Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ગુજરાતમાં પહેલી વખત સોયાબીનનો ઝલઝલો છવાશે

આ વર્ષે દિવાળી પછીથી સોયાબીનની બજારમાં ગજબની તેજી લાગુ પડી છે. સપ્ટેમ્બર સિઝન પ્રારંભે બજાર સરેરાશ રૂ. 750 આજુબાજુ હતી, તે વધીને હાલના સમયે બમણી એટલે કે રૂ. 1500ની સપાટીને પણ સર કરી જાય છે, સોયાબીની વિદેશમાં માંગ વધવાના કારણે તેની નિકાસમાં વધારો થયુ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

આ વર્ષે દિવાળી પછીથી સોયાબીનની બજારમાં ગજબની તેજી લાગુ પડી છે. સપ્ટેમ્બર સિઝન પ્રારંભે બજાર સરેરાશ રૂ. 750 આજુબાજુ હતી, તે વધીને હાલના સમયે બમણી એટલે કે રૂ. 1500ની સપાટીને પણ સર કરી જાય છે, સોયાબીની વિદેશમાં માંગ વધવાના કારણે તેની નિકાસમાં વધારો થયુ છે. 

આ વર્ષે દિવાળી પછીથી સોયાબીનની બજારમાં ગજબની તેજી લાગુ પડી છે. સપ્ટેમ્બર સિઝન પ્રારંભે બજાર સરેરાશ રૂ. 750 આજુબાજુ હતી, તે વધીને હાલના સમયે બમણી એટલે કે રૂ. 1500ની સપાટીને પણ સર કરી જાય છે, સોયાબીની વિદેશમાં માંગ વધવાના કારણે તેની નિકાસમાં વધારો થયુ છે. ગુજરાતમાં સોરઠ અને બનાસકાંઠા જેવા જૂના વિસ્તારો ઉપરાંત નવા વિસ્તારમાં પણ સોયાબીન વાવેતર પ્રગતી કરી છે.

કેંદ્રીય કૃષિ મંત્રાલયના તાજા આકડાં મુજબ દેશમાં આ સમય 112 લાખ હેકટરમાં વાવેતર થયુ છે. દેશમાં સોયાબીન વાવેતરમાં કાયમ મધ્યપ્રદેશ રાજ્ય ટોપ પર હોય છે, ત્યાં ઓછા વરસાદને કારણે આ વખતે વાવેતર ખોરવાયું છે. સોયાબીન પ્રાસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સોપા) ના મતે મઘ્યપ્રદેશમાં ગત વર્ષના કુલ 57.540 લાખ હેકટરે વાવેતર સામે હાલ 47.416 લાખ હેકટરમાં વાવેતર થયું છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન સોયાબીન વાવેતરમાં બીજા અને ત્રીજા નંબરના રાજ્યો છે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા નોંધાયેલ આંકડા મુજબ ગત વર્ષે સોયાબીનનું આખરી વાવેતર 1.49 લાખ હેકટર હતું, તે ચાલુ વર્ષે એ વાવેતરમાં 51 ચકા જેવો વાધારો થઈ 2.18 લાખ હેકટરે પહોંચ્યુ છે. હાજી બે સપ્તાહ સુધી સોયાબીનના થઈ શકે છે, તેથી આખરી આંકડો 3 લાખ હેકટરને આંબી શકે છે.

સૌરાષ્ટ્રના ખેતરોમાં છવાયેલો સોયાબીન પાકનો ઝલઝલો જોઈ શકાય છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના ઢેખર ગામેથી કાંતિભાઈ વધાસિયા કહે છે કે ગત ચોમાસે 12 વીધામાં સોયાબીન હતું, તે આ વર્ષે વધારીને 25 વીધામાં કર્યુ થે અંદાજે 40 દિવસનો પાક થયો છે. પાકમાં જોરદાર નરવાઈ છે.

સોયાખોળની માંગ વધતા સોયાબીનના બજારમાં તેજી   

સીંગખોળની જેમ સોયાબીખોળની વિદેશી ડિમાંડ વધવાના પગલે ખુલ્લી બજારોમાં સામાન્ય આવકો સામે સોયાબીનના ભાવ ઉછલ્યા છે. સોયાબીનનો આપણ ખેતરોમાં ઉભેલો પાક જોતા રહી શકાય કે નવો પાક ખેડૂતોના હાથમાં આવવાને હજુ બે-અઢી મહિનાનો સમય લાગી શકે છે. અત્યારે સોયાબીનની બજારો બારોબર તેજીની પટરી પર ચઢી છે.

Related Topics

Gujarat Soyabean APMC

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More