comments

Subscribe Magazine